You are here
Home > Gujarati News > શા માટે શ્રાવણમાં સોમવાર જ નહિ શનિવાર પણ હોય છે ખાસ.. કિસ્મત બદલવી હોય તો ભૂલ્યા વગર કરો આ કામ, મળશે શિવજી અને હનુમાન જીના આશીર્વાદ

શા માટે શ્રાવણમાં સોમવાર જ નહિ શનિવાર પણ હોય છે ખાસ.. કિસ્મત બદલવી હોય તો ભૂલ્યા વગર કરો આ કામ, મળશે શિવજી અને હનુમાન જીના આશીર્વાદ

અત્યારે શ્રાવણ નો મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનો મહાદેવ નો પ્રિય મહિનો ગણાય છે. મહાદેવના ભક્તો આ મહિના માં ઘણા વ્રત ઉપવાસ કરે છે. એમાં પણ શ્રાવણ મહિના માં સોમવાર ઉપવાસ માટે ખુબ જ ખાસ માનવામાં આવે છે. સોમવાર ઉપરાંત શનિવાર ના રોજ પણ ઉપવાસ કે વ્રત કરવા એ ખાસ માનવામાં આવે છે. આ મહિના ના શનિવાર ના રોજ કરવામાં આવેલા ઉપાયોથી શનિદેવ ની સાથે જ શિવજી અને અન્ય દરેક દેવી દેવતાઓ ની પણ કૃપા પ્રાપ્ત કરવામાં આવી શકાય છે.

ભગવાન ની પ્રસન્નતા થી કુંડળી માં રહેલા દરેક દોષ દુર થાય છે અને ધન સબંધી કાર્યો માં લાભ મળી શકે છે. આજે અમે તમને શ્રાવણ મહિના ના શનિવાર ના રોજ ક્યાં ક્યાં ઉપાય કરી શકાય છે એના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણી લઈએ કે શનિવાર ના રોજ ક્યાં ક્યાં ઉપાય એવા છે જે કરવાથી તમારી મનોકામના પૂર્ણ થાય છે.

શનિવાર ના રોજ કરવાના ઉપાયો : કોઈ ગરીબ ને પહેરવા લાયક બુટ કે ચપ્પલ દાન કરવા.

  • પીપળા ના ઝાડ ને પાણી ચડાવવું અને સાત પરિક્રમાઓ કરવી. આ ઉપાય ને કરવાથી શનિ ની સાથે સાથે રાહુ કેતુ ના દોષ પણ દુર થઇ જશે.

  • શ્રાવણ મહિના માં લોઢા ના ત્રિશુળ નું દાન શિવ, ભૈરવ અથવા માં દુર્ગા ના મંદિર માં કરવું.

  • શ્રાવણ મહિના માં હનુમાનજી ની સામે ચમેલી ના તેલ નો દીવો કરવો અને હનુમાન ચાલીસા નો પાઠ કરવો.

  • શ્રાવણ મહિના માં વાંદરા ને કાળા ચણા, ગોળ અને કેળા ખવડાવવા. આ ઉપાય ને કરવાથી હનુમાન જી ની સાથે સાથે શનિ દેવ ની પણ કૃપા મળે છે.

  • અડદ ની દાળ પીસીને લોટ બનાવી લેવો અને આ લોટમાં પાણી મિક્ષ કરીને બાંધી લેવો. એ પછી આ લોટ ની ગોળીઓ બનાવીને માછલીઓ ને ખવડાવવી.

  • પિંજરામાં બંધ કોઈ કાળી ચકલી ખરીદવી અને ખરીદી ને એને આજાદ કરી દેવી એટલે કે એને ઉડાવી દેવી. એવું કરવાથી શનિ દોષ દુર થશે.

  • થોડી રાઈ લેવી એટલે કે ઈચ્છા અનુસાર રાઈ લેવી અને એને કાળા કપડા માં બાંધીને પીપળા ના મૂળ માં રાખી દેવી. આ ઉપાય ને કરવાથી વિવાહ સબંધી પરેશાનીઓ દુર થશે.

  • એક કટોરી માં તેલ લઈને એમાં પોતાનો ચહેરો જોવો અને એ પછી એ તેલ ને દાન કરી દેવું.

  • શનિવાર ના રોજ કાળા ઘોડા ની નાળ થી બનેલી અંગુઠી ધારણ કરવી. કોઈ સ્મશાન માં લાકડી નું દાન કરવું.

  • દર શનિવાર ના રોજ સાંજે પીપળા ના ઝાડ પર દીવો કરવો.

  • કાળી કીડીઓ ને લોટ અને સાકર ખવડાવવી.
Top