You are here
Home > Ajab Gajab > ભારતની આ પવિત્ર અને ચમત્કારિક જગ્યા કે જેના પર હુમલો કરતા ડરે છે પાક. અને ચીનના સૈનિકો

ભારતની આ પવિત્ર અને ચમત્કારિક જગ્યા કે જેના પર હુમલો કરતા ડરે છે પાક. અને ચીનના સૈનિકો

તાજેતરમાં જ  પુલવામાં થયેલા આત્મઘાતી આતંકી હુમલામાં આપના 40 જાંબાઝ જવાનો શહીદ થયા હતા.  પાકિસ્તાન ભારતમાં અવારનવાર પોતાના આવા કાયરતા ભર્યા કૃત્યોને અંજામ આપતું રહે છે.. સાથે પાકિસ્તાન વારંવાર સિઝફાયરનું ઉલ્લંઘન કરે છે તો બીજી બાજુ ચીન પણ ક્યારેક લદ્દાખમાં ઘૂસી જાય છે.  આવી સ્થિતિમાં આપના દેશમાં આવેલા કેટલાક પવિત્ર અને ચમત્કારિક મંદિરો અને દરગાહ છે જેના પર કોઈ દુશ્મન ક્યારેય ફાયરિંગ નથી કરતા. આ ઉપરાંત, આ મંદિરના દેવી-દેવતાઓ સૈન્યના જવાનોની સતત સુરક્ષા કરે છે. જ્યારે દરગાહમાં દુઆ કરવામાં આવે છે

પ્રથમ વાત કરીએ જેસલમેર થી ૧૨૦ કિલોમીટર દુર અને સરહદ થી નજીક આવેલા  તનોટ માતા ના મંદિર ની….

રાજસ્થાન ના જેસલમેર વિસ્તાર મા જયારે યુદ્ધ થયું હતું ત્યારે પાકિસ્તાની સેના ને હરાવવા મા તનોટ માતા ના મંદિર ની મહત્વ ની ભૂમિકા રહી હતી. ત્યાં ના મંદિર વિશે માનવામાં આવે છે કે માતાએ ભારતીય સૈનિકો ને મદદ કરી અને પાકિસ્તાની સેના ને પાછા હટવા મજબુર કરી દીધું હતું. જેસલમેર થી થાર રણ વિસ્તાર મા આશરે ૧૨૦ કિ.મી ના અંતરે ભારતીય સીમા પાસે તનોટ માતા નું મંદિર સ્થાપિત છે.

આ તનોટ માતા નુ મંદિર માત્ર ભારતીય સૈનિકો જ નહિ પરંતુ પાકિસ્તાની સૈનિકો માટે પણ આસ્થા નું મોટું કેન્દ્ર છે. આજ થી ૫૩ વર્ષ પેહલા ૨૩મી સપ્ટેમ્બર ૧૯૬૫માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. તો આજે આ આર્ટીકલ દ્વારા આ મંદિર વિશે વાત કરવી છે કે જ્યાં દુશ્મને આશરે ૩૦૦૦ જેટલા બમ્બ-ગોળા ફેક્યા હતા પરંતુ તેઓ માતા ના મંદિર ની ધૂળ પણ હલાવી શકયા નહતું.

આ મંદિર જેસલમેર થી ૧૫૩ કિ.મી. દૂર થાર ના રણ વચ્ચે આવેલું છે અને આ મંદિર સાથે ઘણી વાતો પ્રસિદ્ધ છે. એવું મનાય છે કે ૧૯૬૫ ના યુદ્ધ મા પાકિસ્તાને આ મંદિર પર આશરે ૩૦૦૦ જેટલા બમ્બ-ગોળા વરસાવ્યા હતા પરંતુ મંદિર ને કઈ જ થયું નહતું. આ સિવાય મંદિર ના પટાંગણ મા આશરે ૪૫૦ જેટલા ગોળા પડ્યા હતા પરંતુ તે ફૂટ્યા જ ન હતા. આને માતા નો આશીર્વાદ માનવામાં આવ્યો હતો. ત્યારે મેજર જયસિંહ ની નિગરાણી હેઠળ ગ્રેનેડિયર ની એક કંપની સીમા ની સુરક્ષા કરી રહી હતી.

બમ્બ-ગોળા સતત પડતા હતા પણ ફૂટતા ન હતા

આવું રણ કે જેનું નામ પણ જાવરલે સાંભળ્યું હોય તે આ યુદ્ધ બાદ જગવિખ્યાત થઇ ગયું. હાલ આ મંદિર નુ નિયંત્રણ બોર્ડર સિક્યુરીટી ફોર્સ હેઠળ છે અને તેમના જવાનો મંદિર ની દેખરેખ કરે છે. અહિયાં જે બમ્બ ફાટ્યા નહતા તે આજે પણ ત્યાં જ એક મ્યૂઝિયમ મા રાખવામાં આવ્યા છે.

આ યુદ્ધ પૂરું થયા બાદ આ મંદિર ની વાતો માત્ર ભારત માં જ નહી પરંતુ પાકિસ્તાન મા થતી હતી. ત્યાંના પાકિસ્તાની જનરલે આ માતા ના દર્શનાર્થે પરવાનગી માંગી હતી અને પરવાનગી મળ્યા બાદ તેઓ માતા ના દર્શનાર્થે આવ્યા હતા. આ યુદ્ધ પર આધારિત ફિલ્મ બોર્ડર મા પણ આ મંદિર દર્શાવવા મા આવ્યું છે.

આ મંદિર ના દર્શન કરવા કેવી રીતે જવું

આ મંદિર ના દર્શન કરવા માટે રોડ માર્ગે નો ઉપયોગ કરવામાં આવે છે અને આ મંદિર જેસલમેર થી ૧૫૩ કિ.મી ના અંતરે રણ તરફ આવેલું છે. આ સાથે વ્યક્તિ પોતાની કાર કે ભાડે ટેક્સી લઈ ને પણ ત્યાં માતા ના દર્શન કરવા જઈ શકાય છે.

તનોટ મંદિરથી 5 કિમી પહેલા માતા ઘંટીયાલીનું મંદિર


રાજસ્થાનના જેસલમેર પાસેના તનોટ મંદિરથી 5 કિમી પહેલા માતા ઘંટીયાલીનું મંદિર આવેલું છે. અને આ મંદિર વિષે એવું માનવામાં આવે છે કે મંદિરની નજીક આવતા પાકિસ્તાની સૈનિકો એકબીજાને જ દુશમન સમજીને અંદરોઅંદર લડીને મૃત્યું પામ્યા હતા., 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયું હતું. તે વખતેના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ઘંટીયાલી માતાએ ભારતીય સૈન્યને મદદ કરી હતી. જ્યારે કેટલાક સૈનિકોએ મંદિરમાં પ્રવેશ કર્યો તો તેઓ અંધ થઈ ગયા હતા..

આશરે 350 વર્ષ જૂની બાબા દિલીપસિંહની દરગાહ


ભારત-પાકિસ્તાનની આતંરરાષ્ટ્રીય સરહદથી લગભગ 200 મીટર દૂર આશરે 350 વર્ષ જૂની બાબા દિલીપસિંહની દરગાહ આવેલી છે. બાબા દિલીપસિંહની આ દરગાહ પર પાકિસ્તાનીઓ ક્યારેય ફાયરિંગ નથી કરતા. આ દરગાહને બાબા ચમલિયાની દરગાહ ના નામથી પણ ઓળખવમાં આવે છે. બોર્ડરની પેલે પાર રહેતા લોકો અહીં દરગાહ પર ચાદર ચઢાવવા માટે આવે છે. પાકિસ્તાની સૈનિકો પણ માને છે કે, અહીં કોઈ આત્માની શક્તિ છે જે સૈન્યની સુરક્ષા કરે છે.

ભારત-ચીન બોર્ડર પાસે આવેલ બાબા હરભજનસિંહનું બંકર


હરભજનસિંહ ભારતીય સૈનિક હતા અને દુર્ઘટનાવશ તેમના શરીરનો અંત થઈ ગયો પણ દેશપ્રેમ આજે પણ યથાવત છે. આવનારા જોખમથી સૈન્યની રક્ષા કરી રહ્યા છે. ભારત-ચીન બોર્ડર પાસે બાબા હરભજનસિંહનું બંકર છે. એવું પણ માનવામાં આવે છે કે, બાબાએ ભલે શરીર છોડી દીધુ હોય પણ તેઓ આજે પણ બોર્ડર પર સૈનિકોની મદદ કરી રહ્યા છે.

Author: GujjuBaba Team
તમે આ લેખ Gujjubaba ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં આપજો..

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “Gujjubaba” લાઈક કરી  સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો… અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ.

Top