You are here
Home > Featured > જો તમને હતાશ હોવ નિષ્ફળતા જ મળતી હોય તો આ જરૂર વાચો…આપણે આપણા સકારાત્મક વિચારોથી અસફળતાને સફળતામાં બદલી શકીએ છીએ

જો તમને હતાશ હોવ નિષ્ફળતા જ મળતી હોય તો આ જરૂર વાચો…આપણે આપણા સકારાત્મક વિચારોથી અસફળતાને સફળતામાં બદલી શકીએ છીએ

સફળતા મેળવવા માટેનો રસ્તો ખુબ જ અઘરો હોય છે. અને સફળતા મેળવવા માટે ખુબજ મહેનત કરવી પડે છે. જો જીવનમાં ખુબજ સંઘર્ષ કરવામાં આવે તો અસફળતા ને સફળતામાં આસાનીથી બદલી શકાય છે. આપના ધાર્મિક ગ્રંથોમાં આ વિષે ઘણી બધી કથાઓ જણાવેલ છે. જો આપણે કઈક મેળવવાનું વિચારી લઈએ અને સાચા મનથી મહેનત કરીએ તો એ વસ્તુ આપણને જરૂરથી મળી જાય છે.

રામાયણમાં હનુમાનજી સાથે જોડાયેલ એક પ્રસંગ દર્શાવવામાં આવ્યો છે. તેના પરથી આપણને એ સીખવા મળે છે કે જીવનમાં આપણે કેવી રીતે સફળ થવું. પ્રસંગ અનુસાર રામજી ને એક દિવસ સીતા માતાની ખુબજ યાદ આવતી હતી. અને ભગવાન શ્રી રામ વિચારવા લાગ્યા કે સીતાજી રાવણ ની કેદમાં સુરક્ષિત હશે કે નહિ? ભગવાન શ્રી રામ ને ચિંતા માં જોઈ હનુમાનજી એ કારણ પૂછ્યું તો રામજી એ જણાવ્યું કે સીતા રાવણ ની કેદમાં સુરક્ષિત હશે કે નહિ.?

રાવણ સીતા પર અત્યાચાર કરી રહ્યો હશે. રામજી ની આ વાત સંભાળીને હનુમાનજી એ કહ્યું. હે પ્રભુ તમે ચિંતા ના કરો, હું સીતા માતા ની ખબર લઈને આવું છું. હનુમાનજી ની આ વાત સાંભળીને રામજીની ચિંતા દુર થઇ ગઈ.

પરંતુ હનુમાનજી વિચારમાં પડી ગયા કે તેઓ સીતાજી ને આવડી મોટી લંકામાં કેવી રીતે ગોતશે. કારણ કે હનુમાનજીએ સીતા માતા ને ક્યારેય જોયા નહોતા અને એ કેવા દેખાય છે એ પણ તેમને નહોતી ખબર. તેમજ લંકા કેવી છે અને લંકામાં સીતાજી ક્યાં સ્થાન પર હશે એ પણ નહોતી ખબર. પરંતુ તેમ છતાં હનુમાનજી સીતા માતાને શોધવા લંકા પહોચી ગયા.

લંકા જઈને હનુમાનજી એ સીતા માતા ને બધી જગ્યાએ શોધ્યા પરંતુ મળ્યા નહિ. અને તેથી હનુમાનજી દુખી થઇ ગયા અને હતાશ થઇ ને એક બાજુ બેસી ગયા. હનુમાનજી ને લાગ્યું કે તેઓ આટલી મોટી લંકામાં નહિ શોધી શકે. અને પછી થોડી વાર વિચાર્યા પછી એમને થયું કે ચલ ને જંગલ અથવા કોઈ શાંત જગ્યા પર જઈને શોધું. અને આવું વિચારી હનુમાનજી એ ફરીથી સીતા માતા ને શોધવાનું ચાલુ કર્યું અને હનુમાનજી ને તેમના કાર્ય માં સફળતા મળી. આખરે હનુમાનજી ને માતા સીતા અશોક વાટિકા માં મળ્યા. આવી રીતે હનુમાનજી એ પોતાની સકારાત્મક વિચારોથી અસફળતા ને સફળતા માં બદલી.

આ પ્રસંગ માંથી મળતી સીખ :  જીવનમાં આપને ઘણી વાર નિરાશ થઇ જઈએ છીએ અને તેના કારણે આપને કોશિશ કરવાનું છોડી દઈએ છીએ. જે ખોટું છે. જો આપને પણ હનુમાનજી ની જેમ આપણા વિચારોને સકારાત્મક રાખીએ તો આપણી અસફળતા ને સફળતા માં બદલી શકીએ છીએ.

Top