You are here
Home > Featured > જો તમારા પગમાં પણ છે સોજો તો તમારામાં શરીરમાં હોઈ શકે છે આ વસ્તુની ઉણપ, જાણો

જો તમારા પગમાં પણ છે સોજો તો તમારામાં શરીરમાં હોઈ શકે છે આ વસ્તુની ઉણપ, જાણો

આજના સમયમાં લગભગ ઘણા લોકો નોકરી કરે છે. તેના કારણે એમનું ટાઇમ ટેબલ બદલાઈ જાય છે. જેના કારણે શરીરમાં ઘણી બીમારીઓ થવા લાગે છે. વ્યસ્તતા વાળી જીવનશૈલીના કારણે લોકો એમના શરીર પર ધ્યાન આપી શકતા નથી જેના કારણે તેમના શરીરમાં કમજોરી આવે છે. શરીર તંદુરસ્ત અને સ્વસ્થ રહેતું નથી. આજના સમયમાં લોકોને બહારનું ખાવા પીવાનું પણ વધી ગયું છે, જેમાં વધારે પડતા મસાલા ના કારણે શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે.

ખોટા પદાર્થનું સેવન કરવાથી અને ખોટા ખાન-પાનનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહેતું નથી. જેના કારણે શરીરમાં ઘણા પ્રકારની ઉણપ થઇ જાય છે.

અમુક ઉણપના કારણે શરીરમાં સોજા ચડી જાય છે. આ ઉણપ ના કારણે શરીર સ્વસ્થ અને તંદુરસ્ત પણ રહેતું નથી. આજે અમે તમને જણાવીશું કે પગમાં ક્યાં કારણસર સોજો આવે છે અને શરીરમાં ક્યાં ક્યાં પ્રકારની ઉણપ હોય છે જેના કારણે શરીરના અમુક અંગ પર સોજો રહે છે. તો ચાલો જાણી લઈએ.

આયર્નની ઉણપ

જયારે કોઈ વ્યક્તિના શરીરમાં આયર્ન ની ઉણપ થઇ જાય છે. ત્યારે એના શરીરનું બ્લડ સર્ક્યુલેશન અનિયંત્રિત થવા લાગે છે. જેના કારણે એ વ્યક્તિના પગમાં સોજાની સમસ્યા જન્મ લઇ લે છે. આ સમસ્યાને ક્યારેય ભૂલેચૂકે પણ નજરઅંદાજ ના કરવી અને જો પગમાં સોજાની સમસ્યા થઇ જાય છે તો તરત જ ડોક્ટર ની સલાહ લેવી જોઈએ. સાથે જ આયર્ન યુક્ત આહાર નું સેવન પણ કરવું જોઈએ.

શરીરમાં પાણીની ઉણપ

જો કોઈ વ્યક્તિના શરીરમાં પાણીની કમી થઇ જાય છે ત્યારે તેના શરીરનું મેટાબોલિજ્મ સરખી રીતે કાર્ય કરી શકતું નથી. જેના કારણે વ્યક્તિ ના પગમાં સોજાની સમસ્યા થવા લાગે છે. સાથે સાથે જ શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ જન્મ લઇ લે છે. આ સમસ્યા ને ક્યારેય નજરઅંદાજ ના કરવી અને દરરોજ ભરપુર પાણીનું સેવન કરવું જોઈએ અને ડોક્ટર ની સલાહ પણ જરૂર લેવી.

વિટામીન ડી ની ઉણપ

હકીકતમાં શરીરમાં વિટામીન ડી ની ઉણપ થવાના કારણે પણ પગમાં સોજો આવવા લાગે છે, કારણ કે વિટામીન ડી ની ઉણપ થવાથી શરીરના હાડકા નો વિકાસ અટકી જાય છે. જેનાથી પગ માં સોજાની સમસ્યા ઉભી થઇ જાય છે. આ સમસ્યા ને પણ ક્યારેય નજર અંદાજ કરવાની ભૂલ ના કરવી તથા તેનાથી છુટકારો મેળવવા માટે વિટામીન ડી યુક્ત આહાર નું સેવન કરવું જોઈએ.

કેલ્શિયમ ની ઉણપ

જો કોઈ પણ વ્યક્તિને શરીરમાં કેલ્શિયમ ની ઉણપ થઇ જાય છે તો તેમના પગમાં સોજો થવાની સમસ્યા ઉભી થઇ જાય છે. આ સમસ્યાના કારણે વ્યક્તિનું શરીર અસ્વસ્થ રહે છે તેમજ તે વ્યક્તિને હરવા ફરવામાં પરેશાની થાય છે. જો કોઈ વ્યકિત ના પગમાં સોજાની સમસ્યા હંમેશા માટે રહેતી હોય છે તો તેને ડોક્ટર ની સલાહ લેવી જોઈએ અને કેલ્શિયમ યુક્ત ખોરાક નું સેવન કરવું જોઈએ.
>

Top