You are here
Home > Featured > તૂટેલા પાટા ઉપટ ઝડપથી આવી રહી હતી ટ્રેન, ગરીબ બાપ દીકરી વચ્ચે ઉભા રહી ગયા, પછી બન્યું કઈક આવું ….

તૂટેલા પાટા ઉપટ ઝડપથી આવી રહી હતી ટ્રેન, ગરીબ બાપ દીકરી વચ્ચે ઉભા રહી ગયા, પછી બન્યું કઈક આવું ….

હંમેશા જોવા મળે છે કે જે લોકોના ઘરે રૂપિયાની અછત હોય છે એમનું દિલ ખુબજ મોટું હોય છે. ઘણી વાર આ લોકો એવું કામ કરી બતાવે છે કે એવું કામ કોઈ અમીર વ્યક્તિ પણ નથી કરી શકતા. એવી જ એક ઘટના ત્રિપુરા ના ધનચારા ગામ માં જોવા મળી. અહી એક ગરીબ ઘરના બાપ દીકરીએ પોતાનો જીવ જોખમમાં મુકીને હજારો લોકો નો જીવ બચાવ્યો. તેમનું નામ છે સ્વપ્ન અને તેની 9 વર્ષ ની બાળકી સોમતી.

સ્વપ્ન અને સોમતી ના કારણે એક ખુબજ મોટી ટ્રેન દુર્ઘટના થતી અટકી ગઈ અને સેકડો લોકો નો જીવ બચી ગયો. આ ઘટના ત્રિપુરા ની છે અહી સ્વપ્ન પોતાના ૭ સભ્યો વાળા પરિવાર માં ખુબજ ગરીબી નની હાલત માં રહે છે. એક દિવસ પરિવારનું ભરણ પોષણ કરવા માટે સ્વપ્ન એ કૈક નવું કરવાનું વિચાર્યું. તે પોતાની દીકરીને પાસેના જંગલમાં ફળ શોધવા માટે લઇ ગયો. અને ફળ ની સાથે તે વાસ પણ કાપવા લાગ્યો જેથી તેને વેચીને પરિવાર નું પેટ ભરી શકે.

એવામાં એણે જોયું કે ખુબજ વરસાદ ના કરને એક એરિયા માં ખુબજ નુકશાન થયું છે. અને ટ્રેન નું પટરી પણ તેમાં તૂટી ગયું છે. અને તેણે વિચાર્યું કે જો ટ્રેન આના પરથી પસાર થશે તો અકસ્માત થઇ શકે છે અને ઘણા લોકો નો જોવ પણ જઈ શકે છે તેથી તે ટ્રેન આવવાની રાહ જોઇને ત્યાજ બેસી રહ્યો.

અને ટ્રેન ની રાહ જોવા લાગ્યો જેથી એ આ દુર્ઘટના થતી રોકી શકે. જો કે આ એરિયા માં એક જ ટ્રેન ચાલતી હતી અને તેથી સ્વપ્ન એ તેની રાહ માં કલાકો સુધી ત્યાં જ બેસી રહેવું પડ્યું. થોડી કલાક ના વાટ જોયા પછી ટ્રેન આવવાનો અવાજ સંભળાયો.

આ ટ્રેન ને રોકવા સ્વપ્ન ટ્રેક ની વચ્ચે ઉભો રહી ગયો. અને પોતાનો શર્ટ ફાડી તેને જંડાની જેમ ફરકાવવા લાગ્યો. ત્યાં ટ્રેન ચલાવનાર ને લાગ્યું કે આ કોઈ પાગલ વ્યક્તિ છે. જે કદાચ ટ્રેન અટકાવી તેમાં બેસવા માંગતો હશે. તેથી તેને ટ્રેન એટલીજ સ્પીડ થી આગળ ચલાવી. જયારે સ્વપ્ન ને લાગ્યું કે ટ્રેન આવી રીતે નહિ અટકે તો તેણે પોતાની આગળ તેની 9 વર્ષ ની દીકરી સોમતી ને પણ ઉભી રાખી દીધી. સોમતી આ રીતે ટ્રેનની સામે ઉભી રહેવાથી ડરવા લાગી. તેના પિતાએ તેને લોકોનો જીવ બચાવવાની વાત કહી.

અને આખરે તૂટેલી પટરી થી થોડાક જ મીટર ના અંતરે ટ્રેન અટકાવી દીધી. જયારે ડ્રાઈવર ને આખી ઘટનાની જાન થઇ તો તેઓ ખુબજ ઈમ્પ્રેસ થઇ ગયા. તેણે બાપ દીકરી સાથે ફોટો પડાવ્યો. અને તેને ફેસબુક પર આખી સ્ટોરી રજુ કરી અને આ બાપ દીકરી ખુબજ ફેમસ થઇ ગયા. અને પછી સ્વોન ને આટલા લોકો નો જીવ બચાવવા બદલ રેલ્વે માં નોકરી આપવામાં આવી અને દરેક લોકો એ તેનો આભાર વ્યક્ત કર્યો.

 

Top