You are here
Home > Featured > સ્કુલના ક્લાસ ને બહારથી બંધ કરી દેતી હતી ટીચર, નશીલી દવાઓ ખવડાવીને થતું હતું યૌન શોષણ

સ્કુલના ક્લાસ ને બહારથી બંધ કરી દેતી હતી ટીચર, નશીલી દવાઓ ખવડાવીને થતું હતું યૌન શોષણ

મિત્રો, આપણા દેશમાં જ નહિ ઘણા દેશમાં એવા કિસ્સા થાય છે. સ્કુલમાં વિદ્યાર્થીઓ ને હેરાન તો કરે જ છે એની સાથે ઘણા શારીરિક શોષણ પણ કરે છે. આપણા દેશમાં ઘણી વાર બળાત્કાર ના કિસ્સા સામે આવ્યા છે. આ રેપ કરવા પર એને કોઈ સખત સજા મળતી નથી એટલે આ કિસ્સા ઓછા થતા નથી. એવું તમે ક્યારેય નહિ સાંભળ્યું હોય કે સ્કુલમાં નશીલી દવા આપીને વિદ્યાર્થીની ઓ નો રેપ કરવામાં આવે.

આજે અમે તમને એક એવો જ કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ, જે જાણીને તમને પણ ખુબ જ હેરાની થશે. તો ચાલો જાણી લઈએ સ્કુલ ના વિદ્યાર્થી અને એના ટીચર વચ્ચે ના કિસ્સા વિશે વિસ્તારમાં..

ઉત્તર પ્રદેશ ના સીતાપુર માં એક સરકારી સ્કુલમાં વિદ્યાર્થી ને નશીલી દવાઓ ખવડાવી ને યોન શોષણ કરવા નો કિસ્સો સામે આવ્યો છે.  સ્કુલ માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ના પિતા એ આરોપ લગાવ્યો છે કે સ્કુલ માં વિદ્યાર્થી ઓ ને નશીલી દવા નું સેવન કરાવવામાં આવે છે, એ પછી એ વિદ્યાર્થીઓ નું યૌન ઉત્પીડન કરવામાં આવે છે એટલે કે વિદ્યાર્થી નું યૌન શોષણ કરવામાં આવે છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ નો અશ્લીલ વિડીયો પણ બનાવવા માં આવે છે, જેથી એને બ્લેકમેલ કરી શકે.

આ કિસ્સો મહોલી સ્ટેશન વિસ્તાર ના રાજકીય ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય સાથે સંકળાયેલો છે. અહી અભ્યાસ કરવા માટે જતી એક વિદ્યાર્થી જયારે જતી ત્યારે તે નશામાં હોય તેવું જોવા મળતું. જેના કારણે પીડિત વિદ્યાર્થી ના પિતા એની છોકરી ને નશા ની હાલત માં પરેશાન જોઇને, પછી જયારે એને પૂછવામાં આવ્યું તો સત્ય જાણીને એના પિતાના પગ એકદમ થી ભારે થઇ ગયા અને તેને ખુબ જ મોટો ઝટકો લાગ્યો.

પીડિત વિદ્યાર્થી એ જણાવ્યું કે સ્કુલ ની એક મહિલા કર્મચારી ની મદદથી તે વિસ્તાર ના દબંગ લોકો સ્કુલ ની વિદ્યાર્થીની ઓ સાથે યૌન શોષણ કરે છે. આ દરમિયાન એના વિડીયો બનાવવામાં આવ્યા છે. અને જયારે કોઈ વિદ્યાર્થી એનો વિરોધ કરે છે તો તે વિદ્યાર્થી ને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપવામાં આવે છે. સ્કુલ ની ટીચર ક્લાસ માં બહારથી બંધ કરી ને ચાલી જતી હતી.

જે પછી પીડિત વિદ્યાર્થી ના પિતા એ આ ઘટના ની ફરિયાદ પોલીસ ને કરી છે. પિતા એ આરોપ લગાવ્યો છે કે એની છોકરી સહીત અન્ય ઘણી બધી વિદ્યાર્થીની ઓ ને નશીલી દવાઓ નું સેવન કરાવી ને પછી એની સાથે યૌન શોષણ કરે છે.

 

Top