You are here
Home > Featured > પત્નીએ ઘરમાં દહીં હોવા છતાં આપ્યું નહિ સસરાને, પછી જે થયું તે દરેકે જરૂર વાંચવુ જોઈએ

પત્નીએ ઘરમાં દહીં હોવા છતાં આપ્યું નહિ સસરાને, પછી જે થયું તે દરેકે જરૂર વાંચવુ જોઈએ

આપણે એ વાત તો સૌ જાણીએ જ છીએ કે વર્તમાન સમય માં આજ કાલ કોઈ ને માતા પિતા સાથે રહેવું બિલકુલ પણ પસંદ નથી હોતું, ખાસ કરીને નવી પેઢી માં જાણે બાળકોને માતા પિતા આંખના કણા ની જેમ ખટકે છે. જેવા બાળકો મોટા થાય અને માતા પિતા વૃદ્ધ થાય ત્યારે તેમનો સહારો બનવાના બદલે તેઓ માતા પિતાથી અલગ રહેવા ચાલ્યા જાય છે અથવા તો માતા પિતા ને જ વૃદ્ધાશ્રમ માં મૂકી આવે છે.

ઘણા બધા વૃદ્ધ માં બાપે પોતાના સંતાન હોવા છતાં પણ વૃદ્ધાશ્રમમાં સંતાન વગર રહેવું પડે છે. એક સમય હતો જયારે આપણો દેશ શ્રાવણ ભૂમિ તરીકે ઓળખાતો અને આજે આ જ શ્રાવણ ભૂમિ માં સંતન હોવા છતાં માં બાપે ઘર વિહોણા થવું પડે છે. આજે અમે એક એવીજ ઘટના વિશે જણાવીશું જેમાંથી દરેક લોકો એ એક ખુબજ સારો બોધ લેવા જેવો છે.

આ વાત છે એક એવા પિતાની જેણે પોતાના દીકરાને માં અને બાપ બંનેની ફરજ બજાવીને મોટો કર્યો હતો. જયારે એ વ્યક્તિ લગભગ 45 વર્ષનો હતો, ત્યારે એની પત્નીનો સ્વર્ગવાસ થયો હતો. ત્યારે ઘણા લોકોએ એમને સલાહ આપી હતી કે તે બીજા લગ્ન કરી લે. પણ એમણે એ કહીને બીજા લગ્ન કરવાની ના કહી દીધી કે, મારી પાસે મારા પુત્રના રૂપમાં મારી પત્નીએ આપેલી એક અમૂલ્ય ભેટ છે. અને એની સાથે જ મારુ આખું જીવન પસાર થઇ જશે. જો કોઈ બીજી સ્ત્રી આવે એ મારા પુત્ર ને સાચવે કે ના સાચવે હું મારા પુત્રનો પિતા અને માતા બંને હુજ બનીને તેનો ઉછેર કરીશ.

આમ કહી એ વ્યક્તિએ પોતાનું આખું જીવન પોતાના પુત્ર ને સોપી દીધું. જયારે તેનો દીકરો મોટો થયો એટલે તેને ભણાવ્યો ગણાવ્યો અને સમય આવતા તેના માટે એક સુંદર છોકરી ગોતી તેના લગ્ન કરાવ્યા. પોતાનો કારોબાર પુત્રના હાથમાં સોંપી દીધો. પછી તે કોઈ વાર પોતાની ઓફિસમાં, તો કોઈ વાર પોતાના મિત્રોની ઓફિસમાં બેસીને સમય પસાર કરવા લાગ્યા. અને એમણે ઘરની જવાબદારી પોતાની વહુને સોંપી દીધી. હવે તે એકદમ નિવૃત્ત થઇ ગયા હતા કેમકે પોતાનો કારોબાર પોતાનો દીકરો ખુબજ સારી રીતે ચલાવી રહ્યો હતો.

સમય પસાર થતો ગયો અને જોત જોતામાં તો દીકરાના લગ્નને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું. અને એક દિવસ તે બપોરે જમી રહ્યા હતા. અને એમનો પુત્ર પણ ઓફિસેથી ઘરે જમવા માટે આવી ગયો હતો, અને હાથ-મોં ધોઈને જમવાની તૈયારી કરી રહ્યો હતો. એ સમયે એણે સાંભળ્યું કે એના પિતાએ વહુ પાસે દહીં માંગ્યું, અને વહુએ સસરાને કહ્યું કે, આજે ઘરમાં દહીં નથી. તો તે જમી કરીને ફરી ઓફિસે બેસવા માટે જતા રહ્યા.

તરત જ થોડી વાર પછી પુત્ર એની પત્ની સાથે જમવા માટે બેઠો. અને ખાવામાં દહીંથી ભરેલો એક પ્યાલો પણ હતો. એ જોઈને પુત્ર ત્યારે કઈ જ ના બોલ્યો, અને ખાવાનું ખાઈને પોતે પણ ઓફિસ જવા રવાના થઇ ગયો. પરંતુ એ દહીં નો પ્યાલો તેની નજર સામેથી દુર જ નહોતો થઇ રહ્યો અને તેને અંદર થી ખુબ જ દુખ થઇ રહ્યું હતું પોતાની પત્ની નું આવું વર્તન જોઇને.

પછી પુત્ર થી આ બધું સહન ના થયું અને થોડા દિવસો પછી પુત્રએ પિતાને કહ્યું કે, પપ્પા આજે તમારે કોર્ટ આવું પડશે, કારણ કે આજે તમારા લગ્ન કરાવવાના છે. આ સાંભળી પિતાએ આશ્ચર્ય ચકિત થઈને પુત્ર તરફ જોયું અને થોડી વાર પછી બોલ્યા, દીકરા મને પત્નીની કોઈ જરૂર નથી. અને હું પણ તને એટલો સ્નેહ આપું છું કે, કદાચ તને પણ માં ની જરૂર નહિ હોય. તો પછી મારા બીજા લગ્ન શા માટે?

ત્યારે પુત્રએ કહ્યું કે, પપ્પા ન તો હું મારા માટે માં લાવી રહ્યો છું, અને ન તો તમારા માટે પત્ની. હું તો ફક્ત તમારા માટે દહીંની વ્યવસ્થા કરી રહ્યો છું. અને કાલથી હું ભાડાના મકાનમાં તમારી વહુ સાથે રહીશ, તેમજ તમારી આ ઓફિસમાં એક કર્મચારી તરીકે પગાર પર કામ કરીશ. જેથી તમારી વહુને દહીંની કિંમત ખબર પડે. આ રીતે એ પુત્ર એ પોતાની પત્ની ની ભૂલ બદલ પોતાના પિતાજી ની માફી માંગી અને એ ભૂલ નું પ્રાયશ્ચિત કર્યું.

Top