
આ પ્રસંગ રામાયણનો છે. જેમાં રાવણ અને મંદોદરી ના સબધ પરથી ઘણું બધું શીખવા મળી શકે છે. કેવી રીતે મંદોદરી એ એના કુમાર્ગ પર ચાલી રહેલ પતિના હિતની વાત વિચારતા એને યોગું સલાહ આપી, પરતું રાવણે એની વાતનો મજાક ઉડાવી દીધો. ક્યારેય પણ પોતાની જીવનસાથી ની ભાવના ને દુખ ના પહોચાડવું જોઈએ. જો તે કોઈ સલાહ આપે અને જો તે સમયે એ આપણી વિરુદ્ધ લાગે પરતું ત્યારે તે સલાહ પર ખુબ જ ગંભીરતા થી વિચાર કરવો જોઈએ.
દરેક લોકોને રાવણ અને મંદોદરી ના સબંધ પરથી સીખ મળી શકે છે કે કેવો હોવો જોઈએ જીવન સાથી માટેનો વ્યવહાર.
જયારે રાવણ સીતાનું હરણ કરવા લંકા લઇ આવ્યા હતા, ત્યારે મંદોદરી એ રાવણને એના માટે રોક્યો હતો. મંદોદરી એ રાવણને સમજાવ્યો હતો કે બીજા કોઈની સ્ત્રી ને આ રીતે અપહરણ કરીને લાવવી ધર્મ ના વિરુદ્ધ છે. રાવણ માન્યો નહી. એણે મંદોદરી ની વાતને મજાક માં ઉડાવી દીધી. પછી રામના દૂતના રૂપમાં હનુમાન લંકા આવ્યા. સીતાને લંકા માં શોધ્યા અને લંકા ને બાળી પણ દીધી.
જયારે હનુમાન લંકા થી પાછા ફર્યા અને લંકા ને ફરીથી વ્યવસ્થિત કરવામાં આવ્યું. ત્યારે મંદોદરી એ પૂરી લંકામાં એના ગુપ્તચરો ને લગાવી દીધા. લંકા ના લોકો અલગ અલગ પ્રકારની વાત કરવા લાગ્યા હતા. હનુમાનના બળ અને એના દ્વારા લંકા ને બાળવાથી લઈને લંકાવાસીઓ માં ખુબ જ ડર હતો.
દરેકનું કહેવું હતું કે જેના દૂતે આવીને એકલા જ આટલા રાક્ષસો ને મારી દીધા અને લંકા ને પણ બાળી દીધી, જો તે પોતે અહી યુદ્ધ કરવા આવી જાય તો આપણને કોણ બચાવશે. એના ગુપ્તચરો પાસેથી આ પ્રકારની વાત સાંભળીને મંદોદરી એ રાવણને ફરીથી સમજાવ્યો કે રામ સાથે દુશ્મની કરવી સારી નથી, સીતા ને આપી દેવામાં જ લંકા ની ભલાઈ છે.
ત્યારે રાવણે હંસતા હંસતા કહ્યું કે તમે મહિલાઓ નો સ્વભાવ જ હોય છે, જયારે કોઈ સારું કાર્ય હોય છે તો તમે લોકો ડરવા લાગો છો. વાનર અને માણસ આપણું કઈ પણ નહી બગાડી શકે. મારા નામથી જ દશે દસ દિશાઓ કાંપવા લાગે છે અને મારી પત્ની થઈને તું એટલી બધી ડરે છે. રાવણે મંદોદરી ની વાત પર જરાક પણ ધ્યાન ન આપ્યું અને રામ સાથે યુદ્ધ કરીને મૃત્યુ પામ્યો.
તમે કેટલા પણ તાકાતવર અને બુદ્ધિમાન કેમ ના હોવ, જીવનસાથી ની વાતને મહત્વ આપવાથી તમે ઘણી પરેશાનીઓ થી બચી શકો છો. એને ડર બીજા કોઇથી નથી લાગતો, તે તમારા માટે ડરે છે. એટલે કે દરેક વ્યક્તિએ એની જિંદગી ના મહત્વપૂર્ણ નિર્ણય માં જીવનસાથી ની સલાહ ને જરૂર માન આપવું જોઈએ. ઉતાવળ માં કે જીદ કરીને લીધેલા નિર્ણય તમને બર્બાદ કરી શકે છે.