You are here
Home > Gujarati News > Video : અમદાવાદના સૌથી મોટા મોબાઈલ માર્કેટ મુર્તીમત્ર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ.

Video : અમદાવાદના સૌથી મોટા મોબાઈલ માર્કેટ મુર્તીમત્ર કોમ્પ્લેક્સમાં ભીષણ આગ.

અમદાવાદ શહેરની મધ્યમાં આવેલ રીલીફ રોડ પરના મૂર્તિમન્ત્ર  શોપિંગ સેન્ટરમાં અચાનક આગ લાગતા દોડધામ મચી  છે… અચાનક લાગેલી આગમાં ત્રણ મોબાઇલની દુકાનો આવી ગઇ હતી. આ દુર્ઘટનામાં કોઇને ઇજા કે જાનહાની ઘટના થવા પામી નથીમૂર્તિમન્ત્ર  શોપિંગ સેન્ટરમાં અચાનક આગની જાણ થતા જ ફાયરબ્રિગેડના 9 જેટલા અગ્નિશામક  વાહનો ઘટના સ્થળે પહોચી ગયા હતા.. .

સતત પાણીનો મારો ચલાવીને બે કલાક પછી  આગ પર કાબૂ મેળવાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટેગોટા અનેક કિ.મી.દુરથી પણ જોઇ શકાતા હતા. પ્રાથમિક તપાસમાં ખબર પડી કે  દુકાનની બહાર લાગેલા આવેલા હોર્ડિંગમાં શોર્ટસર્કિટ થવાના લીધી આગ લાગી હતી અને થોડી વારમાં જ આ ભીષણ આગની લપેટમાં  ત્રણ મોબાઇલની દુકાનો આવી ગઇ હતી.

 

Top