You are here
Home > Astrology > રાશી પરથી જાણો કેવો રહેશે તમારો શ્રાવણ માસ, મહાદેવજી આપશે આશીર્વાદ કે પછી વધશે કષ્ટ અને મુશ્કેલીઓ

રાશી પરથી જાણો કેવો રહેશે તમારો શ્રાવણ માસ, મહાદેવજી આપશે આશીર્વાદ કે પછી વધશે કષ્ટ અને મુશ્કેલીઓ

વણ માસ ઉત્તર ભારતમાં 17 જુલાઈ 2019થી આરંભ થઈ ગયો છે આપણે ત્યાં ગુજરાતમાં અમાસ પછી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થશે.  શ્રાવણ મહિનાને લઈને શિવ ભક્તો માં ખુબજ ઉત્સાહ જોવા મળે છે દરેક લોકો ભગવાન શિવજીને પ્રસન્ન કરવાની કોશિશ કરે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ શ્રાવણ મહિનો તમારા માટે કેવો રહેશે?

શું તમને પણ એ દરેક સુખ પ્રાપ્ત થશે જેની તમે ઈચ્છા રાખો છો કે પછી આ મહિનામાં તમારી સાથે કઈક ખરાબ પણ બની શકે છે.  આ દરેક વાતો ની જાણકારી તમને રાશી અનુસાર આજે અમે બતાવીશું, આ રાશી તમને જણાવશે કે તમારો આ શ્રાવણ માસ ક્યાં પ્રકારનો રહેશે.

મેષ : અ લોકો માટે શ્રાવણ માસ માં થોડી ખુશીઓ જરૂર છે, સાથે જ કોઈ સબંધ તૂટવાની દુખ પણ આવી શકે છે. એવામાં સમજદારી પૂર્વક સબંધો સાચવી લેવા જરૂરી  છે.

વૃષભ : આ રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો ખુબજ ખાસ રહેવાનો છે. આ મહિનામાં એમના જીવનમાં કોઈ એવી ઘટના બનશે જેનાથી જીવનમાં ખુબજ મોટો પોઝીટીવ બદલાવ આવશે.

મિથુન : આ લોકોને ધન લાભ થવાના પુરા યોગ છે. જો તેઓ શિવજીને પ્રસન્ન કરશે તો નોકરી અથવા વ્યવસાય માં ખુબજ લાભ થશે.

કર્ક : આ લોકોમાટે શ્રાવણ માસ માં થોડા ઉતાર ચડાવ આવશે. ભાવનાત્મક રૂપથી તેમને ખુશી અને દુખ બંને મળશે.

 

સિંહ : ભોળાનાથની કૃપાથી આ રાશી વાળા નો આખો શ્રાવણ માસ હસતા રમતા પૂર્ણ થશે. આ મહિનામાં તમારી ખુશીઓ ડબલ થઇ જશે.

કન્યા : આ મહિનામાં ઘણી બધી સરપ્રાઈઝ મળશે. આ સરપ્રાઈઝ સારી અને ખરાબ બંને હશે. ભગવાન પર વિશ્વાસ રાખવાથી બધાજ દુર ધીમે ધીમે દુર થઇ જશે.

મકર : શ્રાવણ માસમાં લોકોનો ખુબજ પ્રેમ અને સાથ મળશે. સિંગલ લોકોને આ મહિનામાં સાથી મળશે.

વૃષિક : શ્રાવણ મહિનામાં વિચિત્ર અને અનોખો અનુભવ થશે, કઈક એવું કે જે આજ પહેલા ક્યારેય મહેસુસ નહિ કર્યું હોય.

તુલા : આ રાશી માટે શ્રાવણ માસ સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવશે. આ મહિનામાં ખુબજ લાભ થશે.

ધન : આ રાશિના લોકો ને શ્રાવણ મહિનામાં કઈ ખાસ નહિ કરી શકે. તેમના માટે આ મહિનો બાકી મહિનાની જેમ સામાન્ય મહિનો જ રહેશે.

કુંભ : આ મહિનામાં ભગવાન શિવની તમારા પર વિશેષ દ્રષ્ટિ રહેશે. તેઓ તમને દરેક દુખ અને તકલીફ માંથીબહાર લાવવાની કોશિશ કરશે.

મીન : આ લોકોને શ્રાવણ મહિનામાં એ બધુજ મળશે જેની એ શિવજીને પ્રાર્થના કરશે. બસ ખાલી આખો મહિનો ભગવાન શિવની પુરા મન થી આરાધના કરવી.

શ્રાવણ માસ દરમિયાન સાફ મન થી ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી ભગવાન શિવ આપણા તમામ કષ્ટ અને દુખ દુર કરે છે અને આપણું કલ્યાણ કરે છે. તેથી શ્રાવણ માસ દરમિયાન ક્યારેય કોઈનું ખરાબ ના ઇચ્છવું અને દરેક નું ભલું કરવું. ભગવાન શિવના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે છે.

Top