You are here
Home > Gujarati News > કોરોનાને લગતી આ છે કેટલીક ટોપ વાયરલ અફવાઓ જાણો શું છે WHO ની લોકોને સલાહ. બધાએ ખાસ વાંચવું જોઈએ

કોરોનાને લગતી આ છે કેટલીક ટોપ વાયરલ અફવાઓ જાણો શું છે WHO ની લોકોને સલાહ. બધાએ ખાસ વાંચવું જોઈએ

લોકોના દિલો માં કોરોના વાયરસ વિશે ગભરાટ એટલી વધી ગઈ છે કે હવે તેઓ આ ચેપ અંગે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી ઘણી અફવાઓ પર પણ સરળતાથી વિશ્વાસ કરવા લાગ્યા છે. આવી અફવાઓથી થતા ટેન્શન થી લોકોને બચાવવા માટે WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન) એ કોરોના વાયરસ લઈને દુનિયાભર માં ફેલાયેલા કેટલાક વાઇરલ વાતો અને ભ્રમ શેર કરીને તેમની પાછળનું સત્ય શોધવા પ્રયાસ કર્યો છે.

બની શકે છે કે આ વાઇરલ અફવાઓ ની વચ્ચે કેટલીક એવી પણ અફવાઓ હોઈ શકે, જેને આજ સુધી તમે પણ સાચી જ માની રહ્યા હોય. આવી જ અફવાઓ વચ્ચે ચાલો આપણે જાણીએ કે શું છે વિશ્વ આરોગ્ય સંસ્થાની લોકો ને સલાહ

ગરમ ઋતુ માં નથી ફેલાઈ શકતો કોરોના

લોકોમાં કોરોનાથી ફેલાયેલી ગભરાટ વચ્ચે એક અફવા સાંભળવા મળી રહી છે કે તાપમાનમાં વધારો અને હવામાન ગરમ થતાં જ કોરોના નામનો વાયરસ જાતે જ ખતમ થઇ જાય છે. તેથી વ્યક્તિએ દિવસમાં ઘણી વખત ગરમ પાણીથી સ્નાન કરવું જોઈએ.

ડબ્લ્યુએચઓ (WHO) નું માનવામાં આવે તો કોરોના નો વાયરસ કોઈપણ વિસ્તારમાં, કોઈપણ જગ્યાએ ફેલાય શકે છે. કોરોના ચેપનું વાતાવરણ અથવા કોઈ પણ જળવાયું સાથે કોઈ સંબંધ નથી. તાપમાનમાં વધારો થવાથી કોરોના વાયરસનો પ્રભાવ ઓછો થશે કે નહિ. તેની પુષ્ટિ હજી સુધી કોઈ વૈજ્ઞાનિકો એ કરી નથી.

ન્યુમોનિયા ની દવાઓ લેવાથી શું રોકી શકાય છે કોરોના વાયરસ-

ન્યુમોનિયાના રસી જેવા ન્યુમોકોકલ રસી અને હિમોફિલસ ઈન્ફલ્યુએન્ઝા પ્રકાર બી રસી થી કોરોના વાયરસ મરતા નથી. તેની પાછળનું કારણ એ છે કે કોરોના વાયરસ અત્યારે વૈજ્ઞાનિકો માટે પણ સંપૂર્ણપણે નવો અને અલગ છે. આને રોકવા માટે તેઓએ આ વાયરસ માટે રસીઓ બનાવવી પડશે.

આલ્કોહોલ અથવા ક્લોરીન છાંટવાથી મળશે રાહત

આલ્કોહોલ અથવા ક્લોરિન ફ્લોર પરના સૂક્ષ્મજંતુઓને મારવા માટે કામ કરી શકે છે, પરંતુ તે બંને કોરોનાને રોકવા માટે અસરકારક ઉપાય નથી.

કોરોના વાયરસને હેન્ડ ડ્રાયરની મદદથી દૂર કરી શકાય છે-

જે લોકો ને એ લાગે છે કે તેઓ કોરોના વાયરસને હેન્ડ ડ્રાયરની મદદથી ખતમ કરી શકે છે તે ખોટું છે. કોરોના વાયરસને પોતાની જાતથી દૂર રાખવા માટે ડબ્લ્યુએચઓ (WHO) એ વ્યક્તિને પોતાના હાથો ને આલ્કોહોલના મિશ્રિત સાબુ અથવા હેન્ડ વોશ થી સારી રીતે ધોવાની સલાહ આપી છે.

કોરોના વાયરસ મચ્છરના કરડવાથી ફેલાય છે

કોરોના વાયરસ કોઈ મચ્છરના કરડવાથી ફેલાય છે. અત્યાર સુધી તેના વિશે કોઈ માહિતી મળી નથી. કોરોના વાયરસ એ શ્વસન વાયરસ છે જે મુખ્યત્વે એક ચેપગ્રસ્ત વ્યક્તિની ઉધરસ, છીંક અથવા લાળના ટીપાંના માધ્યમ થી અથવા નાક થી બીજા વ્યક્તિ સુધી ફેલાય છે. આ વાયરસથી પોતાને બચાવવા માટે તમારા હાથને આલ્કોહોલિક હેન્ડ વોશથી વારંવાર ધસીને સાફ કરો. તે ઉપરાંત ઉધરસ અને છીંક આવતી હોય તે વ્યક્તિ ની નજીકના સંપર્કને ટાળો.

શું અલ્ટ્રાવાયલેટ લાઇટની મદદથી કોરોનાને દૂર કરી શકાય છે?

જણાવી દઈએ કે, અલ્ટ્રાવાયલેટ લાઇટ સ્ટરલાઇઝરનો ઉપયોગ ન કરવો જોઈએ. અલ્ટ્રાવાયલેટ લાઈટના અતિશય ઉપયોગથી ત્વચા બળી થઈ શકે છે.

શું લસણ ખાવાથી કોરોના વાયરસના ચેપ અટકાવી શકાય છે-

લસણ ખાવાથી વ્યક્તિને આરોગ્યને લગતા ઘણા ફાયદાઓ મળે છે. લસણમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મોની હાજરીને કારણે તે શરીરને ઘણા રોગોથી સુરક્ષિત કરે છે. છતાં હજી સુધી આવા કોઈ પુરાવા મળ્યા નથી કે લસણ ખાવાથી લોકો ને કોરોનાવાયરસ થી બચાવી શકાય છે. એવું ન કહી શકાય કે મીઠાના પાણીથી નિયમિત નાક સાફ કરવા થી કોરોના રોકી શકાય છે. એવું ન કહી શકાય કે મીઠા પાણીથી દરરોજ નાક સાફ કરીને તમે પોતાને કોરોના વાયરસથી બચાવી શકાય. જો કે આમ કરવાથી તમે સામાન્ય શરદીથી ઘણી હદ સુધી સ્વસ્થ થઇ શકો છો.

 

કોરોના વાયરસથી ચેપી લોકો ને શોધવા માટે થર્મલ સ્કેનર્સ કેટલા અસરકારક છે?

થર્મલ સ્કેનર્સ એ લોકોને શોધવા માટે પ્રભાવી છે. જેમાં કોરોનો વાયરસ ચેપને લીધે તાવ જેવા લક્ષણો આવવા લાગ્યા છે. જો કે, તેઓ એવા લોકોને શોધી શક્યા નથી જે ચેપગ્રસ્ત છે. પરંતુ હજુ સુધી તેમાં તાવ જેવા લક્ષણો જોવા મળ્યા નથી. એવું એટલા માટે છે કારણ કે ચેપગ્રસ્ત લોકો ના બીમાર પડવા થી અને તાવ આવે તે પહેલાં 2 થી 10 દિવસ લાગે છે.

Top