You are here
Home > Gujarati News > સામાન્ય વર્ગની રોજીંદી દિનચર્યા વિષે: એક દબાવેલી ટુથપેસ્ટ થી લઇને મોંઘા કપડા લેવા સુધીની સફર

સામાન્ય વર્ગની રોજીંદી દિનચર્યા વિષે: એક દબાવેલી ટુથપેસ્ટ થી લઇને મોંઘા કપડા લેવા સુધીની સફર

આપણા દેશ મા મોટાભાગ ના લોકો સામાન્ય વર્ગ ધરાવે છે. જેથી તેઓ પોતાની રોજબરોજ ની જીંદગી મા ઘણી સમસ્યાઓ થી લડતા હોય છે. તેઓ પોતાના ઘર ના છેડા જોડવા માટે અવનવા પ્રયત્નો કરતા હોય છે, જેની આપણે કલ્પના પણ ના કરી શકીએ. તો ચાલો તેમની આ રોજીંદા જીવન પર થોડો પ્રકાશ નાખીએ.

આપણે ઘણી વખત એ ફરિયાદ રહી હશે અને મમ્મી સાથે ઝગડયા હશું કે મમ્મી આ ટી-શર્ટ મોટું થાય છે ત્યારે માં તરફ થી એવો પ્રત્યુતર આવે છે કે એમાં શું ઝાઝો ટાઈમ ચાલશે. આ ઉપરાંત પણ ઘણા એવા જુગાડ કરે છે જેથી જીવન ની સાઇકલ ચાલ્યા રાખે. આ પ્રકાર ના લોકો નુ જીવન પ્રેમ, મીઠી તકરાર અને એડજસ્ટમેન્ટ સાથે જ વીતી જાય છે. આમાં ના અમુક જુગાડ જે તમે બધાએ પણ અનુભવ્યા હશે તેના વિશે ચર્ચા કરીએ.

૧. ઘર મા જયારે સાબુ પૂરો થવા ને આરે હોય ત્યારે પેલા સાચવી રાખેલા નાના-નાના સાબુ ના કટકાઓ ને એકસાથે જોડી ને મોટો સાબુ બનાવી ઉપયોગ મા લેવા મા આવે છે.

૨. આપણે જયારે નાના હતા ત્યારે મમ્મી પપ્પા સાથે બજાર મા કપડા ની ખરીદી કરવા જતા ત્યારે આપણા મમ્મી-પપ્પા આપળી ઉંમર કરતા એક-બે વર્ષ મોટા ઉંમર પ્રમાણે કપડા ખરીદે જેના લીધે વાંરવાર નવા કપડા ની ખરીદી ના કરવી પડે.

૩. આપણા ઘર મા કોઈ પ્રસંગ હોય અને ભેટ આપવામા આવેલ હોય તો તે ભેટ ને સાચવીને જયારે કોઈ બીજા ના ઘરે પ્રસંગ આવે ત્યારે તે તેને ચિપકાવી દેવા મા આવે છે.

૪. વાસ્તવિકતા મા તો આપણે ઘેર શેમ્પુ ના પાઉચ જ વપરાય પરંતુ જો શેમ્પુ ની બોટેલ ભૂલ મા ક્યારેક ઘર આવી ગઈ તો તે પૂરી થાય ત્યારે તેમાં પાણી ઉમેરી-ઉમેરી ને તેની પૂરી કિંમત વસુલ ના થાય ત્યાં સુધી વાપરવામા આવે છે.

૫. બાળપણ મા જ્યારી કોઈ મેહમાન ઘરે આવ્યું હોય અને પૈસા આપ્યા હોય ત્યારે તેમાં પણ લુંટ ચલાવી ભાગ ના પૈસા આપી બાકી ના ઝપ્ત થઇ જાય છે.

૬. સામાન્ય વર્ગ ના લોકો જયારે કોઈ મોટી હોટેલ મા રોકાઈ ત્યારે જતા સમયે હોટેલ માંથી શેમ્પુ તથા સાબુ તો ગાયબ જ હોય છે.

૭. આ ઉપરાંત જો કોલગેટ ખાલી થઇ ગઈ હોય તો પણ તેને દબાવી-દબાવી ને જ્યાં સુધી તેની કસ ના કાઢી લે ત્યાં સુધી નવી કોલગેટ ના આવે.

૮. જો ઘર ના નવા વાસણો ફક્ત મેહમાન આવે ત્યારે જ વપરાશ મા લેવા મા આવે છે.

૯. સ્કુલે લઇ જવા માટે પાણી ની બોટલ નો જુગાડ જે કોલ્ડ્રીંકસ ની બોટલ ખાલી થઇ હોય તેમાં પાણી ભરીને કરવાનો.

૧૦. બુક્સ પર કવર કરવા માટે જુના છાપાંઓ નો ઉપયોગ કરવાનો.

૧૧. ક્યાંક લગ્નપ્રસંગ હોય ને જમવાનુ આમંત્રણ હોય એટલે ચાંદલો લખાવતી વખતે મૂઠા ભરી-ભરી ને બાળકોએ લઇ લેવાનો.

૧૨. બાળકો માટે ની બેંક એટલે માટી દ્વારા નિર્મિત ગલ્લો.

૧૩. સામાન્ય વર્ગ ની ફસ્ટ એઇડ કીટ એટલે હળદર, ટેલકમ પાઉડર, કેરોસીન, ગરમ પાણી અને પાટા-પીંડી.

૧૪. જુના ફાટેલા કપડા નો ઉપયોગ ઓશિકા, ગોદડાં, થેલી તથા પોતા માટે કરવો.

આ બધા પ્રસંગો લખતી વખતે મારું તો હાસ્ય જ છુટી જાય છે બાળપણ ના દિવસો સ્મરણ કરી ને તમે બધાએ પણ આમાંથી ક્યારેક કોઈ ને કોઈ પ્રસંગ તો જરૂર ને જરૂર અનુભવ્યો જ હશે.

Top