You are here
Home > Gujarati News > ભારતમાં લોંચ થયું દુનિયાનું સૌથી સસ્તું LCD TV, ૨૪ ઇંચના 3999 અને ૩૨ ઇંચના 4999, ક્યાંથી મળશે વાંચો.

ભારતમાં લોંચ થયું દુનિયાનું સૌથી સસ્તું LCD TV, ૨૪ ઇંચના 3999 અને ૩૨ ઇંચના 4999, ક્યાંથી મળશે વાંચો.

ભારતના ઘણા એવા રાજ્ય છે જ્યાં 70 ટકા ઘરોમાં ટીવી નથી. જો યૂપી અને ઉત્તરાખંડની વાત કરીએ તો અહીં 55 ટકા ઘરોમાં ટીવી નથી. મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, અસમ સહિત એવા ઘણા રાજ્ય છે જ્યાં લગભગ 50 ટકા ઘરોમાં ટીવી નથી. જયારે ગુજરાતમાં ૭૦ ટકા ઘરોમાં ટીવી જોવા મળે છે આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ એવી જ એક વસ્તુ વિશે જેનું નામ છે સ્માર્ટ ટીવી.
જી હા, મિત્રો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારત દેશની અંદર બનાવવામાં આવે સ્માર્ટ ટીવી કે જેની કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ.

ડીટલે નવું વ્યાજબી ટીવી 3,999 રૂપિયામાં લોંચ કર્યું છે. : ભારતીય બજારમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી કંપની ડીટલે નવું વ્યાજબી ટીવી 3,999 રૂપિયામાં લોંચ કર્યું છે. કંપનીનો દાવો છે આ દુનિયાનું સૌથી સસ્તુ ટીવી છે. ડી1 ટીવી કંપની દ્વારા લોંચ કરવામાં આવ્યું પહેલું એલસીડી ટીવી છે. ડિસ્ટ્રિબ્યુટર્સ / પાર્ટનર્સ માટે ડી1 ડીટેલના મોબાઇલ એપ અને B2BAdda.com પર ઉપલબ્ધ છે. Detel અત્યાર સુધી 7 એલઇડી TVની રેંજ રજૂ કરી ચૂક્યો છે. આ ટીવી 24થી 65 ઇંચ સુધીના છે.

1366X768 પિક્સલનું રિઝોલ્યૂશન
ભારતનું સૌથી સસ્તુ ટીવી હોવાનો દાવો કરનાર D1 એલસીડી ટીવીમાં 48.3 સેમી અથવા 19 ઇંચની ડિસ્પ્લે અને 1366X768 પિક્સલનું રિઝોલ્યૂવેશન છે. તેનો મતલબ છે કે ટીવી વિઝુઅલી સારો અનુભવ પુરો પાડશે. આ એ પ્લસ ગ્રેડની પેનલ સાથે આવે છે જેથી સ્પષ્ટ ઇમેજ ક્વોલિટી મળે છે અને તેનો કંટ્રાસ્ટ રેશિયો 3,00,000:1 છે. ટીવીમાં કનેક્ટિવિટી વિકલ્પો તરીકે એક એચડીએમઆઇ અને એક યૂએસબી પોર્ટ છે. આ ટીવીની પેનલના છેડે બે સ્પીકર લાગેલા છે. તેમાં લાગેલા 12 વોટના સ્પીકર સ્પષ્ટ અને સ્મૂથ ઓડિયો આઉટપુટ આપે છે.

જયારે બીજી એક કંપની સૈમી ઇન્ફોર્મેટિક્સ કંપની દ્વારા દુનિયાનું સૌથી સસ્તુ સ્માર્ટ ઍલીડી ટીવી બનાવવામાં આવ્યું છે એ ટીવી ૩૨ ઈંચનું 4,999 રૂપિયામાં લોંચ કર્યું છે. કંપનીનો દાવો છે આ દુનિયાનું સૌથી સસ્તુ ટીવી છે.

કિંમત માત્ર પાંચ હજાર રૂપિયા : સૈમી ઇન્ફોર્મેટિક્સ કંપની દ્વારા દુનિયાનું સૌથી સસ્તુ સ્માર્ટ ઍલીડી ટીવી બનાવવામાં આવ્યું છે. જેની કિંમત માત્ર પાંચ હજાર રૂપિયા રાખવામાં આવી છે. કંપની દ્વારા આ ટીવી ની અંદર એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવી છે. પાંચ હજાર રૂપિયાની કિંમત ધરાવતા આ ટીવી ની સાઈઝ 32 ઇંચ જેટલી મોટી છે અને સાથે સાથે તેની અંદર ત્રણ વર્ષની વોરંટી પણ આવે છે.

સૈમી ઇન્ફોર્મેટિક્સ કંપનીના ટીવી મળશે એપ્લિકેશન ઉપર જ
સૈમી ઇન્ફોર્મેટિક્સ કંપનીના કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા ૪૯૯૯ના ટીવી ને તમે સૈમી કંપનીની એપ્લિકેશન ઉપરથી જ ઓર્ડર કરી શકશે અને ત્યાંથી જ ડીલીવરી મારફત કોઈ પણ વ્યક્તિ આ ટીવી મેળવી શકશે. આ ટીવીમાં wi-fi હોટસ્પોટ, USB પોર્ટ, ઇન્બીટ ગેમ્સ, ની સાથે સાથે બે hdmi પોર્ટ પણ આપેલા છે. જેથી કરીને તમે તેનો ઉપયોગ કોમ્પ્યુટર સ્ક્રીન તરીકે પણ કરી શકો છો. એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમ, તમે આ ટીવી ની અંદર ટીવી જોવાની સાથે સાથે youtube, facebook, જેવી અનેક પ્રકારની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. સાથે સાથે આ ટીવી ની અંદર 4 જીબી જેટલી રેમ અને ૫૧૨ એમબી જેટલી સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે.
કરી શકો છો.

Top