
આ વ્યસ્તતા ભરેલા જીવન મા લોકો પોતાનો ખ્યાલ પણ રાખી ના શકે. પૈસા કમાવવા પાછળ એટલા ગાંડાતુર થયા છે કે પોતાની તબિયત બગાડે છે. આહાર લેવાનો સમય પણ અનિયમિત થઇ જાય. પરિણામે શરીર ના બોન્સ મા પણ નબળાઇ અનુભવવા લાગે છે. દિલ્હી મા થયેલા એક સંશોધન મા એક એવી વાત સામે આવી કે ૯ ટકા લોકો આ હાડકા ને લગતી નબળાઇ ના રોગ થી મૃત્યુ પામે છે.
કોઇપણ રોગ આપણા શરીર મા નોતરું આપીને નથી આવતો. જો તમને તમારા શરીર ના જરા પણ નબળાઇ નો અહેસાસ થાય તુરંત જ દવાખાને જઇ ડોકટર પાસે થી આ સમસ્યા નું નિદાન મેળવો. જો તમને હાડકા સંબંધિત કોઇપણ બીમારી થી પીડાતા હોવ તો થજો સાવધાન.
ન્યુ દિલ્લી ના ઇનદ્રપ્રસ્થ વિસ્તાર મા સ્થિત એપોલો હોસ્પિટલ ના ઓર્થોપેડીક સેકશન તરફ થી તથા આર્થરાયટીસ ફેયર ફાઉન્ડેશન ની સહાય થી કરવા મા આવેલા એક સંશોધન અનુસાર ૩૮ થી ૬૮ ની વય ના લોકોમાંથી અંદાજીત ૯ ટકા જેટલા આસ્ટીયોપોરોસીસ તથા ૬૦ ટકા જેટલા આસ્ટીયોપેના થી પીડાતા હોય છે.
આસ્ટીયોપોરોસીસ ની પરિસ્થિતિ મા હાડકા એટલા નબળી પડી જાય કે નીચે પડવા થી , વાંકું વળવા થી , છીંક ખાવા થી પણ હાડકા મા ફેકચર થઇ જાય. આ ફેકચર મુખ્યત્વે કાંડા તથા રીઢ ના હાડકા પર અસર કરે છે. આ માટે ના થોડા ઘરગથ્થુ નુસખાઓ છે જે નીચે મુજબ છે :
૧) નાની-નાની મછલીઓ ના હાડકા તથા માંસ મનુષ્ય ના હાડકા મા મજબૂતાઇ લાવવા માટે ઉપયોગી છે. માછલીઓ મા પણ સાર્ડીન તથા સામન સૌથી શ્રેષ્ઠ માછલીઓ ગણાય. આ માછલીઓ હાડકા ની મજબૂતાઇ મા ભાગ ભજવતા તમામ પોષકતત્વો ધરાવે છે.
૨) શરીર ના હાડકા ની મજબૂતાઇ વધારવા માટે મગફળી તથા બદામ નું વધુ પડતું સેવન કરવું. જેથી તેમાં રહેલા હાડકા ના નિર્માણ મા ભાગ ભજવતા પોષકતત્વો શરીર ને પ્રાપ્ત થઇ જાય.
૩) જો તમારા શરીર મા કેલ્શિયમ ની ઉણપ હોય તો મીઠા નો આહાર મા નિયંત્રિત પ્રમાણ મા ઉપયોગ કરવો. કારણ કે વધુ મીઠા ના સેવન થી પેશાબ નું પ્રમાણ વધી જાય અને પેશાબ ની સાથોસાથ કેલ્શિયમ નું પણ વહન થઇ જાય છે માટે મીઠા નો ઓછો ઉપયોગ કરવો.
૪) કેલ્શિયમ પ્રાપ્ત કરવા માટે ની સૌથી સારી વસ્તુ હોય તો તે છે દૂધ. તેમાથી કેલ્શિયમ વિપુલ પ્રમાણ મા મળી રહે. નિયમિત ૨ ગ્લાસ દૂધ ના સેવન થી હાડકા મજબૂત બને.
૫) કેલ્શિયમ માટે વિટામિન ડી મહત્વપૂર્ણ છે આ માટે તમે ઇંડા નો આહાર મા ઉપયોગ કરી શકો. કાર ણકે ઇંડા મા વિટામિન ડી ભરપૂર પ્રમાણ મા પ્રાપ્ત થઇ રહે છે.