You are here
Home > Gujarati News > કોરોના : અહી બહારની કોઈ વ્યક્તિ સાથે શારીરિક સબંધ બનાવવા પર લાગ્યો પ્રતિબંધ, નિયમ તોડશે એને ભરવો પડશે દંડ

કોરોના : અહી બહારની કોઈ વ્યક્તિ સાથે શારીરિક સબંધ બનાવવા પર લાગ્યો પ્રતિબંધ, નિયમ તોડશે એને ભરવો પડશે દંડ

કોરોના વાયરસ ના કારણે પૂરી દુનિયા પરેશાન છે. આ મુશ્કિલ સમય માંથી નીકળવા માટે દરેક દેશ અલગ અલગ નિયમ કાયદા પણ બનાવી રહ્યા છે. એવામાં એક દેશ એવો પણ છે, જ્યાં શારીરિક સબંધ પર પ્રતિબંધ લગાવી દીધો છે. એવું નથી કે અહી તમે બિલકુલ પણ સબંધ નથી બનાવી શકતા. બસ શરત એ છે કે તમે તમારા ઘર થી બહાર રહેતા કોઈ એક અથવા વધારે વ્યક્તિ સાથે કોઈ પણ શારીરિક સબંધ નથી બનાવી શકતા.

જો તમારા પાર્ટનર ઘરમાં સાથે જ રહે છે તો જ તમને સબંધ બનાવવાની છૂટ આપવામાં આવશે.

ઇનલેન્ડ માં લાગ્યો બહારના વ્યક્તિ સાથે સબંધ બનાવવા પર પ્રતિબંધ

આ નિયમ ઇંગ્લેન્ડ માં રહેતા લોકો પર લાગુ થાય છે. અહી લોકડાઉન ના નવા નિયમો અનુસાર કોઈ પણ બહારના વ્યક્તિ ની સાથે શારીરિક સબંધ બનાવવો ગેરકાયદેસર ગણાય છે. એનું કારણ એ છે કે નવા નિયમ કહે છે કે વ્યક્તિ એમના ઘરની અંદર એક અથવા બે થી વધારે બહારના લોકો સાથે ભેગા નહિ થાય અથવા ફક્ત જાતીય જીવન જ નહિ, પરંતુ બહારના લોકો સાથે પોતાના ઘરમાં મળવાનું પણ બંધ રહેશે. જો વ્યક્તિ જરૂરી કામ વગર ઘરમાં બહારના વ્યક્તિ ને મળે છે તો આ એક દંડનીય અપરાધ માનવામાં આવશે. એટલું જ નહિ પાલન ન કરવા પર તે વ્યક્તિ એ સજા પણ કરવામાં આવશે.

ઘરના લોકોની સાથે રહેશે છૂટ

આ નવા નિયમ દ્વારા તમે કોઈ પણ પર્સનલ અથવા સાર્વજનિક પર ભીડ એકઠી નથી કરી શકતા. એટલે કે કોઈ બહાર ના વ્યક્તિ સાથે જાતિયજીવન  પણ નથી કરી શકતા, પરંતુ જો તમારા પાર્ટનર તમારી સાથે એક જ છત ની નીચે રહે છે તો એની સાથે સબંધ બનાવવા પર કોઈ પ્રતિબંધ નથી. આ રીતે આ નવા નિયમ પૂર્ણ રૂપથી જાતીય જીવન પર પ્રતિબંધ નથી લગાવતા. બસ કોરોના સંક્રમણ થી બચવા માટે બહાર ના લોકો થી દુર રહેવાનું કહે છે. એટલું જ નહિ નવા નિયમો નું માનવામાં આવે તો વ્યક્તિ ને એમના ઘર સિવાય કોઈ બીજા ના ઘરે રાત રોકાવવાની પરવાનગી નથી.

લાગશે આટલો દંડ

નવા નિયમો અનુસાર જો કોઈ વ્યક્તિ બહારના વ્યક્તિ સાથે જાતીય જીવન કરતા પકડાઈ જાય તો તેના ઉપર ૧૦૦ પાઉન્ડ એટલે કે લગભગ ૯૫૯૦ રૂપિયા નો દંડ પણ લગાવવામાં આવશે. એ સિવાય તે દોશી વ્યક્તિ પર અપરાધ નો કેસ પણ કરવામાં આવશે.

જણાવી દઈએ કે ઇંગ્લેન્ડ માં અત્યારે કુલ એક લાખ પચાસ હજાર થી વધારે લોકો કોરોના પોજીટીવ મળી આવ્યા છે. આ વાયરસે અહી ૨૯૬૭૩ નો જીવ લીધો છે. અહીની સરકાર સ્થિતિ ને જલ્દી થી કાબુ માં કરવા માંગે છે. એ જ કારણ છે કે એમણે એમના ઘરમાં બહારના લોકો સાથે મળવા પર પ્રતિબંધ રાખ્યો છે. કોરોના વાયરસ ની રસી અત્યારે સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી. એવામાં એનાથી બચવા માટે એક માત્ર ઉપાય સોશિયલ ડિસ્ટન્સ જ છે.

Top