You are here
Home > Gujarati News > માત્ર આઈ લવ યુ કહેવું એ પ્રેમ કરવાનું સર્ટીફીકેટ નથી..પ્રેમ કરતા હોય તો આવું કામ પણ ખાસ કરવું જોઈએ

માત્ર આઈ લવ યુ કહેવું એ પ્રેમ કરવાનું સર્ટીફીકેટ નથી..પ્રેમ કરતા હોય તો આવું કામ પણ ખાસ કરવું જોઈએ

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આજે પ્રેમ શબ્દ એટલો બધો વગોવાઈ ગયો છે કે પુત્ર તેના માતા પિતાને અને ભાઈ બહેન ને કે પછી બીજા કોઈ સગા સંબંધિને પ્રેમ કરીએ છીએ તેમ કહેતા શરમ આવે છે. જો ખરેખર પ્રેમ હોય તો એ કેવો હોય? સાચો પ્રેમ તમને ક્યાં મળી શકે? અને કેવી રીતે મળી શકે? આવા પ્રશ્નો દરેક વ્યક્તિ અને યુવાનોના મનમાં જરૂર થતાં હશે.

આજે ઘણા લોકો પ્રેમ કરે છે તેમ છતાં તે પ્રેમની શોધ પણ કરે છે, કદાચ તમને આ નહીં સમજાયું હોય પણ કેવનો મતલબ એવો છે કે અત્યારે પ્રેમમાં તો છે છતાં પણ તેને એવું લાગી રહ્યું છે કે સામેવાળી વ્યક્તિ તેને પ્રેમ કરે છે કે નહીં? આવા વિચારો માંજ તે પોતે પ્રેમ કરવાનું ભૂલી જાય છે અને પોતાના પાર્ટનર પાસેથી જ પ્રેમની આશા રાખે છે. અહી તમને એક ખૂબ જ સરસ વાત કરી છે જેના દ્વારા તમને પ્રેમનો અર્થ કદાચ સમજાવી શકશે.

ઘણા લોકો એવું મને છે કે જો તમે તમારી વાઇફ ને આઇ લવ યૂ કહેશો તો એ પ્રેમ છે પણ એવું નથી. તેને સ્વીટુ ને દિકું કહીને ફર્યા કરવું અને રવિવારે ફ્રી હોય અને તે દિવસે ફરવા લઈ જવું કે બહાર જમવા લઈ જવું શું તેને તમને પ્રેમ કહો છો ? તો તમે ખોટા છો પણ જ્યારે દિવાળીના સમયમાં પત્ની ઘર સાફ કરતી હોય અને થાકી ગઈ હોય ત્યારે તમે કહો કે તું આજે ઘરે જમવાનું ના બનાવતી હું બહારથી લઈ આવીશ આને પ્રેમ કહેવાય. જ્યારે તમે બહાર જતાં હોય અને આવવામાં મોડુ થવાનું હોય ત્યારે તમે કહો કે, “હું બહાર જાવ છુ, મારે આવવામાં મોડુ થશે એટલે તું સૂઈ જજે, હું લોકની ચાવી લેતો જાવ છું, આને પ્રેમ કહેવાય છે સાહેબ.

જ્યારે તમારી વાઇફ ઘર કામ કરીને થાકેલી સૂતી હોય અને તમે બહારથી આવીને ધીમેથી દરવાજો ખોલો અને તેને સુવામાં દિશટર્બ ના કરો તેને પ્રેમ કહેવાય. એ સૂતી હોય ત્યારે પાણી પી ને ગ્લાસ જ્યારે તમે હળવેકથી મૂકી દો છો કારણ કે તેની ઉંધ ના બગડે આને પણ પ્રેમ જ કહેવાય છે. રસોડાની બારી બંધ કરવાનું ભૂલી ગઈ છે એમ સમજીને તમે જાતે જ તે બંધ કરી દો તેને પ્રેમ કહેવાય છે.

ઘણી વખત ખૂબ જ ઠંડી હોય અને અચાનક રાત્રે તમારી નીંદર ઊંડી જાઈ અને તમે જુવો કે આટલી ઠંડીમાં પણ તે ઓઢવાનું ભૂલી ગઈ છે અથવા તો સરકી ગયું છે તો તેને હળવેકથી ઓઢાડી દો તેને પ્રેમ જ કહેવાય છે. સવારે જાગીને પોતાની પાથરી જાતે જ સરખી કરી લો ને સાહેબ, જેથી કરીને તેને એટલુ ઓછું કરવું પડે તેને પણ પ્રેમ જ કહેવાય છે. તમારી માટે સવારે નાસ્તો બનાવતી હોય ત્યારે તમે નાહીને પોતાનો ટુવાલ જાતે જ સુકાવી દો તેને પણ એક પ્રકારનો મૂંગો પ્રેમ જ કહેવાય છે.

 

Top