You are here
Home > Featured > રક્ષાબંધન ૨૦૨૦: ભાઈના કાંડા પર આ મુર્હુતોમાં બાંધવી રાખડી, આજના દિવસે છે ઘણા જ શુભ મુર્હુત, ભાઈ બહેન માટે છે લાભ જ લાભ

રક્ષાબંધન ૨૦૨૦: ભાઈના કાંડા પર આ મુર્હુતોમાં બાંધવી રાખડી, આજના દિવસે છે ઘણા જ શુભ મુર્હુત, ભાઈ બહેન માટે છે લાભ જ લાભ

રક્ષાબંધન પર બહેનો ભાઈના કાંડા પર રાખડી બાંધવા આતુર છે. રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. રક્ષાબંધનના તહેવારને લઇ બહેનો ઉત્સાહિત છે. બહેનો રક્ષાબંધનના પવિત્ર તહેવાર માટે આખું વર્ષ રાહ જુએ છે. ભાઈ-બહેનના પવિત્ર સંબંધને મજબુત કરતો આ તહેવાર આવતા સોમવારે એટલે કે 3 ઓગસ્ટના છે.

આ રક્ષાબંધન પર્વ ખૂબ વિશેષ બનવા જઇ રહ્યું છે કારણ કે આ વર્ષે સર્વાર્થ સિદ્ધિ અને આયુષ્માન દીર્ઘાયુ શુભ યોગ બની રહ્યો છે. જ્યોતિષીઓના મતે રક્ષાબંધન પર આ શુભ સંયોગ 29 વર્ષ પછી આવ્યો છે. રક્ષાબંધન પર રાખડી બાંધીને બહેનો ભાઈની દીર્ઘાયુષ્યની કામના કરે છે, જ્યારે ભાઈઓ પણ તેમની બહેનોનું રક્ષણ કરવાનું વચન આપે છે. રાખડી બાંધવાના રક્ષાબંધન પર કયા ક્યાં મુહૂર્તો છે ચાલો એના વિશે જાણી લઈએ…

પંચાગ : રક્ષાબંધન

પંચાંગ મુજબ રાખડીનો તહેવાર 3 ઓગસ્ટે ઉજવાશે. રક્ષાબંધનના પાવન પર્વ પર ખુબજ સારા ગ્રહોનો અને નક્ષત્રોનો સંયોગ બની રહ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ બની રહ્યો છે જે તમામ મનોકામના પૂર્ણ કરનાર યોગ છે. સોમવાર પૂર્ણિમા અને આયુષ્માન દીર્ઘાયુ શુભ યોગ બહુ ઓછા સમયે સાથે જોવા મળે છે આથી આ વખતે રક્ષાબંધન ખુબજ ખાસ રહેશે.

આ રીતે ઉજવો રક્ષાબંધન

રક્ષાબંધંનના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાનાદિથી પરવારીને સ્વચ્છ કપડા પહેરો. બાદમાં ઘરને સાફ કરી લો. પૂજાની થાળી તૈયાર કરો જેમાં કંકુ ચોખા દિવો અને પુષ્પ રાખો. ભાઇને સામે બેસાડીને તેના લલાટ પર તિલક કરો, ચોખા લગાવી આરતી ઉતારો અને રાખડી પર ચાંદલો કરીને ભાઇના કાંડે રાખડી બાંધી તેની રક્ષાની કામના કરો. રાખડી બાંધ્યા બાદ ભાઇનું મોઢુ મિઠાઇથી ગળ્યું કરાવો.

રક્ષાબંધન નું મહત્વ

પંચાંગ મુજબ શુભ મુર્હુતમાં જ ભાઈના કાંડા પર રાખડી બાંધી દેવી જોઈએ. રખડીને રક્ષાસૂત્ર પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં, રક્ષા સૂત્ર વિશે ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યું છે. પૌરાણિક કથા અનુસાર, રાજસૂય યજ્ઞ વખતે ભગવાન શ્રીકૃષ્ણને દ્વોપદીએ રક્ષા સ્વરૂપે પોતાના પાલવમાંથી કપડુ ફાડીને બાંધ્યું હતું, આ બાદથી જ રક્ષાબંધનની શરૂઆત થઇ હતી. રક્ષાબંધનના દિવસે અભ્યાસ શરૂ કરવાને શુભ માનવામાં આવ્યું છે.

આ શુભ મૂર્હુતમાં બાંધવી રાખડી

  • રક્ષાબંધનનો ધાર્મિક સમય- 09: 28 થી 21: 14
  • પીએમ મુહૂર્તા – 13:46 થી 16:26
  • પ્રદોષ કાળ મુહૂર્ત – 19:06 થી 21:14
  • પૂર્ણિમા તારીખ પ્રારંભ – 21:28 (2 August)
  • પૂર્ણિમા તારીખ સમાપ્ત  – 21:27 (3 August)
Top