You are here
Home > Featured > વીજળીનો કરંટ લાગવાથી જો ધબકારા થઇ જાય બંધ, તો આ ઉપાયોથી બચાવી શકો છો જીવ.

વીજળીનો કરંટ લાગવાથી જો ધબકારા થઇ જાય બંધ, તો આ ઉપાયોથી બચાવી શકો છો જીવ.

ઘણા લોકો એવા હોય છે જેને કરંટ જ લાગતો નથી. એને ગમે તેવો કરંટ આપવામાં આવે તો એને કઈ અસર થતી નથી અને જયારે અમુક વ્યક્તિને કરંટ લાગવાથી મૃત્યુ પણ થઇ જાય છે, તો એ વ્યક્તિને કાર્ડિયોપ્લમનરી રિસિટેશન (સી.પી.આર.) ની જૂની ટેકનીક 10 નો ફોર્મુલાનો ઉપયોગ કરીને 10 મિનિટમાં ભાનમાં લાવી શકાય છે.

આ ટેકનીકમાં પીડિતનું હૃદય ઓછામાં ઓછું પ્રતિ મિનિટ 100 વાર દબાવવામાં આવે છે. આવી પદ્ધતિ હોસ્પિટલોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે પણ ત્યાં મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે.

જયારે પણ વાયરીંગનું કામ ચાલુ હોય તો પહેલા તપાસ કરી લેવી જોઈએ. અને વાયરીંગ વિશે થોડી માહિતી પણ હોવી જરૂરી છે. સોકેટમાં ત્રણ પિનવાળા છિદ્રો હોય છે અને સોકેટની ઉપરના છિદ્રમાં લગાડેલ મોટા વાયરને અર્થિંગ કહેવામાં આવે છે. આ સોકેટમાં આ અર્થિંગનો વાયર વાદળી રંગનો અને ન્યુટ્રલ વાયર કાળા રંગનો હોય છે. જયારે લાલ વાયર કરંટ વાળો વાયર હોય છે. આવી રીતે સરળતાથી ઓળખી શકાય છે. અર્થિંગ વાયરનો રંગ વાદળી હોય છે.

અર્થિંગની તપાસ દર છ મહિને જરૂર કરાવતી રહવી જોઈએ, કારણ કે સમય અને હવામાન સાથે તે પણ ઘસાતો રહે છે, ખાસ કરીને વરસાદના દિવસોમાં વાયરીંગ થી એકદમ દુર રહેવું જોઈએ. ચોમાસામાં અર્થિંગને ક્યારેય પણ હળવાશથી ન લેવું, નહિ તો અકસ્માત થઇ શકે છે.

સૌથી મહત્વની વાત એ છે કે વાયરોને સોકેટમાં લગાવવા માટે ક્યારે પણ માચીસની સળીનો ઉપયોગ ન કરવો અને કોઈપણ વાયરને ત્યાં સુધી સ્પર્શ ન કરો, જ્યાં સુધી વીજળી બંધ ન થઈ ગઈ હોય. નહી તો તેનાથી કરંટ લાગવાનું જોખમ વધી જાય છે.

અર્થિંગના વાયરને ન્યુટ્રલના વિકલ્પ તરીકે ઉપયોગ ન કરવો અને બધા સાંધા ઉપર ઇલેક્ટ્રિક ટેપ લગાવવી પરતું સેલોટેપ નહિ. મેટેલીક વીજળીના સાધનો એટલે કે મેટલની વસ્તુ ક્યારેય નળ પાસે ન રાખવી. રબરના મેટ અને રબરના પગ વાળા કૂલર સ્ટેન્ડ વિદ્યુત ઉપકરણોને સુરક્ષિત બનાવી શકે છે.

ફક્ત સલામત વાયર અને ફ્યુઝનો જ ઉપયોગ કરવો. કોઈ પણ સામાન્ય ટેસ્ટરથી કરંટ લાગશે કે નહિ એ જાણી શકાય છે. ફ્રિજના હેન્ડલ ઉપર પણ કાપડ બાંધી રાખવા કારણકે ત્યાં પણ કરંટ લાગી શકે છે. હંમેશા એ વાત ધ્યાનમાં રાખવી કે દરેક વીજળી ઉપકરણ સાથે જે સૂચના દર્શાવવામાં આવે છે તે જરૂર વાચવી જોઈએ.

જો કોઈ વ્યક્તિને કરંટ લાગે તો કરંટ લાગવાની આ સ્થિતિમાં યોગ્ય રીતે સારવાર કરવી ખૂબ જરૂરી હોય છે. જયારે પણ કરંટ લાગે છે ત્યારે સૌથી પહેલા મેઈન સ્વીચ બંધ કરવી અને તે વ્યક્તિને પાવરથી બચાવવા માટે તમારા હાથનો ઉપયોગ ન કરવો, તેનાથી તમને પણ ચોટ લાગી શકે છે.

 

ડૉ. અગ્રવાલે કહ્યું છે કે એકદમ તીવ્ર કરંટ લાગવાથી ક્લિનિકલ મૃત્યુ 4 થી 5 મિનિટની અંદર જ થઇ જાય છે. તેથી કોઈ પણ ઉપાય કરવા માટે સમય ઘણો ઓછો હોય છે. એટલે ત્યારે કોઈ પણ વ્યક્તિને હોસ્પિટલ લઇ જવાનો સમય પણ રહેતો નથી, એટલા માટે એ જ સમયે તેની ઉપર આ ઉપાયનો ઉપયોગ કરવો અને તે વ્યક્તિના હ્રદયને સરખી રીતે દબાવીને છાતીથી ધક્કો આપવો. જેથી આ પ્રયાસથી કોઈનો જીવ બચી શકે છે. તેવામાં જો તમે કોઈને જીવન આપીને ખુશી આપી શકો, તેનાથી તમારું પણ ભલું જ થાય છે

Top