
સામાન્ય રીતે રાષ્ટ્રપતિ ભવન ને સૌથી સુરક્ષિત ઈમારત માનવામાં આવે છે, પરતું તમને જાણીને હેરાની થશે કે અમેરિકા માં એક એવી ઇમારત છે, જેની સુરક્ષા રાષ્ટ્રપતિ ભવન કરતા પણ વધારે થાય છે. આ ઈમારત ની સુરક્ષા માં દિવસ રાત હેલિકોપ્ટર લાગેલા રહે છે. હવે તમે બધા વિચારી રહ્યા હશો કે આખિર આ ઈમારત માં એવું તો શું છે, જેની સુરક્ષા એટલી મજબુત રીતે કરવામાં આવે છે. આજે અમે તમને એના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ કે આ ઈમારત માં એવી ખાસ કઈ વસ્તુ છે, જેની સુરક્ષા માટે હેલિકોપ્ટર રાત દિવસ ફરે છે. તો ચાલો જાણી લઈએ આ ઈમારત નું રહસ્ય..
આ ઈમારત ને ફોર્ટ નોક્સ ના નામ થી જાણવામાં આવે છે. સામાન્ય રીતે અસલ માં ફોર્ટ નોક્સ અમેરિકી આર્મી ની એક પોસ્ટ છે, જે કેન્ટુકી રાજ્ય માં છે અને આ એક લાખ નવ હજાર એકડ માં ફેલાયેલી ઈમારત છે. આ ઈમારત ને સૌથી સુરક્ષિત ઈમારતો માંથી એક માનવામાં આવે છે.
આ ઈમારત નું નિર્માણ અમેરિકી આર્મી દ્વારા વર્ષ ૧૯૩૨ માં કરવામાં આવ્યું છે. અહી ની સુરક્ષા એટલી સખત છે કે અહી કોઈ પક્ષી પણ એની પાંખ નથી મારી શકતા. આ ઈમારત ચારેય તરફ થી દીવાલો થી બંધાયેલી જોવા મળે છે, જે ખુબ જ મજબુત મોટી ગ્રેનાઈટ થી બનેલી છે. એની સુરક્ષા માં લગભગ ૩૦ હજાર જેટલા અમેરિકી સૈનિક લાગેલા હોય છે.
ફોર્ટ નોક્સ ની સંપૂર્ણ રીતે બોમ્બ ની સુરક્ષા વાળી છે. એના પર કોઈ પણ પ્રકાર ના બોમ્બ ધમાકા ની કોઈ અસર થતી નથી. એ સિવાય એની ચારેય બાજુ ઘણા પ્રકાર ના એલાર્મ સિસ્ટમ પણ લાગેલા છે. એની સુરક્ષા બંદુકો થી શસ્ત્ર હેલિકોપ્ટર કરે છે. એ જગ્યા એ વિશેષ આજ્ઞા વગર ઈમારત તો શું, આ જગ્યા પર પણ કોઈ નથી જઈ શકતું.
હકીકત માં ફોર્ટ નોક્સ એક ગોલ્ડ રિજર્વ છે, જેમાં લગભગ ૪૨ લાખ કિલો જેટલું સોનું રાખેલું છે. એની સિવાય અહી અમેરિકી સ્વતંત્રતા નું અસલી ઘોષણા પત્ર, ગુટેનબર્ગ ની બાઈબીલ અને અમેરિકી બંધારણ ની અસલી કોપી જેવી ખુબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ પણ રહેલી છે.
જ્યાં સોનું રાખેલું છે ત્યાં ૨૨ ટન નો એક ખુબ જ ભારે દરવાજો લગાવેલો જોવા મળે છે. આ દરવાજા ને ખોલવા માટે એક ખાસ પ્રકાર નો કોડ બનાવવા માં આવ્યો છે અને આ કોડ ની જાણકારી ઈમારત માં કામ કરી રહેલા અમુક જ કર્મચારીઓ ને છે. કોઈ પણ કર્મચારી ને બીજા કર્મચારી નો કોડ ની જાણકારી હોતી નથી. એવા માં કોઈ એક કોડ દ્વારા એ દરવાજા ને ખોલી શકતો નથી.