You are here
Home > Uncategorized > ઘરે બેઠા રાશનકાર્ડ માં જોઈન્ટ કરો ફેમિલી મેમ્બર, બાળક કે પત્નીનું નામ, જાણો શું છે રીત

ઘરે બેઠા રાશનકાર્ડ માં જોઈન્ટ કરો ફેમિલી મેમ્બર, બાળક કે પત્નીનું નામ, જાણો શું છે રીત

ગરીબી રેખાની નીચે જીવન પસાર કરતા લોકો માટે રાશનકાર્ડ એક ખુબ જ મહત્વપૂર્ણ ડોકયુમેન્ટ છે. ખાસ કરીને એક એવા સમાય માં જયારે લોકડાઉન ના કારણે કેન્દ્ર સરકાર મોટા સ્તર પર આ કાર્ડ્સ દ્વારા અનાજ વિતરણ નું કામ કરી રહી છે, જેથી કોઈ પણ ગરીબ ભૂખ્યા ન રહે. એ સિવાય પણ ઘણા સરકારી યોજનાઓ માં રાશનકાર્ડ હોવું જરૂરી છે. એવામાં જરૂરી છે કે મહત્વપૂર્ણ ડોકયુમેન્ટ હંમેશા અપડેટ રહે, જેથી સરકારી યોજનાઓ નો લાભ લઇ શકાય.

હાલમાં કેન્દ્ર સરકાર ‘વન નેશન, વન રાશન કાર્ડ’ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. એના લાગુ થઇ ગયા પછી કોઈ પણ રાશન કાર્ડ હોલ્ડર દેશના કોઈ પણ રાજ્ય માંથી રાશન પ્રાપ્ત કરી શકશે. એટલા  માટે આજે અમે તમને એ વાત જણાવી દઈએ કે જો રાશન કાર્ડ માં કોઈ ફેમિલી મેમ્બર નું નામ રહી ગયું હોય તો એને ઘરે બેઠા કઈ રીતે અપડેટ કરવું. રાશન કાર્ડ ને ઓનલાઈન કે ઓફલાઈન માધ્યમ થી અપડેટ કરી શકાય છે.

ક્યાં ડોકયુમેન્ટ ની પડશે જરૂરત

૧. જો તમે આ કાર્ડ માં ઘરના કોઈ બાળક નું નામ જોડાવવા માંગો છો તો એના માટે ઘરના મુખ્ય વડીલ નું રાશનકાર્ડ હોવું જરૂરી છે. એની એક ફોટોકોપી અને ઓરિજિનલ કોપી હોવી જોઈએ, એ સિવાય બાળક નો જન્મ પ્રમાણ પત્ર, માતા પિતા નું આધાર કાર્ડ પણ હોવું જોઈએ.

૨. ઘરમાં કોઈના લગ્ન પછી વહુ નું નામ રાશનકાર્ડ માં જોડાવવું હોય તો એના માટે તમારે મહિલા નું આધાર કાર્ડ, લગ્ન નું પ્રમાણપત્ર, પતિ ના રાશનકાર્ડ ની ફોટોકોપી અને ઓરિજિનલ કોપી હોવી જોઈએ.એ સિવાય પહેલા માતા પિતા ના ઘરમાં જે રાશનકાર્ડ હતું એમાંથી નામ કાઢવાનું પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.

કેવી રીતે ઘરે બેઠા ઓનલાઈન અપડેટ કરવી આ જાણકારી?

રાશનકાર્ડ માં કોઈ જાણકારી અપડેટ કરવા નાતે સબંધિત રાજ્ય ના ખાદ્ય આપૂર્તિ વિભાગ ની આધિકારિક વેબસાઈટ પર જવું. પહેલી વાર આ વેબસાઈટ પર તમારે એક લોગીન આઈડી બનાવવી પડશે, જે થોડી મિનીટ માં પૂરી થઇ જશે.

લોગીન કરીને પછી આ વેબસાઈટ ના હોમપેજ પર નવા સદસ્યો નું નામ જોડવાનો વિકલ્પ હશે. આ વિકલ્પ પર ક્લિક કરીને પછી એક નવું ફોર્મ ખુલશે.

આ ફોર્મ માં તમારે પરિવારના નવા સદસ્યો ની પૂરી જાણકારી યોગ્ય રીતે ભરવાની રહેશે.

પછીના સ્ટેપ માં આ ફોર્મ ની સાથે તમારે દરેક ઉપરોક્ત ડોકયુમેન્ટ ની સ્કેનકોપી પણ અપલોડ કરવાની રહેશે. એ પછી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.

ફોર્મ સબમિટ થઇ ગયા પછી તમને એક રજીસ્ટ્રેશન નંબર મળશે. જેના દ્વાર તમે એ વેબસાઈટ પર લોગીન કરીને ફોર્મ ને ટ્રેક કરી શકાય છે.

આ ફોર્મ અને ડોકયુમેન્ટ ને અધિકારી વેરીફાઈ કરશે. જો તમારા દ્વારા આપવામાં આવેલી દરેક જાણકારી યોગ્ય હશે તો આ ફોર્મ ને એક્સેપ્ટ કરી લેવામાં આવશે અને પોસ્ટ દ્વારા તમારા સરનામાં પર રાશનકાર્ડ મોકલી આપવામાં આવશે.

////m.dailyhunt.in/news/india/hindi/news18%20hindi-epaper-pradehin/ghar%20baithe%20rashan%20kard%20me%20jode%20phaimili%20membar%20ka%20nam%20janie%20kya%20hai%20tarika-newsid-n194110188?s=a&uu=0x433e8c0fbc07fcb1&ss=wsp

Top