You are here
Home > Gujarati News > દુનિયાનુ એક એવુ ઝાડ કે જેની સુરક્ષા માટે સ્પેશિયલ ફોઝ હોય છે તૈનાત, એક એક પાંદડા ની સુરક્ષા માટે સૈનિકો ભરે છે પહેરો.

દુનિયાનુ એક એવુ ઝાડ કે જેની સુરક્ષા માટે સ્પેશિયલ ફોઝ હોય છે તૈનાત, એક એક પાંદડા ની સુરક્ષા માટે સૈનિકો ભરે છે પહેરો.

મિત્રો તમે કોઈ મોટા વ્યક્તિ જેમ કે વડાપ્રધાન કે કોઈ મંત્રી ની આસપાસ તો સિક્યુરિટીના કડક ઇંતેજામ જરૂર જોયા હશે. પણ ક્યારેય કોઈ પણ ઝાડ ની આસપાસ એવી સુરક્ષા જોઈ છે જેના માટે ખાસ ફોજ તેનાત કરી હોય. આજે આપણે એક એવા ઝાડ વિષે જાણવાનું છે જેની આસપાસ કડક સુરક્ષા રહે છે અને ખાસવાત તો એ છે કે અહીંયા તેનાત ફોજ આ વાત ની ધ્યાન રાખે છે કે ઝાડ માંથી એક પણ પાંદડું નીચે ના પડી જાય .આવો અમે તમને જણાવીએ કે ક્યાં છે આ ઝાડ અને આખરે કયા કારણથી આ ઝાડ ની આસપાસ આટલી સુરક્ષા રાખી છે.

તમને મનમાં હશે કે આ ઝાડ ના ફળ અમુલ્ય હશે જેથી આટલી બધી સુરકક્ષા છે. પણ એવું નથી અસલ માં એક મામૂલી પીપળાનું ઝાડ છે પરંતુ આ આ ઝાડની મહત્વતા ઘણી વધારે છે. આ ઝાડ બોધ ઝાડ છે જ્યાં મહાત્મા બુદ્ધે જ્ઞાન ની પ્રાપ્તિ કરી. પરંતુ આ ઝાડ બિહારનું બોધગયાવાળું નથી પરંતુ આ ઝાડ મધ્યપ્રદેશ માં લગાવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા લગાવામાં આવેલું આ ઝાડ બૌધ વૃક્ષ નો જ હિસ્સો છે જેને શ્રીલંકાથી મંગાવામાં આવ્યું છે.

તમારા મનમા ઉઠેલા તમામ સવાલોને દૂર કરતા અમે તમને જણાવી દઈએ કે ખરેખર અસલમા બિહારના આ એક બૌધ ગયામા લગાવેલુ આ બોધી વૃક્ષની એક ડાળી થી લઇ જઈને શ્રીલંકામા પણ આ વૃક્ષ લગાવ્યુ હતુ અને વિતેલા દિવસોમા આ શ્રીલંકાના પ્રધાનમંત્રી જયારે ભારત આવ્યા હતા તો એમણે તેમના વિશેષ રૂપથી ત્યાંના બોધી વૃક્ષની એક ટહની મધ્યપ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ને ભેટ સ્વરૂપે આ આપી હતી. એના પછી શ્રીલંકાના પ્રધાનમંત્રી અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સાથે મળીને આ બોધી વૃક્ષની ટહનીને લગાવી હતી જે હવે ઘણુ મોટુ થઇ ગયુ છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ વૃક્ષ મધ્યપ્રદેશમાં એક પહાડી પર લગાયું અને એની સૂરક્ષા માટે હંમેશા લગભગ બે થી ત્રણ ગાર્ડ ઉભા રહે છે જેથી તેઓ વૃક્ષ ને કોઈ પણ પ્રકારનુકસાનથી બચાવી શકે. દૂરથી જોવાથી આ એક સામાન્ય વૃક્ષ જ લાગે છે અને માટે આ વૃક્ષ ની આસપાસ તેનાત સિક્યુરિટી ગાર્ડને જોઈને લોકોને હેરાની થાય છે કે આખરે એવું શું છે આની સુરક્ષા માટે વિશેષ રૂપથી ગાર્ડ તેનાત કર્યા છે.

અને ખાસ વાત તો એ છે કે આ વૃક્ષ માટે ત્યની સરકાર અત્યાર સુધી માં ૭૦ લાખ જેટલો ખર્ચો કર્યો છે. તેનોઈ દેખરેખ માટે ચાર જવાન ને પણ રાખ્યા છે , આ બોધી માં પાણી નાખવા માટે રોજ સવાર સાંજ અહીંયા ફાયર બ્રિગેડ ની ગાડી આવે છે.એના સિવાય તમને જણાવી દઈએ કે આ બોધી વૃક્ષને બહારના કોઈ પણ પ્રકારના નુકસાનથી બચાવા માટે વિશેષ રૂપથી ચારે બાજુ જાળી લગાવેલી છે. અત્યારે આ બોધી વૃક્ષ 15 ફૂટનું થઇ ચૂક્યું છે.

Top