You are here
Home > Featured > એક મહિલાને ડિલિવરીના સમયે કેટલો દુઃખાવો થાય છે એ તમે જાણો છો, જાણીને ધ્રુજી જશો..

એક મહિલાને ડિલિવરીના સમયે કેટલો દુઃખાવો થાય છે એ તમે જાણો છો, જાણીને ધ્રુજી જશો..

દરેક મહિલા જયારે માં બને છે ત્યારે એના માટે તે ખુબ જ ખુબસુરત પળ હોય છે. માં બનવું તે દરેક સ્ત્રીનું સપનું હોય છે. માં શબ્દ જ ખુબ જ સુંદર શબ્દ છે. દુનિયામાં માં જેવો કોઈ સબંધ નથી એટલે કે માં એમના દીકરાના વિચારો કહ્યા વગર જ સમજી જાય અને એના દીકરાના સપના પુરા કરવા તે દિવસ રાત મહેનત કરે છે. કે જેથી એના બાળકોને ક્યારેય કોઈ પરિસ્થિતિ નો સામનો ન કરવો પડે. માં ક્યારેય એના દીકરા કે દીકરીને પરેશાન નથી જોઈએ શકતી.

કહેવાય છે ને કે ‘માં તે માં બીજા બધા વગડા ના વા’. આપણા દેશમાં તો સદીઓથી એવું કહેવામાં આવે છે કે, માં ના ચરણોમાં આખી દુનિયા સમયેલી છે. દુનિયામાં માં અને બાળકના સંબંધથી મોટો કોઈ સંબંધ હોતો નથી. એક માં જ છે જે એના બાળકને પેટમાં હોય ત્યારથી ખુબ જ પ્રેમ કરે છે. એને કોઈ તકલીફ થવા દેતી નથી.

માં બનવાનું સુખ સારા ભાગ્ય વાળી સ્ત્રીઓ જ મેળવી શકે છે. જયારે એક માં પોતાના બાળકને જન્મ આપે છે, ત્યારે એ માં ને અસહ્ય પીડા સહન કરવી પડે છે. તે સમયે તેને થતા દુઃખાવાનો અંદાજો કોઈ લગાવી શકે નહિ. પરતું જયારે તે બાળકને જન્મ આપે છે અને તે બાળકનું મોં જુએ ત્યારે તે પોતાની બધી પીડા ભૂલી જઈને તેને ખુબ જ વહાલ કરે છે અને આપણા ઘરમાં કોઈ પણ પુરુષને થોડી ઈજા થઈ હોય તો આખા ઘરને માથા પર ઉઠાવી લે છે. એટલે તો કહેવાય છે કે મહિલાઓમાં પુરુષો કરતા વધારે દુઃખ સહન કરવાની ક્ષમતા હોય છે.

ડિલિવરીના સમયે થતો દુ:ખાવો : ડિલિવરીના સમયે દરેક મહિલાએ પુરુષ કરતા ખુબ જ વધારે પીડા સહન કરવી પડે છે. અને આપણા દેશમાં ઘણી મહિલાઓ ખુબ જ નબળી જોવા મળે છે અને કેટલાક લોકો એવા છે, જે મહિલાઓને પુરુષો કરતા કમજોર અને નીચ સમજે છે. આવી માનસિકતા ઘણા પુરુષો ના મનમાં હોય છે. પરંતુ આવા લોકો એ નથી જાણતા કે મહિલાઓથી વધારે શક્તિશાળી કોઈ નથી હોતું. મહિલાઓમાં જેટલુ સહન કરી શકે છે એટલું કોઈ સહન કરી શકતું નથી.

મહિલાઓને ગર્ભવતી સમય દરમિયાન સૌથી વધારે દુ:ખાવો સહન કરવો પડે છે આ દુ:ખાવો મહિના વધવાની સાથે વધે છે. જેમ જેમ મહિલાઓની ડિલિવરી નજીક આવે છે, તેમ તેમ મહિલાઓનો દુ:ખાવો વધતો જાય છે. ગર્ભવતી અવસ્થામાં ઘણી મહિલાઓને દુ:ખાવો, ઉલ્ટી અને કમજોરી જેવી સમસ્યા થતી હોય છે. આમ છતાં તે એના પેટમાં રહેલા બાળકનું ખુબ જ ધ્યાન રાખે છે અને બાળકને કોઈ પણ પ્રકારની તકલીફ થવા દેતી નથી.

હાડકા તૂટી જાય એટલો થાય છે દુ:ખાવો : બાળકનો જયારે જન્મ થવાનો હોય ત્યારે માં ને ખુબ જ દુખાવો સહન કરવો પડે છે. જયારે ડીલીવરી થઇ જાય તે દિવસે મહિલા ને ખુબ જ દુઃખ પડે છે. 9 મહિના પછી જયારે તે બાળકને જન્મ આપે છે, ત્યારે એ મહિલા ને જે દુખાવો થાય છે તે કદાચ કોઈ નહિ સમજી શકે. પરંતુ શું તમે જાણો છો કે, એક મહિલાને ડિલિવરીના સમયે કેટલો દુ:ખાવો થાય છે?

જયારે કોઈ વ્યક્તિને એના હાડકા તુટવા પર દુખાવો થાય છે એના કરતા પણ વધારે દુખાવો સહન કરવો પડે છે. એટલા માટે કહેવામાં આવે છે કે માં નું સ્થાન ભગવાન કરતા પણ ઉપર હોય છે, અને તેની હંમેશા ઈજ્જત કરવી જોઈએ. એક માં જ છે જે એના બાળક માટે ખુબ જ કષ્ટ સહન કરે છે અને તેને આ દુનિયામાં લાવે છે.

Top