
શ્રાવણ ને શિવજી નો મહિનો માનવામાં આવે છે અને આ દરમિયાન શિવજી ની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે શિવજી ની પૂજા કરવાથી દરેક મનોકામના પૂરી થઇ જાય છે અને જે લોકો ના લગ્ન થઇ રહ્યા નથી, એના લગ્ન પણ જલ્દી થઇ જાય છે. હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર ચૈત્ર માસના પ્રારંભ થતા દરેક વર્ષના પાંચમા મહિનામાં જ શ્રાવણ માસ આવે છે.
આ માસ ભગવાન શિવને સમર્પિત હોય છે, જેથી આ દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન અને ભગવાન શિવના રૃદ્રાભિષેકનું પણ વિશેષ મહત્વ હોય છે.
દર સોમવાર શિવજી પર ચડાવવું જળ
શ્રાવણ માસ દરમિયાન શિવજી ની પૂજા કરવામાં આવે છે અને એના પર જળ અર્પિત કરવામાં આવે છે. એ ઇવાય કુંવારી છોકરીઓ અને છોકરા વ્રત પણ કરે છે. જો તમે પણ શિવજી પાસેથી કંઇક માંગવા ઇચ્છતા હોય તો પૂરો શ્રાવણ માસ શિવજી ની પૂજા કરવી.
આ રીતે કરવી શિવજી ની પૂજા
- શિવજી ની પૂજા સવારના સમયે કરવામાં આવે છે. એટલા માટે તમે સવારે સ્નાન કરીને પછી મંદિર જઈને શિવજી ની આરાધના કરો.
- સૌથી પહેલા શિવલિંગ પર જળ અર્પિત કરવી. એ પછી શિવલિંગ પર દૂધ, ઘી, ખાંડ, દહીં, ગંગા જળ અર્પિત કરવું.
- આ વસ્તુ ચડાવીને પછી શિવલિંગ પર ફરીથી જળ અર્પિત કરવું અને શિવલિંગ ને સારી રીતે સાફ કરવી.
- એ પછી શિવ પર બીલીપત્ર, ફળ, ફૂલ અર્પિત કરવા.
- શિવલિંગ ને ચંદન નું તિલક લગાવવું.
- પછી શિવની સામે દીવો કરવો અને આંખ બંધ કરીને નીચે બતાવવામાં આવેલા શિવ શંકર ની સ્તુતિ અને મંત્રો ને વાચવા.
ભગવાન શિવ શંકરની સ્તુતિ
जय नाथ कृपासिन्धो जय भक्तार्तिभंजन।
जय दुस्तरसंसार-सागरोत्तारणप्रभो॥
प्रसीद मे महाभाग संसारात्र्तस्यखिद्यत:।
सर्वपापक्षयंकृत्वारक्ष मां परमेश्वर॥
શિવના પ્રિય મંત્ર
૧. ॐ नमः शिवाय।
૨. नमो नीलकण्ठाय।
૩. ॐ पार्वतीपतये नमः।
૪. ॐ ह्रीं ह्रौं नमः शिवाय।
૫. ॐ नमो भगवते दक्षिणामूर्त्तये मह्यं मेधा प्रयच्छ स्वाहा।
૬. ऊर्ध्व भू फट्।
૭. इं क्षं मं औं अं।
૮. प्रौं ह्रीं ठः।
મંત્ર વાંચીને પછી શિવની આરતી પણ કરવી. યાદ રાખવું કે તમે આરતી ને ઉભા રહી ને જ કરો. શિવજી ની આરતી આ રીતે છે.
શિવ ની આરતી
ॐ जय शिव ओंकारा, भज हर शिव ओंकारा।
ब्रह्मा, विष्णु, सदाशिव, अर्द्धांगी धारा॥ ॐ जय शिव ओंकारा॥
एकानन चतुरानन पंचानन राजे।
हंसासन गरूड़ासन वृषवाहन साजे॥ ॐ जय शिव ओंकारा॥
दो भुज चार चतुर्भुज दसभुज अति सोहे।
तीनो रूप निरखते त्रिभुवन जन मोहे॥ ॐ जय शिव ओंकारा॥
अक्षमाला वनमाला मुण्डमाला धारी।
त्रिपुरारी कंसारी कर माला धारी॥ ॐ जय शिव ओंकारा॥
श्वेताम्बर पीताम्बर बाघम्बर अंगे।
सनकादिक ब्रहमादिक भूतादिक संगे॥ ॐ जय शिव ओंकारा॥
कर के मध्य कमण्डलु चक्र त्रिशूल धर्ता।
सुखकारी दुखहारी जगपालन कारी॥ ॐ जय शिव ओंकारा॥
ब्रह्मा विष्णु सदाशिव जानत अविवेका।
प्रणवाक्षर में शोभित ये तीनों एका॥ ॐ जय शिव ओंकारा॥
त्रिगुण स्वामी जी की आरती जो कोई नर गावे।
कहत शिवानन्द स्वामी सुख संपति पावे॥ ॐ जय शिव ओंकारा॥
શ્રાવણ સોમવાર વ્રતની તિથિઓ
પ્રથમ શ્રાવણ સોમવાર વ્રત – 6 જુલાઈ, 2020
બીજો શ્રાવણ સોમવાર વ્રત – 13 જુલાઈ, 2020
ત્રીજો શ્રાવણ સોમવાર વ્રત – 20 જુલાઈ, 2020
ચોથો શ્રાવણ સોમવાર વ્રત – 27 જુલાઈ, 2020
અંતિમ પાંચમો શ્રાવણ સોમવાર વ્રત 03 ઓગસ્ટ, 2020
દર સોમવાર મંદિર જઈને શિવજી પૂજા જરૂર કરવી અને વ્રત પણ કરવું. એવું કરવાથી શિવ જરૂર પ્રસન્ન થઇ જશે. વ્રત દરમિયાન ફક્ત ફળ અને દૂધનું સેવન કરવું.