You are here
Home > Featured > શહીદ થયેલ કમાંડોની બહેનના લગ્નમાં પહોચ્યા 100 કમાંડો અને લોકો જોતા રહી ગયા.

શહીદ થયેલ કમાંડોની બહેનના લગ્નમાં પહોચ્યા 100 કમાંડો અને લોકો જોતા રહી ગયા.

૩ જુનના રોજ બિહાર માં એક લગ્ન હતા. સોશિયલ મીડિયા માં એની ઘણી ચર્ચા થઇ રહી છે. આ લગ્ન ગરુડ કમાંડો જ્યોતિ પ્રકાશ નિરાલા ની બહેન ના હતા. નિરાલા બે વર્ષ પહેલા જ શહીદ થઇ ગયા હતા. એની શહાદત પછી ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. એવામાં બહેનના લગ્નની જવાબદારી ઉઠાવી નીરલાના સાથીઓએ.

૧૦૦ કમાંડો એ ફાળો ભેગો કર્યો અને નિરાલા ની બહેન શશીકલા ના ધૂમધામ થી લગ્ન કરાવ્યા અને પોતે પણ લગ્ન માં આવ્યા. શશીકલા ના લગ્ન બિહાર ના પાલી રોડ ડેહરીમાં રહેતા સુજીત કુમાર સાથે થયા.

આ કમાંડો એ વિદાઈના સમયે દુલ્હનના પગ જમીન પર ન પડવા દીધા. જ્યાં જ્યાં દુલ્હન ના પગ પડતા હતા, એની પહેલા શહીદના મિત્રો જવાનો એ એની હથેળી રાખી. વાયુસેના ના ગરુડ કમાંડો ની હથેળીઓ પર પગ રાખીને શહીદની બહેન ની વિદાઈ થઇ. શહીદ ના પિતા છે તેજનારાયણ સિંહ. એમણે આ સમય ને એની જિંદગી નો સૌથી યાદગાર સમય બતાવ્યો. કહ્યું કે નીરલા ના સાથીઓ એ એક બહેન ને એના ભાઈ ની કમી મહેસુસ ન થવા દીધી.

કોણ છે જ્યોતિ પ્રકાશ નિરાલા

૧૮ નવેમ્બર ૨૦૧૭ ની વાત છે. જમ્મુ કશ્મીર ના બાંદીપોરા જીલ્લા ના ચંદરનગર ગામમાં અમુક આતંકીઓના હોવાની સુચના મળી હતી. આ આંતકવાદી ઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવવા ની જવાબદારી રાષ્ટ્રીય રાઈફલ્સ ની પાસે હતી. રાષ્ટ્રીય રાઈફલ્સ ટુકડીમાં ઇન્ડિયન એયરફોર્સ ના ગરુડ કમાંન્ડોજ પણ હોય છે. ગરુડ કમાંડો વાયુસેના ની એક ટુકડી છે, જે જમીન પર ચાલી રહેલા ઓપરેશન ને સફળતા સુધી પહોચાડે છે. રાષ્ટ્રીય રાઈફલ્સ ના જવાન અને ગરુડ કમાંડો ની ટીમ સમય પર પહોચી ગઈ. આ ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા જ્યોતિ પ્રકાશ નિરાલા.

જવાનો એ ચારે બાજુ થી એ ઘર ને ઘેરી લીધું જ્યાં આંતકવાદી છુપાયેલા હતા. નિરાલા એ ઘરની એકદમ પાસે ઘાત લગાવીને ઉભા રહી ગયા. જવાનોએ આંતકવાદીઓ ને આત્મ સમર્પણ માટે કહ્યું, પરતું આંતકવાદીઓ એ ગોળી ચલાવી દીધી. સેનાના જવાનો તરફથી પણ ફાયરીંગ થઇ. ૬ આંતકીઓ ફાયરીંગ કરતા ઘરમાંથી ભાગવાની કોશિશ કરવા લાગ્યા. આંતકીઓની ગોળી જ્યોતિ પ્રકાશ નિરાલા ને પણ લાગી ગઈ. જ્યોતિ પ્રકાશે પણ ગોળીઓ અને હાથગોળો થી આંતકીઓ પર હુમલો કર્યો. એકલા જ ત્રણ આંતકીઓ ને મારી દીધા. આ દરમિયાન આંતકીઓ ની ગોળી વાગવાના કારણે તે શહીદ થઇ ગયા.

જ્યોતિ પ્રકાશ નિરાલા બિહાર ના રોહતાસ જીલ્લા માં રહેતા હતા. ૩૧ વર્ષની ઉંમરમાં એની શહાદત પછી પરિવારમાં વૃદ્ધ માતા પિતા છે. એની સિવાય એની પત્ની અને એક છોકરી પણ છે. શહીદ નિરાલા ની ત્રણ બહેન છે. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શહીદ જ્યોતિ પ્રકાશ નિરાલા ની પત્ની ને આ સન્માન સોપ્યું. સમ્માન આપતા રાષ્ટ્રપતિ ભાવુક થઇ ગયા હતા. એની આંખ માંથી આંસુ આવી ગયા હતા.

Top