You are here
Home > Ajab Gajab > તાપીના કિનારે આવેલા આ કર્ણના 3 પાનના વડ નું છે ચોંકાવનારું રહસ્ય, વર્ષો જૂનું છે આ વડ.

તાપીના કિનારે આવેલા આ કર્ણના 3 પાનના વડ નું છે ચોંકાવનારું રહસ્ય, વર્ષો જૂનું છે આ વડ.

ગુજરાતમાં સુરત શહેર ઘણું મોટું શહેર ગણાય છે. સુરતની અંદર તાપી નદી આવેલી છે જે ખુબ જ મોટી નદી છે. આ નદીના કિનારે ૫ હજાર વર્ષ પહેલાં એટલે કે લગભગ દ્વાપર યુગના સમયનું આ ત્રણ પાનના વડનું વૃક્ષ છે અને આ વૃક્ષ લોકોમાં આસ્થા અને શ્રધ્ધાનું કેન્દ્ર બની ચૂક્યું છે. તમને એમ વિચાર આવતો હશે કે આ વૃક્ષ છે એટલે તેની ઊચાઇ ૧૦-૨૦ ફૂટ હશે, પરંતુ તેની ઊંચાઈ માત્ર દોઢ ફુટ જેટલી જ છે.

આ ત્રણ પાનના વડનુ ત્યાં ઉગવું એ તાપી નદીનું મહત્વ દર્શાવે છે. આ ત્રણ પાનના વડ સાથે ઘણા પ્રકારની પૌરાણિક અને ધાર્મિક કથાઓ સંકળાયેલી છે. આપણને બધાને ખબર જ હશે કે મહાભારતના અંતમાં મહાયુદ્ધ થયેલું.

આ યુદ્ધના અંતમાં કર્ણનો પણ વધ થયો હતો, ત્યારબાદ તેની અંતિમવિધિ સુરતના અશ્વિનીકુમાર વિસ્તાર ખાતે કરવામાં આવી હતી. તેની યાદગીરીની પ્રતિકરૂપે આ ત્રણ પાનનો વડ ભગવાન શ્રી કૃષ્ણની ઇચ્છાથી ઉગ્યું હતું. લગભગ બધાને ખબર જ હશે કે આ વડ જ્યાં છે ત્યાં એક મંદિર બનાવવામાં આવેલું છે. આ જાણીને ઘણા લોકોને નવાઈ લાગશે કે જ્યારે આ વડમાં ચોથું પાન આવે છે ત્યારે એક પાન ઓટોમેટીક ખરી જાય છે.

કુરુક્ષેત્રના યુદ્ધમાં કર્ણ અર્જૂનની તીરથી ઘાયલ થયા

આપણે બધા જાણીએ જ છીએ કે તાપી નદી ઘણી મોટી નદી છે. ઘણા લોકોને એ પણ નહિ ખબર હોય કે આ તાપી નદી એ સૂર્યની પુત્રી છે અને આપણે એ જાણીએ છીએ કે કર્ણ પણ સૂર્યપુત્ર છે. ધર્મની આ લડાઈ દરમિયાન સુર્યપુત્ર કર્ણ કૌરવો સાથે હતા. યુદ્ધ દરમિયાન જ્યારે કર્ણ અર્જુનના તીરથી ઘાયલ થયા હતા ત્યારે તેઓએ ભગવાન શ્રીકૃષ્ણ પાસે એમની અંતિમ ઈચ્છા કહી હતી. કર્ણની અંતિમ ઈચ્છા એ હતી કે તે એક કુવારીમાંનો દીકરો હોવાથી તેની અંતિમવિધિ પણ એક કુવારી જગ્યા પર જ કરવામાં આવે. ત્યારે આખી દુનિયામાં શ્રી અને પાંડવો ફર્યા પરંતુ ક્યાય એવી જગ્યા ન મળી, છેલ્લે ફક્ત સુરતમાં તાપી કિનારે અશ્વિનીકુમાર પર નાની એવી સોઇ જેટલી કુંવારી જમીન તેમને મળી ગઈ.

શા માટે આ જગ્યાને કહેવામાં આવે છે અશ્વિનીકુમાર ભૂમિ?

ઘણા લોકોને ખબર હશે કે અશ્વિની અને કુમાર બંને કર્ણના ભાઇ હતા અને તાપી કર્ણની બહેન હતી. અશ્વિની અને કુમારે આ ભૂમિ ઉપર એ સમય દરમિયાન તપ કરેલું હતું અને કર્ણની અંતિમ વિધિ પણ આ સ્થળ પર જ કરવામાં આવી હતી. વિધિ દરમિયાન પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને એ પૂછ્યું હતું કે આવનારા સમયમાં લોકોને કઈ રીતે ખબર પડશે કે આ એક કર્ણની સમાધિ ધરાવતી જગ્યા છે? ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે અહીં ત્રણ પાનનો વડ થશે. આ ત્રણ પાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક હશે. તાપી પુરાણમાં પણ આ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલા માટે આ ભૂમિનું નામ પડ્યું અશ્વિનીકુમાર ભૂમિ.

વર્ષોથી આ વડને ત્રણ પાન
વર્ષોથી આ વડને ત્રણ પાન થાય છે. ચૌથુ આવે એટલે એક ખરી જાય છે. સરકારી શાળામાં પણ આનો અભ્યાસ હતો. ઘણા ઇતિહાસકાર અહીં આવી ગયા છે. – મહંતશ્રી વિજયદાસ, ત્રણ પાન વડ,ચારધામ મંદિર, અશ્વિનીકુમાર,સુરત
રીસર્ચ કરવા જેવું તો છે જ
મે ત્રણ પાનના વડની વાત સાંભળી છે. વિશેષ લાગે છે. વૈજ્ઞાનિક રીતે શક્ય નથી. આ વડ બાબતે પ્રબ‌ળ માન્યતા જોડાયેલી છે. તેના પર રીસર્ચ કરવા જેવું તો છેજ. – ડો. એસ.કે.ટાંક, પ્રોફેસર અને હેડ,બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટ, નર્મદ યુનિવર્સિટી
Top