
દરેક વ્યક્તિ પોતાના જીવન માં ખુશીઓ અને સુખ સમૃદ્ધિ બની રહે તેવું ઈચ્છે છે. પરંતુ સમય ની સાથે સાથે તેમના જીવન માં કેટલીક પરિસ્થિતિ ઉતપન્ન થાય છે. વ્યક્તિ બધી ખુશીઓ મેળવવા માટે રાત-દિવસ કાળી મહેનત અને કોશિશ માં લાગેલો રહે છે. પરંતુ ન ઇચ્છતા હોવા છતાં પણ તેમના જીવન માં કયારેક ક્યારેક મુશ્કેલીઓ ઉત્પન્ન થતી રહે છે.
વ્યક્તિ ના જીવનમાં પારિવારિક સમસ્યા, આર્થિક સમસ્યા અને સામાજિક સમસ્યા હોય છે. જો તમે આ બધી વસ્તુઓથી છુટકારો મેળવવા માંગો છો. તો વાસ્તુ શાસ્ત્ર માં બતાવેલ કેટલાક ઉપાયો ને અપનાવી શકો છો.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા ઘર અથવા ઓફીસ ના મુખ્ય દરવાજા પર કેટલાક ઉપાયો કરો છો તો તેના કારણે તમારા જીવન ની કેટલીક મુશ્કેલીઓ દૂર થશે અને તમે તમારું જીવન ખુશાલી પૂર્વક વ્યતીત કરી શકો છો. એવી કેટલીક વસ્તુઓ છે. જેને મુખ્ય દરવાજા ઉપર રાખવાથી ઘર ની ખુશીઓ કાયમ રહે છે. આજે અમે તમને આ જ વસ્તુ વિષે જાણકારી આપવાના છીએ જેને તમે તમારા ઘર અને ઓફીસ ના મુખ્ય દરવાજા ઉપર રાખીને ખુશીઓ પ્રાપ્ત કરી શકો છો. તો ચાલો જાણીએ ઘરના મુખ્ય દરવાજા પર કઇ વસ્તુ રાખવી જોઈએ..
- જો તમે તમારા ઘર અથવા ઓફીસ ના મુખ્ય દરવાજા ઉપર લક્ષ્મીજી ના ચરણ બનાવો અથવા બનાવેલ ચિત્ર લગાવો છો. તો તેનાથી તમારા ઘર પરિવાર માં સુખ સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મીજી ની પણ કૃપા બની રહે છે. પરંતુ તમારે આ વાત નું ધ્યાન રાખવું પડશે કે લક્ષ્મી માતા ના ચરણ અંદર ની તરફ જતા લગાવવા જોઈએ. જો તમે મુખ્ય દરવાજા ની નીચે બહાર ની તરફ માતા લક્ષ્મીજી ના લાલ અથવા તો પીળા રંગ ના ચરણ ની નિશાની બનાવો છો. તો તેનાથી દેવી દેવતા ઓ ની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે. જ્યોતિષ શાસ્ત્ર માં પણ આ વાત નો ઉલ્લેખ કરવામાં આવે છે કે લક્ષ્મી માતા ના ચરણ ગ્રહના ખરાબ પ્રભાવ ને ઓછા કરવામાં મદદ કરે છે.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર તમારા ઘર અથવા ઓફીસ ના મુખ્ય દરવાજા ઉપર પીપળો, અંબા ના પાન ની એક માળા બનાવી ને બાંધી દેવી. જો તમે આ ઉપાય કરો છો તો તેનાથી ઘર ની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. જો આ પાન સુકાઈ જાય તો તમે તેને બદલી શકો છો.
- તમે તમારા ઘર અથવા ઓફીસ પ્રવેશ દરવાજા પર પાણી થી ભરેલા કાંચ નું એક એવું વાસણ રાખો જેમાં તમે સુગંધ વાળા તાજા ફળ રાખી શકો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ શુભ માનવામાં આવે છે. જો તમે આ ઉપાય અપનાવો છો તો તેનાથી તમારા ઘર માં સકારાત્મક ઊર્જા નો પ્રવેશ થાય છે. જેનાથી ઘર પરિવાર માં ખુશીઓ બની રહે છે.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા ઘર માં અથવા ઓફીસ ના મુખ્ય દરવાજા ઉપર સ્વસ્તિક નું નિશાન બનાવો છો તો તે શુભ માનવામાં આવે છે. તેનાથી સૌભાગ્ય અને સમૃદ્ધિ માં વધારો થાય છે.
- વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે ઈચ્છો છો કે તમારા જીવન માં ધન ની અછત ન થાય તો તમે મુખ્ય દરવાજા ને રોજ સવારે પાણી થી ધોવો જોઈએ. તેનાથી તમને તમારા જીવન માં શુભ ફળ મળશે અને તમને તરક્કી પ્રાપ્ત થશે.