You are here
Home > Gujarati News > રક્ષાબંધન ૨૦૨૦: ભાઈને રાખડી બાંધતા સમયે થાળીમાં જરૂર રાખવી આ ૭ વસ્તુ, થશે શુભ, કોરોના માં પણ ભાઈની ચકી જશે કિસ્મત

રક્ષાબંધન ૨૦૨૦: ભાઈને રાખડી બાંધતા સમયે થાળીમાં જરૂર રાખવી આ ૭ વસ્તુ, થશે શુભ, કોરોના માં પણ ભાઈની ચકી જશે કિસ્મત

રાખડીનો તહેવાર એક એવો તહેવાર છે જેની દરેક ભાઈ-બહેન આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે. રક્ષાબંધનમાં બહેનો પોતાના ભાઈઓને રાખડી બાંધે છે અને તેમના સંબંધોને વધુ ગાઢ બનાવે છે. આ વખતે 3 ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. રાખડી બાંધવા માટે શુભ મુર્હુત ને ધ્યાનમાં રાખવામાં આવે છે. પરંતુ આ સિવાય રાખડીની થાળી  ખૂબ જ મહત્વની છે.

આ દિવસે બહેનો ખૂબ જ પ્રેમથી રાખડીની થાળી શણગારે છે. જેમાં તે ભાઈની આરતી ઉતારે છે. પછી રાખડી બાંધે છે. જાણો રાખડીની થાળીમાં કઈ વસ્તુ હોવી જરૂરી માનવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં કુમકુમનો ઉપયોગ દરેક માંગલિક કાર્યમાં શુભ માનવામાં આવે છે. કમકુમનો લાલ રંગ પ્રેમ, ઉત્સાહ, હિંમત, ઉત્સાહ અને બહાદુરીનું પ્રતીક માનવામાં આવે છે. તેથી જ ભાઈને રાખડી બાંધતા પહેલા તિલક લગાવવામાં આવે છે. તમે ઈચ્છો તો રોલી, કુમકુમ અથવા હળદરથી તિલક લગાવી શકો છો. પૂજા-અર્ચનામાં હળદરનો ઉપયોગ તિલક અને ચોખાની સાથે કરવામાં આવે છે. આ ભાઈના ભાગ્યની સાથે સમૃદ્ધિ તરફ દોરી જાય છે.

પૂજા ની થાળી માં રાખવી આ વસ્તુ

રાખડી બાંધતા સમયે પૂજા ની થાળી માં કેટલીક ખાસ વસ્તુઓ નું હોવું જરૂરી છે. તેમાં તમે હાથના કાંડા પણ બાંધવા માટે રાખડી, કપાળ પર લગાવવા માટે કંકુ અને ચોખા, મોં મીઠું કરવા માટે મીઠાઈ, માથું ઢાકવા માટે રૂમાલ અથવા ટોપી, પૂજા માટે ધી નો દીવો અને હાથ માં દેવા માટે નાળીયેર રાખો. આ વસ્તુ ઓ સિવાય તમે પોતાના ભાઈ ને ગીફ્ટ આપવા માંગો છો તો તેને પણ થાળી માં રાખી શકો છો. છોકરીઓ ભાઈઓ ની સિવાય પોતાની ભાભી ને પણ રાખડી બાંધી શકે છે. તેનાથી ભાભી અને નણંદ નો સંબંધ મજબુત બને છે.

રાખડી બાંધતા સમયે બોલવો આ મંત્ર

રાખડી બાંધતા સમયે ‘येन बद्धो बलिराजा, दानवेन्द्रो महाबलः, तेनत्वाम प्रति बद्धनामि रक्षे, माचल-माचलः’ મંત્ર નો જપ કરવો ખુબ જ શુભ માનવામાં આવે છે. આ મંત્ર નો એક ખાસ અર્થ પણ છે. “રાજા બલી એ રક્ષા સુત્ર થી ધ્યાન ભટકાવ્યા વગર પોતાનું બધું જ ત્યાગી દીધું હતું. એવી જ રીતે રાખડી આજે હું તને બાંધી રહી છુ. તો તું તારા લક્ષ્ય થી ભટકતો નહિ અને મારા ભાઈ ની કોઈ પણ સંજોગો માં રક્ષા કરજે.”

Top