You are here
Home > Gujarati News > શું તમે ક્યારે ધાણાની ચટણીનો ટેસ્ટ કર્યો છે? તો આ ટેસ્ટી અને ચટપટી ચટણીની નોંધીલો રેસિપી

શું તમે ક્યારે ધાણાની ચટણીનો ટેસ્ટ કર્યો છે? તો આ ટેસ્ટી અને ચટપટી ચટણીની નોંધીલો રેસિપી

મિત્રો આમ તો આપણે ઘણી અલગ અલગ જાતની ચટણી ખાતા હોઈએ છીએ. પણ આજે અમે જે તમને જણાવવા જય રહ્યા છીએ તે છે ધાણાની ચટણી બનાવવાની રેસીપી આ પ્રમાણે છે અને આમ તો આ ચટણીને લીલી ચટણી તારીખે પણ ઓળખવામાં આવે છે. લીલા ધાણાની ચટણી ને સેન્ડવીચ અને રગડા પેટીસ ને સાથે પીરસવામાં આવે છે.

બનાવવાની સામગ્રી

૧૦૦ ગ્રામ લીલા ધાણા, ૨ ચમચી મગફળી, ૨ નંગ લીલા મરચા, ૧ ચમચી આદુ, ૧ ચમચી લસણ, ૧ ચમચી નારિયેળ, ૧ લીંબુ, ૧ ચમચી ખાંડ, મીઠું, સ્વાદ મુજબ

બનાવવાની રીત

મિત્રો આ માટે સૌથી પહેલા તમારે માર્કેટ માથી લાવેલા લીલા ધાણાને ધોઈને સાફ કરી નાખવાના છે. હવે લીલા ધાણા સિવાય બધી સામગ્રીને મિક્સ ગ્રાઈન્ડરમાં ને મિક્સર ચાલુ કરીને બધી સામગ્રીને પીસી નાખો.

ત્યાર બાદ હવે લીલા ધાણાને મિક્સરમાં નાખીને પીસી કાઢો. હવે તેનો ટેસ્ટ ચાખી લો અને જો જરૂરત જણાઈ તો મુજબ ખાંડ અને લીંબુનો રસ નાખો. લીલા ધાણાની ચટણી તૈયાર છે. ધાણાની બનાવવા માટે આપણે આ ચીજ વસ્તુઓની જરૂર પડશે.લીલા ધાણા, શેકેલા સીંગદાણા, નારિયેળ, લસણ, આદુ લીલા મરચા, લીંબુનું પાણી અને ખાંડ.

Top