You are here
Home > Gujarati News > માં રડતી રહી, દુખાવાથી પીડાતી રહી અને પુત્રએ વિડીયો બનાવતા બનાવતા કરી નાખ્યું માનવતાને હચમચાવી નાખે તેવું કૃત્ય….

માં રડતી રહી, દુખાવાથી પીડાતી રહી અને પુત્રએ વિડીયો બનાવતા બનાવતા કરી નાખ્યું માનવતાને હચમચાવી નાખે તેવું કૃત્ય….

ખરેખર ઘોળ કલિયુગ આવી ગયો છે, આજે  દેશ અને દુનિયામાં ના વિચાર્યા હોત તેવા કૃત્યો જોવા અને સાંભળવા મળે છે..  આજે આવી જ એક ચોકાવનારી ઘટના સામેં આવી છે.. આ વાત છે ભારત દેશના રાજ્ય મધ્યપ્રદેશમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ રાજ્યમાં એક યુવકે તેની માતાની હત્યા કરી હતી અને તેની હત્યા કરતી વખતે તેની માતાનો વીડિયો પણ બનાવ્યો.

માતા પીડામાં ચીસો પડતી રહી અને તેનો પુત્ર વીડિયો બનાવતો રહ્યો. આ ઘટના મધ્યપ્રદેશના રેવા જિલ્લાના એક ગામની છે.

માં ને કરતો હતો નફરત :રીવા જિલ્લાના ખટિકા ગામના ધીરેન્દ્ર પાંડે તેની માતાને નફરત કરતો હતો અને આ નફરતને કારણે તેણે તેની માતાની હત્યા કરી હતી. ધીરેન્દ્ર પાંડેની માતા નું નામ સાવિત્રી હોવાનું કહેવાય છે અને સાવિત્રીને બે પુત્રો હતા. જેમાંથી ધીરેન્દ્ર પાંડે સૌથી નાનો છે. પોલીસના જણાવ્યા અનુસાર સાવિત્રીના મોટા પુત્રનું ગત વર્ષે અવસાન થયું હતું. જે બાદ સાવિત્રી બીમાર રહેવા લાગી હતી.

સાવિત્રી પોતાના મોટા દીકરાને ખૂબ પ્રેમ કરતી હતી અને નાના પુત્ર ધીરેન્દ્ર પાંડેને આ ગમતું નહોતું. સાવિત્રીના નાના દીકરા ધીરેન્દ્ર પાંડેને લાગતું હતું કે સાવિત્રી તેને પ્રેમ કરતી નથી અને તેના કારણે તેણે 44 વર્ષીય સાવિત્રી પાંડેની હત્યા કરી હતી.

હત્યા દરમિયાન બનાવ્યો વિડીયો

24 વર્ષીય ધીરેન્દ્ર પાંડેએ તેની માતાની હત્યા કર્યાનો એક વીડિયો પણ બનાવ્યો હતો, જે પોલીસને તેના ફોન પર મળી છે. પોલીસે જણાવ્યું કે તેઓએ ધીરેન્દ્ર પાંડેનો મોબાઇલ ફોન કબજે કર્યો હતો. જેમાં તેણે માતા સાવિત્રી પાંડેની હત્યાનો એક વીડિયો શૂટ કર્યો છે. આ મામલે માહિતી આપતાં રેવા જિલ્લા પોલીસ અધિક્ષક રાકેશસિંહે જણાવ્યું હતું કે રવિવારે સાવિત્રીના 46 વર્ષીય પતિ કૃપા શંકર પાંડેએ પોલીસને જાણ કરી હતી કે કોઈએ તેની પત્નીને ધારદાર હથિયારથી હત્યા કરી દીધી છે અને લાશને નજીકના જંગલમાં ફેંકી દીધી છે. આ માહિતી મળ્યા બાદ પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી.

પોલીસ અધિક્ષક રાકેશ સિંહના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સાવિત્રીએ ગત વર્ષે મોટો પુત્ર ગુમાવ્યો હતો. તે એમના પુત્રના મોતથી માનસિક રીતે અસ્થિર થઈ ગઈ હતી. સાવિત્રીનો નાનો પુત્ર ધીરેન્દ્ર બેરોજગાર હતો અને તેની માતાને નફરત કરતો હતો. પિતાના કહેવા પ્રમાણે તેને લાગ્યું હતું કે તેની મા મોટા ભાઈને પ્રેમ કરે છે. ધીરેન્દ્ર હંમેશા તેની પત્ની, માતા અને પિતા સાથે લડતો હતો. ધીરેન્દ્રએ અનેક વાર સાવિત્રીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પિતાના નિવેદનને આધારે પોલીસે નાના પુત્રની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન ધીરેન્દ્રએ ગુનો કબૂલ્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ પૂછપરછ પર તેણે જણાવ્યું કે તેણે માતાની હત્યાનો વીડિયો પણ બનાવ્યો છે. જે પોલીસને એના ફોનમાં મળ્યો છે. વીડિયોમાં ધીરેન્દ્ર પોતાની માતા પર ધારદાર હથિયાથી હુમલો કરી રહ્યો છે અને માતા ખૂબ ચીસો પાડી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ ધીરેન્દ્રએ આ ઘટનાને ઘરમાં અંજામ આપ્યો હતો. અને આ સમય દરમિયાન ઘરમાં કોઈ નહોતું. હત્યા બાદ તેણે માતાની લાશ ને જંગલમાં ફેંકી દીધી હતી. આ કેસમાં પોલીસે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમ 302 (હત્યા) હેઠળ ગુનો નોંધ્યો અને આરોપી આ સમયે જેલમાં છે.

Top