You are here
Home > Featured > સુરતના આ ગુજરાતીને એકેય દીકરી નથી છતાં 3000થી વધુ દીકરીઓનું કર્યુ છે કન્યાદાનઃ ગર્વ છે આ ગુજરાતી પર

સુરતના આ ગુજરાતીને એકેય દીકરી નથી છતાં 3000થી વધુ દીકરીઓનું કર્યુ છે કન્યાદાનઃ ગર્વ છે આ ગુજરાતી પર

આજના મોંઘવારી ના જમાનામાં એક દીકરીના લગ્ન કરવા પણ ખુબ જ કપરું કામ છે ત્યારે ગુજરાતના સુરતના મહેશભાઈ સવાણી એક સાથે અનેક દીકરીઓ ના લગ્ન કરાવે છે… તો આવો  જાણીએ શું કરે છે લગ્નમાં, કેવી દીકરીઓને સમૂહ લગ્નમાં જોડે છે, અને શા માટે આયોજન કરે છે લગ્નમાં…

પી.પી સવાણી ગ્રુપના ‘મહેશભાઈ સવાણી’ ને કોઈ ઓળખાણની જરૂર નથી કારણ છે પિતાવિહોણી અને અનાથ છોકરીઓના પાલક પિતા બન્યા છે.. સાચી વાત છે કે દર વર્ષે મહેશ  સવાણી અનેક દીકરીઓના લગ્ન એટલાં ધૂમધામથી કરાવે છે કે આવા ઝાકમઝાળ જેવા લગ્નનું સ્વપ્ન હોય દરેક દીકરીને હોય.. હાલ માં જ ડિસેમ્બર મહિનામાં ના રોજ સુરતમાં ૨૬૧  યુવતીઓના લગ્ન મહેશ સવાણીએ બટુકભાઈ મોવલીયા પરિવાર સાથે મળીને કરાવ્યા હતાં.

અત્યાર સુધી 3127 દીકરીઓના કરાવ્યા લગ્ન
દર વર્ષે મહેશભાઈ ધામધૂમ થી દીકરીઓના સામૂહિક લગ્ન કરાવે છે. છેલ્લાં 7 વર્ષોથી આ ભગીરથ કાર્ય કરતા મહેશભાઈએ કુલ ૨૮૬૬ નિરાધાર દીકરીઓના પાલક પિતા બની કન્યાદાન  કરી ચૂક્યાં છે. જ્યારે આ વખતે ૨૬૧ છોકરીઓના લગ્નની સાથે આ આંકડો ૩૧૨૭નો થઇ ગયો છે. લગ્ન ઉપરાંત મહેશભાઈ સવાણી દ્વારા દીકરીઓને કરિયાવરમાં જીવન જરૂરિયાતની અનેકો વસ્તુ આપે છે..

દરેક દીકરીઓને ‘કુંવરબાઇનું મામેરું’ જેવી બેથી ત્રણ સરકારી યોજનાનો  લાભ મળે તેવું પણ આયોજન કરી આપે છે. આ ઉપરાંત દરેક દીકરીના ખાતામાં અમુક રકમ ફિક્સ ડિપોઝિટ મૂકવામાં આવે છે. જ્યારે દીકરીના બાળકો 21 વર્ષના થાય ત્યારે તેને 6 લાખ  કરતા વધારે રકમ મળે છે. લગ્ન દરમિયાન જ દીકરી અને કુમારને ‘પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત’ બે બે લાખ રૂપિયાનો વીમો આપવામાં આવે છે.

કેવી દીકરીને ધામધુમથી કરે છે લગન
600 અરજીઓમાંથી 261 દીકરીઓની આ રીતે પસંદગી
માતા–પિતા ભાઈ બહેન વગરની દીકરી
ગુજરાત, મહારાષ્ટ્ર રાજસ્થાન સહિત 45 જ્ઞાતિઓની દીકરીના લગ્ન
દીકરીઓ લગ્ન માટે એક એવો ચોક્કસ નિયમ હતો જેના મુજબ પસંદગી કરવામા આવી હતી અને આ લગ્નના ફોર્મમા આશરે તેમણે ૬૦૦ જેટલી દીકરીઓની અરજી આવી હતી પણ જે  દીકરીઓ અનાથ છે તેવી ૫૪ દીકરીઓને પસંદગીમા પ્રાથમિકતા આપી હતી. અને પછી પિતા વિહોણી આ 118 દીકરીઓને પસંદ કરવામા આવી હતી . ગયા વર્ષે ‘લાડકડી’માં કામરેજના  આંબોલી સ્થિત જનનીધામમા રહેતી ૪ HIV પીડિત દીકરીઓના પણ લગ્ન કરાવ્યા હતા.

શું લાભ આપવામાં હતા દીકરીઓ ને
દીકરી અને જમાઈના નામે SBIમાં ખાતા ખોલાવી દીધા જેમાં સરકાર દ્વારા ‘પ્રધાનમંત્રી વીમા યોજના અંતર્ગત’ના લાભ અપાશે
4 લાખનો મેડિકલ ઈન્સ્યુરન્સ અપાશે.
મેરેજ સર્ટી તમામ દીકરીઓને લગ્ન સાથે જ આપવામાં આવે છે..
લક્કી ડ્રો દ્વારા 10 કપલને સિંગાપોરની ટૂર, 50 કપલને હેલિકોપ્ટર રાઈડ્સ અને બાકીની દીકરીઓને ભારતની ટૂર કરાવામાં આવે છે..

કેવી ઝાકમઝાળ હતી તેમને કરેલા છેલ્લા લગ્નમાં
દીકરીઓને મહેંદી મુકાવવાથી માંડી જમવાથી માંડી તમામ જરૂરતો માટે લગ્ન સંપન્ન થાય ત્યાં સુધી કામગીરી હાથ ધરી હતી.
દરેક દીકરીને બ્યુટીપાર્લરના પાસ અપાયા છે. તેમની સાથે દીકરીની બહેન અને ભાભીને મહેંદી મુકાવી આપી હતી. આથી મહેંદી મુકાવનારા 783 અને બીજા પરિવારના મળી બે હજાર  જેટલાં થયાં હતાં.
દરેક દીકરીની કંકોત્રી તેમના પરિવારના રિવાજ મુજબ બનાવી છે. એક કપલ દીઠ 10 ડાઈનિંગ ટેબલ લગાવાયા હતાં.
દરેક દીકરી દીઠ પાંચ સ્વયંસેવક ખડેપગે રહ્યાં હતાં. આ સ્વયંસેવકોમાં અગાઉ લગ્ન થયા હોય તેવી દીકરીઓ હતી, જેથી લગ્ન કરનાર દીકરીને કોઈપણ પ્રકારનું માર્ગદર્શન જોઈતું હોય તો  મળી રહે.

એક લાખ જેટલાં લોકો લગ્નમાં મહાલ્યા
ઉદ્યોગપતિ મહેશ સવાણી આ વર્ષે તેમણે દત્તક લીધેલી 261 દીકરીઓના લગ્નનો થીમ ભૂમિના ફોટા સાથે લીધો છે. 261 દીકરીઓના પરિવારમાં દીકરી દીઠ સો પાસ અપાશે. આથી  દીકરી-દીકરાઓના પરિવારના 52,200 વ્યક્તિઓ, સવાણી પરિવારના 10,000 અને સ્વયંસેવક 2000 પરિવાર સાથે એક લાખ જેટલાં લોકો લગ્નમાં મહાલશે.

લગ્ન પછી પણ જવાબદારી સંભાળે છે
સાસરે વળાવેલી દીકરી ઓ મહેશભાઈ સવાણીને ખૂબ આદર થી “પપ્પા” કહીને બોલાવતી આ ૩૧૭૨ દીકરીઓના પાલક પિતાને સર્વ સમાજ તેમને ધન્યવાદ આપે છે. દીકરીઓના લગ્ન  કરાવી દઈને તેઓ જવાબદારીમાંથી મુક્ત બની જતાં નથી પરંતુ દીકરીઓના સતત સંપર્કમાં રહીને દીકરીઓ અને જમાઈ સાથે સતત સંપર્કમાં રહે છે. સંપર્કમાં રહેવા માટે મહેશ સવાણીએ  અનોખી સિસ્ટમ ગોઠવી છે. જેમાં દરેક દીકરીનો મોબાઈલ નંબર અને જમાઈનો મોબાઈલ નંબર તેના મોબાઈલમાં રાખીને સમયાંતરે સતત તેના સંપર્કમાં રહે છે.

કમુહૂર્તમાં જ કરાવે છે લગ્ન
મહેશભાઈ સવાણીએ 2 વર્ષ અગાઉ પોતાના દીકરાના લગ્ન ડિસેમ્બરમાં કમૂહૂર્તમાં જ કરાવ્યા હતા. અને દર વર્ષે આ દીકરીઓના સમૂહ લગ્ન પણ કમૂહૂર્તમાં જ યોજે છે. આ પાછળ તેમનો હેતુ અંધશ્રદ્ધાને દૂર કરવાનો છે. તેઓ જે વ્યક્તિગત લગ્નમાં ખોટો અને વધુ પ્રમાણમાં ખર્ચો કરવાના વિરોધમાં છે.

વધુ માં મહેશભાઈએ કહ્યું હતું કે મારાથી બનતી બધી જ જવાબદારી હું પૂર્ણ કરીશ અને જે દીકરીઓ કોઈ પિતા નથી તેવી દીકરીઓની જો કોઈ નાંની બહેન છે તો તેની પણ જવાબદારી હુ જ  ઉઠાવુ છુ. તેમજ મારી એવી પણ કોશિશ રહે છે કે દરેક સરકારી યોજનાઓનો લાભ એ દીકરીઓને મળી શકે. જમાઈઓના ધંધા-રોજગાર માટે પણ તેમને દરેક સંભવ મદદ કરીશ..

ભવિષ્યમાં પણ દીકરીઓને મદદરૂપ થઇ શકાય તે માટે મહેશભાઈએ એક એવા ફંડની યોજના બનાવી છે જેમાં દીકરીઓના જમાઈઓ દર મહિને 500 રૂપિયા જમા કરાવશે. આ ફંડમાં  અત્યાર સુધીની 3000થી વધુ દીકરીઓ એકબીજાને સંકટ સમયે આર્થિક મદદ કરી શકે તે માટે કામ લાગશે. ત્રણ હજારથી વધારે જમાઈઓ દ્વારા આ ફંડમાં ૧૫ લાખ રૂપિયાથી વધારે દર  મહિને જમા થશે અને આ ભવિષ્યમા જે પણ દીકરીઓના પરિવારને આર્થિક મુસીબત કે અન્ય કોઈપણ પ્રકારની મદદની જરૂર હશે ત્યારે આ ફંડમાંથી પૈસા અપાશે. આ પૈસાનો પૂરો  હિસાબ-કિતાબ પણ જમાઈઓ જ મળીને કરશે.

કોણ છે આ મહેશ સવાણી
૩ નવેમ્બર ૧૯૭૦ના રોજ જન્મેલા મહેશ સવાણીએ ડિપ્લોમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. હાલ તેઓ ડાયમંડ, રિયલ એસ્ટેટ અને શિક્ષણના ક્ષેત્રોમાં કાર્ય કરી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે મહેશભાઈને સંતાનમાં કોઈ દીકરી નથી. જેની પિડાથી તેઓએ પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવવાનું બીડું ઝડપ્યું છે. વ્યવસાયની સાથે સમાજ સેવા કરી શકાય તે  હેતુથી વડીલ વંદના અને દીકરીઓના લગ્ન બાદની તમામ જવાબદારી પણ મહેશ સવાણી અને ગૃપ દ્વારા ઉપાડવામાં આવે છે.વિવિધ સેવાકિય પ્રવૃતિ બદલ મહેશ સવાણી અને પીપી  સવાણી ગૃપનું લાસવેગાસમાં એવોર્ડ દ્વારા સન્માન પણ થયુ હતું.

પિતાના સંસ્કારોને આગળ ધપાવ્યા
સૌરાષ્ટ્રથી સુરત આવી હીરાના વ્યવસાયમાં જોડાયેલા વલ્લભભાઈ સવાણી શહેરમાં વલ્લભ ટોપીના નામથી ઓળખાય છે. વલ્લભભાઈએ સુરતમાં હીરા વ્યવસાયથી રિયલ એસ્ટેટમાં ઝંપલાવ્યું અને અઢળક સફળતાની સાથે કમાણી કરી. આજે વલ્લલભાઈનું તમામ કામકાજ તેમના દીકરાઓ સંભાળી રહ્યાં છે. જેમાં પી.પી. સવાણી ગૃપનું સંચાલન મહેશ સવાણી કરી છે.

પિતા દ્વારા શરૂ કરવામાં આવેલા સમાજ સેવાના કાર્ય મહેશભાઈ તેમનાથી બમણા કરી રહ્યાં છે. દર વર્ષે પિતાવિહોણી દીકરીઓના નાતજાતના ભેદભાવ વગર લગ્નો કરાવે છે. આ ઉપરાંત  વડીલ વંદનાના કાર્યક્રમો. વડીલોને કોઈજાતની તકલીફ ન પડે તે માટે પણ તેઓ દરરોજ શહેરમાં બસ દોડાવી નિઃશુલ્ક રીતે વડીલોને તેમના ફાર્મ હાઉસ લઈ જાય છે. અને ત્યાં આખો  દિવસ ચા-નાસ્તો જમવાની વ્યવસ્થા કરી આપે છે.

વિવિધ સેવાકિય પ્રવૃતિને પગલે મળ્યો એવોર્ડ
પ્લેનમેન મીડિયા પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પ્રતિવર્ષ રાષ્ટ્રના નવનિર્માણ માટે અને દેશને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવા માટે પ્રયત્નશીલ રહી અનોખું કાર્ય કરી સમાજમાં પરિવર્તનના બીજ રોપનાર વ્યક્તિને ઈન્ડિયન પાવર બ્રાન્ડ એવોર્ડ, પાવર બ્રાન્ડ રાઈઝીંગ સ્ટાર એવોર્ડ, સ્ટાર રીયલ્ટી એવોર્ડ અને ઈન્સ્પિરેશનલ લીડર ઓફ ન્યૂ ઈન્ડિયા એવોર્ડ એવા ચાર એવોર્ડ  દરવર્ષે આપવામાં આવે છે. ત્યારે ગત વર્ષે બે એવોર્ડ મહેશ સવાણીને આપવામાં આવ્યાં હતાં. પ્લેનમેન મીડિયા દ્વારા ઈન્ડિયન પાવર બ્રાન્ડ પી.પી. સવાણી ગૃપને ઈન્સ્પિરેશનલ લીડર  ઓફ ન્યૂ ઈન્ડિયા અને મહેશ સવાણીને એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ લાસ વેગાસના મેયર તેમજ દેશ વિદેશની ખ્યાતનામ હસ્તિઓના હસ્તે મહેશ સવાણીને આપવામાં આવ્યો હતો.

મહેશભાઈ છે કારના શોખીન
દીકરીઓના લગ્ન કરાવનારા મહેશ સવાણી કારના શોખીન છે. તેમની પાસે ઓલરેડી 8 લક્ઝુરિયસ કાર છે. કારના શોખીન મહેશભાઇ પાસે એક કાર 5 કરોડની પણ છે. દીકરા મિતુલ  સવાણીને બીએમડબલ્યુની 5 સિરિઝ કાર અપાવી છે.

Top