You are here
Home > Gujarati News > રાજસ્થાનના એ 5 જીલ્લા જ્યાં લોકોને સાંજે 7:00 વાગ્યા પછી જવાની મનાઈ છે, માન્યતા છે કે આ છે ભૂતિયા કિલ્લા અને મહેલો

રાજસ્થાનના એ 5 જીલ્લા જ્યાં લોકોને સાંજે 7:00 વાગ્યા પછી જવાની મનાઈ છે, માન્યતા છે કે આ છે ભૂતિયા કિલ્લા અને મહેલો

તમે લોકો એ ઘણી વાર ભૂત અને ભૂત ની કહાની તો સાંભળી જ હશે અને આપના દેશમાં ઘણી એવી જગ્યાઓ પણ છે જ્યાં પ્રવેશ કરવાથી લોકો દરે છે અને ઘણી એવી પણ જગ્યાઓ છે જેના પર રાત્રે પ્રવેશ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવી છે. આજે અમે રાજસ્થાન ના કેટલાક એવા કિલ્લાઓ વિષે જણાવીશું કે જેને ભૂતિયા કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ અવ કિલ્લાઓ વિશે.

૧. ભાનગઢનો કિલ્લો : આ કિલ્લો ૧૭ મી સદી માં અલવર ની રાજકુમારી રાત્નાવતી માટે બનાવવા માં આવ્યો હતો. એવું કહેવાય છે કે એક તાંત્રિક તેના પર મોહિત હતો. અને એ તાંત્રિક આ રાજકુમારી ને પામવા માટે તેના પર કાળો જાદુ કરતો હતો. જયારે આ વાત ની જાણ રાજકુમારીને થઇ તો રાજકુમારી એ પેલા તાંત્રિક ને મરાવી નાખ્યો. અને ત્યારથી એવું કહેવાય છે કે આજે પણ આ કિલ્લા માં એ તાંત્રિક ની આત્મા ભટકી રહી છે. જે લોકો ને નુકશાન પહોચાડે છે તેથી આ કિલ્લા માં રાત્રે જવા પર પ્રતિબંધ છે.

૨. નાહરગઢ નો કિલ્લો : આ કિલ્લા નું નિર્માણ સવાઈ રાજા મન સિંહે કરાવ્યું હતું. અને તેઓ આ કિલ્લા ની દીવાલો એટલી ઉંચી બનાવવા માંગતા હતા કે જેથી કોઈ પણ પોતાની રાનીઓ ને જોઈ ના શકે. આજે પણ આ કિલ્લા માં સુર્યાસ્ત પછી કોઈ પણ વ્યક્તિ રોકાતા નથી. આ કિલ્લા માં લોકો ને અજીબ પ્રકારના અવાજો સંભળાય છે. લોકો નું માનવું છે કે આજે પણ આ કિલ્લા માં સવાઈ મન સિંહ જી ની આત્મા ભટકી રહી છે.

૩. સજ્જનગઢ કિલ્લો (ઉદયપુર) :  આ કિલ્લા માં સાંજે ૭ વાગ્યા પછી કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નથી આપવામાં આવતો. આ કિલ્લા ના અંદરના ગૃહો માં લોકો એ પોતાની જાત સાથે કઈક અલગ ઘટનાઓ ઘટી રહી હોય એવું મહેસુસ કરેલું છે. આ કિલ્લા ને માનસૂન પેલેસ પણ કહેવામાં આવે છે.

૪. જળ મહેલ – જયપુર : આ મહેલ માં સાગર ઝીલ ની વચ્ચે બનેલો છે. આ ૩૦૦ વર્ષ જુનો મહેલ છે. અહી સાંજ પડ્યા પછી કોઈ પણ વ્યક્તિને પ્રવેશ નથી આપવામાં આવતો. અહી લોકો ને કોઈક નો રડવાનો અને ચીસો પાડવાનો અવાજ સંભળાય એવું મહેસુસ થયેલું જાણવામાં આવેલ છે. અને ત્યારથી આ મહેલ માં રાત્રે કોઈ પણ વ્યક્તિને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે.

૫. મેહરાનગઢ – જોધપુર : ઇસ. ૧૪૫૯ માં રાવ જોધા એ આ કિલ્લો બનાવ્યો હતો. અહી પર જે લોકો સાંજના સમયે જાય તેઓ એ એવો દાવો કર્યો છે કે અહી કોઈક ની ચીસો પડવાના અવાજ સંભળાય છે. આ કિલ્લા માં એક છોકરાને રાવ જોધા ના આદેશથી જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. અને કહેવાય છે કે ત્યારથી એ છોકરાની આત્મા આ કિલ્લા માં ભટકી રહી છે. તેથી રાત્રે અહી પ્રવેશ પર પ્રતિબંધી લગાવવામાં આવેલ છે.

Top