You are here
Home > Gujarati News > દરેક કામના પૂર્ણ કરવા માટે મહિનામાં ભગવાન શિવને જળ ચડાવવાનું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે , જાણો શું છે આ ખાસ ચમત્કારિક કથા.

દરેક કામના પૂર્ણ કરવા માટે મહિનામાં ભગવાન શિવને જળ ચડાવવાનું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે , જાણો શું છે આ ખાસ ચમત્કારિક કથા.

શ્રાવણ માસને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને આ મહિના દરમિયાન દરરોજ શિવલિંગ પર જળ ચડવામાં આવે છે. શ્રાવણ મહિના દરમિયાન શીવ્લીંહ પર જળ ચડાવવાની સાથે બે કથાઓ સંકળાયેલી છે. અને એ બંને કથાનો ઉલ્લેખ પુરાણો માં પણ મળે છે. બંને કથા નીચે મુજબ છે.

જળ ઉપરાંત ભગવાન શિવને આ વસ્તુ પણ કરી શકાય છે અર્પિત : તમે શ્રાવણ માસ દરમિયાન શિવજી પર દૂધ, બીલીપત્ર ની ફળ, બીલીપત્ર અને ફૂલ પણ અર્પિત કરી શકો છો. તેનાથી પણ ભગવાન શિવ પ્રસન્ન થાય છે. તે ઉપરાંત ભગવાન શિવ નો દૂધ થી પણ અભિષેક કરવામાં આવે છે.

પહેલી કથા :

શ્રાવણ મહિનામાં ભગવાન શિવ ને જળ ચડાવવાની જે કથા છે એ સમુદ્ર મંથન દરમિયાન ની છે. એવું કહેવાય છે કે સમુદ્ર મંથન દરમિયાન સમુદ્ર માંથી વિષ નીકળ્યું હતું. આ વિષ ગ્રહણ કરવાથી દરેક દેવી દેવતા ડરી રહ્યા હતા. ત્યારે શિવજી આ વિષ ગ્રહણ કરવા તૈયાર થયા અને તેઓ આ વિષ પી ગયા. આ વિષ ખુબજ ઝેરીલું હતું તેથી શિવજીએ તેને પોતાના કંઠ માં જ અટકાવી દીધું. અને વિષ પોતાના પેટની અંદર ના જવા દીધું. આવું કરવાથી શિવજીનું ગળું નીલું થઇ ગયું. અને વિષ ખુબજ જેરીલું હોવાથી શિવજીનું શરીર તપવા લાગ્યું તેથી દરેક દેવી દેવતાએ શિવજી પર જળ ચડાવ્યું. જેથી વિષ નું તપ ઓછું થઇ શકે. ત્યારથી શિવજી પર જળ ચડાવવાની પરંપરા ચાલુ થઇ છે. એવી માન્યતા છે કે શ્રાવણ માસ દરમિયાન જે લોકો સાચા મનથી દરરોજ શિવજીને જળ અર્પિત કરે છે તે લોકોની બધીજ મનોકામના શિવજી પૂર્ણ કરે છે. અને દરેક કષ્ટ સામે પોતાના ભક્તોની રક્ષા કરે છે.

બીજી માન્યતા : ભગવાન શિવજી ને જળ ચડાવવા સાથે બીજી પણ એક માન્યતા જોડાયેલી છે. અને એ કથા અનુસાર શ્રાવણ માસ દરમિયાન જ ભગવાન શિવ ધરતી પર આવ્યા હતા અને પોતાના સાસરે ગયા હતા. અને જયારે ભગવાન શિવ પોતાના સાસરે ગયા હતા તો તેમનો જલાભિષેક કરવામાં આવ્યો હતો. અને શિવજી ની ખુબજ સારી રીતે સેવા કરવામાં આવી હતી. હિંદુ ધર્મ અનુસાર શ્રાવણ મહિના માં ભગવાન શિવ પોતાના સાસરે એટલે કે ધરતી પર આવે છે. અને તેમને આ સમય માં ખુશ કરીને કોઈ પણ મનોકામના પૂર્ણ કરી શકાય છે.

શ્રાવણ માસનું વ્રત : શ્રાવણ મહિનામાં કુલ ચાર સોમવાર આવે છે અને એ ચાર સોમવારનું વ્રત રાખવું ખુબજ ફળદાયી માનવામાં આવે છે. સોમવારનું વ્રત રાખવાથી ભગવાન શિવ ખુબજ જલ્દી પ્રસન્ન થઇ જાય છે. તે ઉપરાંત એવી પણ માન્યતા છે કે શ્રાવણ ના સોમવાર નું વ્રત રાખવાથી સારો જીવનસાથી મળે છે. તેથી શ્રાવણ મહિના દરમિયાન સોમવારનું વ્રત જરૂર રાખવું જોઈએ. અને ભગવાન શિવજી ની સાથે સાથે માતા પાર્વતીજી ની પૂજા પણ કરવી જોઈએ.

 

Top