You are here
Home > Gujarati News > જાણો શા માટે શનિદેવ ને તેલ ચડાવવામાં આવે છે અને એની સાથે કરવામાં આવે છે હનુમાનજી ની પૂજા, નહી તો કહેવાય છે પૂજા અધુરી

જાણો શા માટે શનિદેવ ને તેલ ચડાવવામાં આવે છે અને એની સાથે કરવામાં આવે છે હનુમાનજી ની પૂજા, નહી તો કહેવાય છે પૂજા અધુરી

હનુમાનજી ને બળ ના દેવતા માનવામાં આવે છે અને હનુમાનજી ભગવાન શ્રી રામ ના સૌથી મોટા ભક્ત છે જે દરેક સમયે શ્રી રામ ની ભક્તિ માં લીન રહે છે. હનુમાનજી ની આ ભક્તિ થી ઘણી કહાની પણ જોડાયેલી છે અને એની કહાનીઓ માંથી એક કહાની હનુમાનજી અને શનિદેવ ની છે.લોકો શનિવાર ના દિવસે શનિદેવ ને તેલ જરૂર અર્પિત કરે છે, પરંતુ શું તમને ખબર છે કે એવું શા માટે કરવામાં આવે છે.

હનુમાનજી અને શનિદેવ ની કથા

કહેવામાં આવે છે કે એક વાર હનુમાનજી પર શનિદેવ ની દ્રષ્ટિ પડી હતી અને હનુમાન જયારે રામજી નું નામ લઇ રહ્યા હતા તે સમયે શનિદેવ એની પાસે આવ્યા અને એને હનુમાનજી ને કહ્યું કે તે એના પર સાડેસાતી બનીને આવ્યા છે અને સાડા સાત વર્ષો સુધી એની સાથે રહેવાના છે.

શનિદેવે આગળ કહ્યું કે તે બધા વ્યક્તિ ને એના પાપો ની સજા આપવા માટે એના જીવન માં એક વાર જરૂર આવે છે અને સાડા સાતી ના રૂપમાં વ્યક્તિ ના જીવન માં રહે છે. પહેલા ના અઢી વર્ષ વ્યકિત ના માથા પર રહું છું અને પછી પછીના અઢી વર્ષ એના પેટ પર રહું છું અને છેલ્લા વર્ષો વ્યક્તિ ના પગ માં રહીને એને કષ્ટ આપું છું.

શનિદેવ ની આ દરેક વાત સાંભળીને પછી હનુમાનજી એ કહ્યું કે સારું હવે તમે અને હું એક સાથે મળીને સાડા સાત વર્ષો સુધી રામનું નામ લઈશું. હનુમાન ની આ વાત કહેતા જ શનિદેવ એના માથા પર બિરાજમાન થઇ ગયા. જે પછી હનુમાને ફરીથી રામજી નું નામ લેવાનું શરુ કરી દીધું. પરંતુ એના માથા પર શનિદેવ એવી રીતે સવાર થયા કે તે રામજી ના નામ સરખી રીતે લઇ શકતા ન હતા અને રામજી નું ધ્યાન ન કરી શકવાના કારણે હનુમાનજી ને ગુસ્સો આવી ગયો અને એને વિચાર કર્યા વગર એમના માથા પર એમની ગદા મારી દીધી.

જેના કારણે શનિદેવ ને ઈજા થઇ અને તે માથા પરથી પડીને હનુમાન ના પેટ પર આવી ગયા. જે પછી હનુમાને એમના પેટ પર ગદા થી પ્રહાર કર્યો અને એવું કરતા જ શનિદેવ એના પગ પર આવી પડ્યા અને શનિદેવ ને ઘણી ઈજા થઇ. સાથે જ એના આખા શરીર માં દુખાવો થવા લાગ્યો. હનુમાન નો ગુસ્સો જોઇને શનિદેવે એની પાસે માફી માંગી અને શનિદેવ ની આવી હાલત જોઇને હનુમાન ને દુખ થયું અને એમણે શનિદેવ ને વચન આપતા કહ્યું કે જે પણ વ્યક્તિ શનિવાર ના દિવસે હનુમાનજી ની પૂજા કરશે અને મારા પર તેલ ચડાવશે એના પર મારી સાડે સાતી ની ક્યારેય પણ ખરાબ અસર નહીં પડે.

આ જ કારણ છે કે આજે લોકો શનિવાર ના દિવસે શનિ દેવ પર તેલ જરૂર અર્પિત કરે છે અને સાથે જ હનુમાનજી ની પણ પૂજા આ દિવસે કરે છે. દરેક લોકો એ શનિદેવ ના એવા મંદિર પણ જોયા હશે, જ્યાં શનિદેવ ની સાથે સાથે હનુમાનજી ની પણ મૂર્તિ હોય છે.

Top