You are here
Home > Gujarati News > શિયાળામાં બનાવવા જેવી બેસ્ટ રેસીપી એટ્લે લીલી તૂવેર અને લીલા લસણનું શાક

શિયાળામાં બનાવવા જેવી બેસ્ટ રેસીપી એટ્લે લીલી તૂવેર અને લીલા લસણનું શાક

મિત્રો આ ઠંડા શિયાળા માં લોકો ને કઇ ને કઈ ગરમ વસ્તુ ખાવાનું મન થયું હોય છે. એમાં પણ આ શિયાળામાં દરેક પ્રકારનાં લીલા શાકભાજી ભરપૂર માત્રામાં મળી જાય. આ શાકમા લીલા કઠોળ જેમ કે લીલા વટાણા, લીલી તુવેર, વાલ વગેરે એકદમ સરસ ક્વોલિટીના મળી રહે. આજે આપણે એક એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું લીલી તુવેર અને લીલા લસણનું શાક બનાવવા જઈ રહ્યાં છીએ.

બનાવવાની સામગ્રી

લીલી તુવેર દાણા ૧૫૦ ગ્રામ, લીલું લસણ સમારેલું ૫૦ ગ્રામ, તાજું નાળીયેર ખમણેલું ૨ ચમચા, લીલા મરચા નંગ ૩, એક નાનો ટુકડો આદુ, કોથમીર, હળદર, લીંબુનો રસ, જરૂર પૂરતું પાણી, તેલ, જીરૂ, નમક સ્વાદાનુસાર.

બનાવવાની રીત

આ માટે તમારે સૌ પહેલા કડક લીલી તુવેરનાં દાણા કુકરમા નાખીને અડધી ચમચી હળદર, મીઠું અને પાણી લઈ કુકરની ત્રણ સીટી વાગે ત્યાં સુધી તુવેરને બાફી, પાણી નિતારી લેવું અને તુવેરનાં એ દાણા અલગ રાખવા.

હવે એક વાસણ માં એક ચમચો તેલ નાખો અને હવે તેમાં જીરૂ, સમારેલાં લીલા મરચા, લીલું લસણ અને આદુ ઉમેરી સાંતળી લેવું. તેમાં ખમણેલું નાળીયેર ઉમેરી ફરીથી થોડી વાર સાંતળી, બારીક સમારેલી કોથમીર ઉમેરી બધું બરાબર ભેળવી ગેસ બંધ કરી દેવો.

હવે જ્યારે આ મિશ્રણ ઠંડુ પડી ગયા બાદ એક મિક્સરની જારમા માં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરી તેની પેસ્ટ બનાવી લેવી. હવે એ જ નોનસ્ટિક પેનમાં દોઢ-બે ચમચા જેટલું તેલ લઈ તુવેરના દાણા તેમજ હળદર ઉમેરી સાંતળવુ.

હવે તેમાં લીલી પેસ્ટ અને સ્વાદાનુસાર મીઠું મિક્સ કરીને થોડું વધારે સાંતળવું. છેલ્લે તેમાં લીંબુનો રસ ઉમેરી, શાકને બરાબર ભેળવી લઈ ગેસ બંધ કરવો. સર્વિંગ બાઉલમા લઈ લીલી ડુંગળી, નાળીયેરનું છીણ કે પછી કોથમીર વડે ગાર્નિશ કરવું.

Top