You are here
Home > Gujarati News > શિવ પર ચડાવવામાં આવેલી પૂજા સામગ્રીનું ન કરવું અપમાન, નહિતો લાગશે મોટું પાપ, જાણો વિસર્જનની યોગ્ય રીત

શિવ પર ચડાવવામાં આવેલી પૂજા સામગ્રીનું ન કરવું અપમાન, નહિતો લાગશે મોટું પાપ, જાણો વિસર્જનની યોગ્ય રીત

ભગવાન શિવજીનો પ્રિય મહિનો શ્રાવણ મહિનામાં લોકો તેમની પૂજા કરે છે. ધાર્મિક શાસ્ત્ર અનુસાર જોઈએ ઓ શ્રાવણ મહિના માં ભગવાન શિવજી ની પૂજા કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ પવિત્ર મહિનામાં દરેક ભક્ત ભગવાન શિવજી ની વિશેષ પૂજા કરે છે અને પૂજા દરમિયાન શિવજી ને પ્રસન્ન કરવા માટે ઘણી પૂજા સામગ્રી અર્પિત કરે છે.

એવું માનવામાં આવે છે કે ભગવાન શિવજી નો અભિષેક પૂજા વગેરે કરવાથી વ્યક્તિનું જીવન ધન્ય થઇ જાય છે. ભગવાન શિવજી ની પૂજા માં અભિષેક, ભસ્મ અને બીલીપત્ર નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. મોટાભાગના બધા મંદિરો અને ઘરો ની અંદર શ્રાવણ ના સોમવારે ભગવાન શિવજીનો વિશેષ શૃંગાર કરવામાં આવે છે અને બિલીપત્ર અર્પિત કરીને તેમની પૂજા કરે છે. પરંતુ શું તમે જાણો છો કે શિવલિંગ ઉપર અર્પિત કરવામાં આવેલા બિલીપત્ર, ફૂલો વગેરેનું વિસર્જન કેવી રીતે કરવું જોઈએ?

મોટાભાગના લોકો જાણતા નથી કે પૂજા સામગ્રીને કેવી રીતે વિસર્જન કરવું જોઈએ. લોકો તે માહિતીના અભાવે લોકો પૂજા સામગ્રીને ગમે ત્યાં રાખી દે છે. કેટલાક લોકો નદીના કાંઠે તેને એવી જગ્યાએ રાખી દે છે. જ્યાં તેમનો અનાદર કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર જોવામાં આવે તો દેવી-દેવતાઓને અર્પણ કરેલી પૂજા સામગ્રીનો અપમાન કરવું એ પાપ માનવામાં આવે છે. આજે અમે તમને કેવી રીતે પૂજા સામગ્રીને વિસર્જન કરવું જોઈએ? તેના વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ.

પૂજા સામગ્રીને વિસર્જન કરવાની સાચી રીત

શ્રાવણ ના પવિત્ર મહિનામાં ભક્તોએ શિવજી ની પૂજા કર્યા પછી પૂજા સામગ્રીના વિસર્જન ની  વિશેષ કાળજી રાખવી જરૂરી છે. તમે ભૂલી ને પણ પૂજા સામગ્રી કોઈ નદી કાંઠે અથવા બગીચામાં ન રાખશો કારણ કે આવી જગ્યાએ આ વસ્તુઓનો અનાદર થાય છે.

જો તમે એવી જગ્યાએ સામગ્રીને રાખો છો, તો અહીં આવનારા લોકોનો પગ લાગી શકે છે, જેના કારણે આ વસ્તુઓનું અપમાન થાય છે. તમારે તે ખાતરી કરવી પડશે કે કઈ જગ્યાએ પૂજા સામગ્રીનો અનાદર નહિ થાય.

તમે ભગવાન શિવજી ની પૂજા કરેલી સામગ્રીને કોઈ પવિત્ર સ્થાન અથવા બગીચામાં ખાડો ખોદી ને તેને જમીનમાં દબાવી શકો છો.

ભગવાન શિવજી ની પૂજા કરેલી સામગ્રીનું વિસર્જન કરવાનો સૌથી શ્રેષ્ઠ રસ્તો એ છે કે તમે તેને વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો, પરંતુ તમારે એ વાત નું ધ્યાન રાખવું પડશે કે જ્યાં આ પૂજા સામગ્રી પ્રવાહિત કરી રહ્યા છો. તે નદી નું પાણી પ્રદૂષિત ન હોવું જોઈએ.

ઉપરોક્ત શિવપૂજન માં ચડાવેલી પૂજા સામગ્રીનું વિસર્જન કેવી રીતે કરવું? આ અંગેની માહિતી આપવામાં આવી છે. શાસ્ત્રોમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૂજા કરાયેલી સામગ્રીનું અપમાન કરવું એ એક મહા પાપ છે. તેથી તેનાથી બચવા માટે તમે ઉપરોક્ત બતાવેલી બાબતો નું ધ્યાન રાખો. જો તમે પાપથી બચવા માંગો છો. તો પછી ફક્ત બે જ રસ્તાઓ છે. પ્રથમ ઉપાય એ છે કે થોડી માત્રામાં પૂજા સામગ્રીનો ઉપયોગ કરો અને બીજો ઉપાય એ છે કે પૂજા સામગ્રીને શ્રેષ્ઠ રીતે વિસર્જન કરો.

Top