You are here
Home > Astrology > પૂજા દરમિયાન આ કારણથી માથે ઓઢવાનું કહેવામાં આવે છે , પુરાણોમાં પણ જણાવ્યું છે માથે ઓઢવાનું કારણ..

પૂજા દરમિયાન આ કારણથી માથે ઓઢવાનું કહેવામાં આવે છે , પુરાણોમાં પણ જણાવ્યું છે માથે ઓઢવાનું કારણ..

તમે જ્યાર મંદિર માં જાવ છો તો તમે જોઈ શકશો કે મહિલાઓ એ માથે ઓઢેલું હોય છે, તેમજ ભગવાન ની પૂજા કરતી વખતે માથાને જરૂર ઢાંકવામાં આવે છે અને માથું ઢાંકીને પછી જ ભગવાનનું નામ લેવામાં આવે છે. એટલા માટે મંદિરમાં મહિલાઓ અને પુરુષોના માથા પર કપડું જરૂર હોય છે. હકીકતમાં પુરાણોમાં માથાને ઢાંકવાની પાછળ ઘણા બધા કારણ જણાવવામાં આવ્યા છે, જે આ પ્રકારના છે.

આપને ખબર નથી હોતી કે આના પાછળ કારણ શું હોઈ શકે છે શા માટે મહિલો ઓ માથે ઓઢે છે છ તો ચાલો જાણીએ પૂજા કરતી વખતે કેમ ઢાંકવામાં આવે છે માથું…

ભગવાનનો આદર કરવા માટે : પુરાણો અનુસાર મહિલાઓ ને હંમેશા મોટા લોકોની સામે એનું માથું ઢાંકીને રાખવું જોઈએ, કારણકે માથાને ઢાંકવાનો મતલબ હોય છે કે તમે તમારાથી મોટા લોકો પ્રત્યે તમારો આદર પ્રગટ કરો છો. એવી જ રીતે તમે જયારે મંદિર જાવ છો અને તમારા માથાને ઢાંકો છો તો તમે ભગવાન પ્રત્યે આદર પ્રગટ કરો છો.


નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરી શકતી..

માથું ઢાંકીને પૂજા કરવાથી વ્યક્તિ પર નકારાત્મક ઉર્જા નો પ્રભાવ પડતો નથી અને એ ઉર્જા માથા દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકતી નથી. એટલા માટે તમે જયારે પણ પૂજા કરો તો માથાને ઢાંકી લેવું જેથી તમારી અંદર સકારાત્મકતા ઉર્જા બની રહે છે અને નકારાત્મક ઉર્જા ના પ્રભાવથી તમે દુર રહેશો.

મન એકાગ્ર બની રહે છે. : એવું માનવામાં આવે છે કે માથાને ઢાંકવાથી મન એકાગ્ર બની રહે છે અને પૂજા કરતી વખતે પૂરું ધ્યાન ભગવાનની આરાધના માં લાગેલું રહે છે. એ જ કારણના લીધે જયારે પણ આપણે ઘરમા અથવા મંદિરમાં કોઈ પૂજા કરીએ છીએ, તો પંડિત સૌથી પહેલા આપણને આપણું માથું ઢાંકવાનું કહે છે, જેથી આપણે એકદમ સાચા મનથી ભગવાનનું નામ લઇ શકીએ.

આકાશીય વિદ્યુતીય તરંગોથી થાય છે રક્ષા : આકાશીય વિદ્યુતીય તરંગો માથા માટે હાનીકારક હોય છે, ખુલ્લું માથું હોવાથી આ તરંગો માથા પર પ્રભાવ નાખે છે અને એવું થવાથી વ્યક્તિને ઘણી વાર ગુસ્સો આવવા લાગે છે અને તેની આંખ પર પણ તેનો પ્રભાવ પડે છે. પૂજા કરતી વખતે માથું ઢાંકવામાં આવે છે જેથી આ તરંગો ના કારણે તમને પૂજા કરવામાં કોઈ પણ પ્રકારની પરેશાની ના થાય અને તમે શાંત મનથી પૂજા કરી શકો.


વૈજ્ઞાનિક કારણ : વિજ્ઞાનની દ્રષ્ટિથી પણ માથાને ઢાંકવું સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે માથા દ્વારા આપણને ઘણા બધા રોગ થવાનો ખતરો રહે છે.

વૈજ્ઞાનિક અનુસાર વાળમાં રોગ ફેલાવવા વાળા કીટાણું આસાનીથી ચીપકી જાય છે અને કીટાણું વાળના માધ્યમથી શરીરમાં પણ ઘણી વાર પ્રવેશ કરે છે અને એવું થવાથી વ્યક્તિને ઘણા પ્રકારની બીમારી લાગી શકે છે. જો તમે તમારું માથું ઢાંકીને રાખો છો તો આ કીટાણું થી તમારી રક્ષા થાય છે.

ક્યારે ક્યારે માથું ઢાંકવું જોઈએ : હિંદુ ધર્મ અનુસાર જયારે પણ તમે પૂજા કરો, મંદિરે જાવ, હવન કરો, વિવાહ ના સમયે, અથવા વૃક્ષની પરિક્રમા કરો તે સમયે તમારું માથું હંમેશા કપડાથી ઢાંકેલું હોવું જોઈએ. મહિલાઓ એમની સાડીનો પલ્લું અથવા દુપટ્ટાથી માથું ઢાંકી શકે છે, જયારે પુરુષો રૂમાલથી એનું માથું ઢાંકી શકે છે.

Top