You are here
Home > Featured > તમે પણ ઈચ્છો છો નોર્મલ ડીલીવરી, તો દરરોજ કરો આ વસ્તુનું સેવન

તમે પણ ઈચ્છો છો નોર્મલ ડીલીવરી, તો દરરોજ કરો આ વસ્તુનું સેવન

શું તમે જાણો છો ગર્ભાવસ્થા દરમિયાન શરીર ની મજબૂતી માટે મહિલાઓ ને જરૂરી હોય છે ફેટી એસીડ ની આવશ્યકતા, જેને ગુડ ફેટ પણ કહેવામાં આવે છે. આ ગુડ ફેટ ઘી અને ઓમેગા-૩ માં ભરપુર હોય છે, ચાલો જાણીએ એક માં બનનારી મહિલા માટે ઘી ખાવાથી શું શું ફાયદા અને નુકશાન થાય છે.

મોટા ભાગે ગર્ભવતી મહિલાને બાળકના જન્મ પછી પણ ખુબજ ઘી ખવડાવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે મહિલાઓ માટે ઘી ખુબજ સારું, ઘી ખાવાથી શરીરમાં તાકાત રહે છે અને નબળાઈ નથી આવતી.

પરંતુ ઘી ખાવાની પણ એક લીમીટ હોય છે જો યોગ્ય માત્રા માં ઘી નું સેવન કરવામાં આવે તો જ તેના ફાયદા થાય છે નહીતર એ સ્વાસ્થ્ય માટે હાનીકારક પણ સાબિત થઇ શકે છે. તો ચાલો જાણીએ ઘી કેટલી માત્રા માં તેનું સેવન કરવું જોઈએ અને ઘી ખાવાથી શું ફાયદા કે નુકશાન થાય છે તે વિશે.

નોર્મલ ડીલીવરી :

આપણા વડીલો એવું કહેતા હતા કે જો મહિલા એવું ઈચ્છતી હોય કે ડીલીવરી નોર્મલ થાય તો તેણે ગર્ભાવસ્થાના ૯ માં મહિના દરમિયાન ઘી પીવું જોઈએ આવું કરવાથી પ્રસવ આસાનીથી અથવા નોર્મલ ડીલીવરી થાય છે.

પચવામાં આસન :

ઘી પચવામાં ખુબ જ સરળ હોય છે, ઘી આપણા હોર્મોન્સ માટે ખુબજ ફાયદા કારક હોય છે. ઘી માં વિટામીન એ, ડી, કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ, પોટેશિયમ જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. જે માં અને બાળક બંને ના વિકાસ માટે ફાયદા કારક છે. પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન શરીર વધારે ભાગદોડ કે વધારે કામ નથી  કરી શકતું અને આરામ માં જ હોય છે તેથી એ વાત નું ધ્યાન રાખવું કે આ સમય દરમિયાન દિવસમાં ૧૫ ગ્રામ થી વધારે માત્રા માં ઘી નું સેવન ના કરવું જોઈએ.

મગજ ના વિકાસ માટે જરૂરી:

ગર્ભાવસ્થા દરમિયાન માં ના શરીરમાં જો ઉર્જા ની કમી હોય તો એ ઘી પૂર્ણ કરે છે. તેમજ બાળકના માનસિક વિકાસ માટે પણ ઘી ખુબજ ફાયદા કારક છે. તેની સાથે સાથે ઘી બાળક અને માતાની પાચન ક્ષમતા ને પણ સ્ટ્રોંગ બનાવે છે.

પેટની સમસ્યા દુર કરે છે:

જેમ જેમ બાળક મોટું થતું જાય છે એમ એમ માતાને એસીડીટી, ગેસ, અને ઘણી વાર કબજિયાત જેવી સમસ્યાઓ થતી રહે છે. ઘી માં રહેલ પોષક તત્વો આ બધી જ સમસ્યાઓ થી છુટકારો અપાવે છે. પેટ ની સાથે સાથે બાળક અને માતાના હાડકા ની મજબૂતી અને વિકાસ માટે પણ ઘી ખુબ ઉપયોગી છે.

ગાયનું ઘી છે ફાયદાકારક :

ગાયનું ઘી અન્ય ઘી કરતા વધારે ફાયદાકારક હોય છે. કારણ કે માત્ર ગાયનું ઘી જ ગુડ ફેટ આપે છે. તેથી કોશિશ કરવી કે માં ને ગાય નુ ઘી જ મળે. તેની સાથે સાથે ગાયનું ઘી દાત ને પણ મજબુત કરે છે.

હાઈ બીપી પેશન્ટ છો તો થઇ જાવ સાવધાન:

એ વાત નું ધ્યાન રાખવું કે જો બ્લડ પ્રેશર ની બીમારી હોય તો ઘી નું સેવન ખુબજ ઓછી માત્રા માં કરવું જોઈએ કારણ કે તેનાથી માં અને બાળક બંનેના સ્વાસ્થ્ય ને નુકશાન થઇ શકે છે.

Top