You are here
Home > Religious > કેનેડામાં રહેતી પુત્રીએ પુછ્યું કે હનુમાનજી કોણ છે? પિતાએ ગુજરાતી અને અંગ્રેજીમાં હનુમાનપુરાણ છપાવ્યું

કેનેડામાં રહેતી પુત્રીએ પુછ્યું કે હનુમાનજી કોણ છે? પિતાએ ગુજરાતી અને અંગ્રેજીમાં હનુમાનપુરાણ છપાવ્યું

આજકાલ સ્માર્ટફોન અને ૪Gના આધુનિક સમયમાં બધું મોબાઈલ પર મળતું થઇ ગયું છે અહિયાં સુધી કે દર્શન આરતી કે પૂજા પણ મોબાઈલ પર જોવા મળી રહી છે.. ગુજરાતમાં વસતા પરિવારના સંતાનો આપણા દેવી દેવતાઓ થી પરિચિત હોય છે પરતું ગુજરાતી કે જેઓ ભારત બહાર જ રહેતા હોય અને તેમના સંતો વિદેશમાં જ જન્મેલા હોય અને ત્યાં જ મોટા થયા હોય તેઓ ક્યારેક આપણી સંસ્કૃતિથી દુર જતા હોય તેવું બની રહ્યું છે ત્યારે કેનેડામાં વસતા એનઆરઆઈ નરેશભાઈ ચાવડાએ એવું કામ કર્યું કે જેનાથી વિદેશમાં વસતા ગુજરાતીઓ ને ભગવાન પ્રત્યે વિદેશ માં વસતા ગુજરાતી સંતાનોને ભગવાન પ્રત્યે શ્રદ્ધા બની રહેશે… અને ધર્મથી વિમુખ નહિ થાય…

નડિયાદ સંતરામ મંદિર ખાતે પૂ. મોરારી બાપુના હસ્તે હનુમાન પુરાણ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તકની ખાસ વાત એ હતી કે વિદેશમાં ઉછરેલાં ભારતીય પરિવારના દિકરા – દિકરીને સંસ્કૃતિ અને ભગવાન વિશે ખ્યાલ આવે તે માટે મૂળ ગુજરાતી અને કેનેડામાં વસતા એનઆરઆઈ નરેશભાઈ ચાવડાએ હનુમાન પુરાણ છપાવ્યું છે. .

શા માટે નરેશભાઈ ચાવડાએ છપાવ્યું હનુમાન પુરાણ તે અંગે અંગે નરેશભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, માંડલ તાલુકાના કડવાસણમાં મારા નાના મોતીભાઈ ડોડીયા રહે છે. તેઓ હનુમાનભક્ત છે. થોડા વરસ પહેલા તેમણે જાતે લખેલું ગુજરાતી હનુમાન પુરાણ મને વાંચવા માટે આપ્યું હતું. જે હું કેનેડા મારા ઘરે વાંચી રહ્યો હતો. તે દરમિયાન દિકરી પૃથાએ આ હનુમાન પુરાણ પુસ્તક જોયું અને મને પ્રશ્ન પુછ્યો હતો કે આ હનુમાનજી કોણ છે ? તેના આ એક પ્રશ્નથી મને વિચારતા કરી દીધો હતો.

નિ:શુલ્ક આપવામાં આવશે હનુમાન પુરાણ
વિદેશમાં જ જન્મ્યા હોય અને વિદેશમાં ઉછરીને મોટા થયા હોય તેવા ભારતીય પરિવારના દિકરા – દિકરી પોતાની સંસ્કૃતિ અને ભગવાનથી દુર ના થાય ભગવાનમાં તેમની શ્રધ્ધા બની રહે તે માટે આ હનુમાન પુરાણને અંગ્રેજી અને ગુજરાતીમાં છપાવવા નિર્ણય લીધો હતો. જે અમેરિકા અને કેનેડામાં રહેતા તમામ ભારતીય પરિવારના ઘરે નિ:શુલ્ક આપવામાં આવશે.

કેટલી ભાષામાં બનાવ્યું અને કેટલી નકલ છપાવી હનુમાન પુરણ
આ હનુમાન પુરાણ ગ્રંથના ડાબી બાજુના પેજ પર ગુજરાતી અને જમણી બાજુના પેજ પર અંગ્રેજી એમ સમગ્ર હનુમાન પુરાણ બે ભાષામાં છપાવ્યું હતું. હાલ તો માત્ર એક હજાર જેટલી નકલ છપાવી છે. જે અમેરિકા અને કેનેડામાં રહેતા તમામ ભારતીય પરિવારના ઘરે નિ:શુલ્ક આપવામાં આવશે. આ હનુમાન પુરાણમાં સ્તુતિ, આરતી, સ્ત્રોતો, હનુમાન ચાલીસા, હનુમાન ચાલીસા (સટીક), સુંદરકાંડ (સટીક) વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો છે.

હનુમાનપુરાણ અગત્યનો ગ્રંથ બની રહેશે
વિદેશમાં વસતા ભારતીય ફેમીલીના સંતાનો મોટા ભાગે અંગ્રેજી જ કોમિક્સ કે બીજું કોઈ વાંચન કરતા હોય છે, ભારતની બહાર વસતા ગુજરાતી પરિવાર ના સંતાનો સુપર મેન, સ્પાઇડર મેનને ઓળખે છે. પરંતુ આપણા દેવી દેવતાની ઓળખ આપવી આપણે પૂછે ત્યારે આપવી પડે છે. આથી, આવા સંજોગોમાં આ હનુમાન પુરાણ ખૂબ જ અગત્યનો ગ્રંથ બની રહેશે.

Top