You are here
Home > Gujarati News >  ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માં થઇ ગઈ છે આ એક્ટ્રેસ ની ફરીથી એન્ટ્રી, ફેંસ માટે ખુશખબરી

 ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ માં થઇ ગઈ છે આ એક્ટ્રેસ ની ફરીથી એન્ટ્રી, ફેંસ માટે ખુશખબરી

ટીવી નો સૌથી પોપ્યુલર કોમેડી શો ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ હંમેશા થી જ દર્શકો ને ખુબ જ પસંદ આવી રહ્યો છે. એમાં દરેક લોકો નું પાત્ર ખુબ જ સારું બતાવવામાં આવ્યું છે. લગભગ આ શો દરેક લોકો ને પસંદ હોય છે. આ શો એવો છે કે જેને પરિવાર ની સાથે બેસી ને પણ જોઈ શકાય છે. આ શો માં પરિવાર માં જે પણ કઈ બનતું હોય છે તે બધું જ બતાવે છે. આ શો માંથી ઘણું જાણવા પણ મળી રહે છે.

તો ચાલો જાણીએ કોણ આવી ગયું છે પાછું.

દયાબેન અને જેઠાલાલ ની જોડી ફેંસ ની વચ્ચે ખુબ જ મશહુર થઇ ગઈ છે, હવે ફેંસ માટે એક ખુશ ખબરી સામે આવી છે. તે ખુશખબરી એવી છે કે શો ની રીટા રિપોર્ટર અક્કા પ્રિયા અહુજા ફરીથી શો માં જોવા મળવાની છે. તે લાંબા સમય થી શો માંથી ગાયબ થઇ ચુકી હતી. ગાયબ રહેવાનું કારણ એની પ્રેગનેન્સી હતી.

છેલ્લા વર્ષ નવેમ્બર ના મહિના માં એમણે એક બેબી ગર્લ ને જન્મ આપ્યો. એના માટે પ્રિયા અહુજા એ ગ્રેંડ પાર્ટી પણ રાખી હતી અને સાથે જ બેબી શાવર ની ફોટો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ હતી.

પ્રિયા અહુજા એ શો માંથી થોડા સમય માટે રજા લીધી હતી. પપ્રિયા અહુજા ના પતિ માલવ રાજદા એ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરેલ છે. એમણે ફેંસ ને હિન્ટ આપતા પ્રિયા અહુજા ની એન્ટ્રી શો માં ફરીથી થવાની છે એવું એલાન હતું  છે. તે શો માં જલ્દી જ રીટા રિપોર્ટર ના રોલ માં જોવા મળશે. માલવે પોસ્ટ શેયર કરતા લખ્યું છે કે રીટા એમની મેટરનિટી બ્રેક પછી પાછી આવી ગઈ છે. આ જોઇને ખુબ જ સારું લાગે છે કે એને મારો ઓર્ડર ફોલોવ કરવા પડે છે.

પ્રિયા ની શો માં એન્ટ્રી થવાથી ફેંસ ખુબ જ ઉત્સાહિત છે. અમે તમને જણાવી દઈએ કે શો માં પ્રિયા ની એક્ટિંગ ને ખુબ જ પસંદ કરવામાં આવે છે. પોપટલાલ ની સાથે એની લડાઈ ને ફેંસ ખુબ જ મિસ પણ કરી રહ્યા છે.

 

Leave a Reply

Top