You are here
Home > Gujarati News > સામાન્ય છોકરીઓની જેવી દેખાતી હતી ટીવી સીરીયલની આ ૫ પ્રખ્યાત અભિનેત્રીઓ, સ્ટાર બનતાજ બદલાઈ ગયો લુક

સામાન્ય છોકરીઓની જેવી દેખાતી હતી ટીવી સીરીયલની આ ૫ પ્રખ્યાત અભિનેત્રીઓ, સ્ટાર બનતાજ બદલાઈ ગયો લુક

ટીવી પર વહુ-બેટી નો અભિનય કરનારી અભિનેત્રીઓ જેટલી સીધી અને સાડી દેખાય છે અસલ જીંદગીમાં તેઓ એટલી જ બોલ્ડ અને ગ્લેમરસ છે. ટીવી પર સંસ્કારી વહુ, દીકરી, સાસુ અને પત્ની નો રોલ કરીને આ અભિનેત્રીઓ ખુબજ ફેમસ થઇ ગઈ છે. અને ઘરે ઘરે પોતાની ઓળખ બનાવી ચુકી છે. આજે ભલે આ અભિનેત્રીઓ ખુબજ ગ્લેમરસ દેખાતી હોય પરંતુ ટીવી પર આવતા પહેલા તેઓ પણ સામાન્ય છોકરીઓ ની જેવીજ દેખાતી હતી.

ફેમસ થયા પછી અ અભિનેત્રીઓ ના લુક માં પણ બદલાવ આવ્યો છે. આજની આ પ્રખ્યાત અભિનેત્રીઓ ખુબજ સિમ્પલ દેખાતી હતી. પરંતુ હવે તેઓ ખુબજ સ્ટાઈલીશ દેખાય છે.

શ્રુતિ ઝા : શ્રુતિ ઝા ને લોકપ્રિયતા લાઈફ ઓકે ના મશહુર સીરીયલ ‘સૌભાગ્યવતી ભવ’ થી મળી હતી. ત્યાર બાદ તે જીટીવીના શો “કુંડળી ભાગ્ય’ માં જોવા મળી હતી. શ્રુતિ ઝા ટીવી ઇન્ડસ્ટ્રી ની પ્રખ્યાત અભિનેત્રીઓ માં ની એક છે. જેમ કે તમે અહી જોઈ શકો છો કે પ્રખ્યાત થયા પહેલા તે ખુબજ અલગ દેખાતી હતી.

સારા ખાન :  સારા ખાન નાના પડદાની ખુબજ પ્રખ્યાત અભિનેત્રી છે. સીરીયલ ‘વિદાઈ’ માં તેમના દ્વારા કરવામાં આવેલ અભિનયે તેને ઘર ઘર માં ઓળખાણ અપાવી. સીરીયલ માં ભોળી અને માસુમ દેખાતી સારા અસલ જીંદગીમાં ખુબજ બોલ્ડ છે. પરંતુ આવું પહેલાથી ના હતું. પહેલા તે પણ એક સાધારણ છોકરીની જેવી દેખાતી હતી. તેના ચહેરા પર માસુમિયત દેખાતી હતી. અને ફેમસ થયા પછી તેના લુક માં પણ જબરદસ્ત બદલાવ આવ્યો છે.

જેનીફર વિન્ગેટ : જેનીફર વિન્ગેટ નાના પડદાની સૌથી ફેમસ હિરોઈન છે. તે દેખાવ માં એટલી સુંદર છે કે તેની સામે બોલીવુડ ની મોટી મોટી અભિનેત્રીઓ પણ પાછળ રહી જાય. હાલમાં જ બંધ થયેલ તેમનો શો ‘બેહદ’ ખુબજ હીટ હતો. હાલમાં તે ‘બેપનાહ’ માં કામ કરી રહી છે. આજે ભલે તે ખુબજ સ્ટાઈલીશ અને ગ્લેમરસ દેખાતી હોય પરંતુ ફેમસ થયા પહેલા તે દરેક સામાન્ય છોકરીઓ ની જેમ જ દેખાતી હતી.

મૌની રોય : મોની રોય નું નામ પણ ટીવીની ફેમસ અભિનેત્રીઓ માં આવે છે. સીરીયલ ‘નાગિન’ માં મોની રોય નો નાગિન વાળો અંદાજ લોકોને ખુબજ પસંદ આવ્યો હતો. મૌની ફિલ્મ ‘ગોલ્ડ’ થી બોલીવુડ માં ડેબ્યું કરી ચુકી છે. ભલે આજે તે ખુબજ હોટ દેખાતી હોય પરંતુ તસ્વીર માં તમે જોઈ શકો છો. કે પહેલા તે કેટલી સિમ્પલ દેખાતી હતી.

દિવ્યાંકા ત્રિપાઠી : દિવ્યાંકા ત્રિપાઠી સ્ટાર પ્લસ માં ‘એ હે મહોબતે’ માં ઈશિતા નું પાત્ર નિભાવે છે. આજે તેના ફેંસ અને ફોલોવર્સ કોઈ મશહુર બોલીવુડ અભિનેત્રી થી ઓછા નથી. દિવ્યાંકા આજે ટીવી નો એક ખુબજ પ્રખ્યાત ચહેરો છે. પરંતુ તમે આ તસ્વીર માં જોઈ શકો છો. કે પહેલા તે વધારે ગ્લેમરસ નહોતી દેખાતી. જો કે ખુબસુરત તો તે પહેલા પણ એટલી જ હતી. પરંતુ ફેમસ થયા પછી તેઓ આખો લુક બદલાઈ ગયો.

Top