
શ્રાવણ માસ માં હાથમાં મહેંદી અને લીલી બંગડીઓ પહેરવાનો રીવાજ છે. આ મહિનામાં જ હરિયાળી ત્રીજ અને રક્ષાબંધન ના તહેવારો પણ આવે છે. અને આ અવસર પર મહિલાઓ હાથમાં મહેંદી લગાવે છે. અને જો આવા મોકા પર મહેંદીનો રંગ આછો આવે તો એ સારું નથી લાગતું. મહેંદીનો રંગ જેટલો ઘાટો આવે છે આપણા હાથ એટલા જ સુંદર અને આકર્ષિત દેખાય છે.
ઘણા લોકોને મહેંદીનો રંગ આછો આવવાની સમસ્યા હોય છે. તો ચાલો આજે અમે તમને જણાવીશું મહેંદી નો રંગ ઘાટો કરવાના ઉપાયો.
સરસો નું તેલ : મહેંદીનો રંગ ઘાટો લાવવા માટે ત્મેત્મારી મહેંદી ને ક્યારેય પણ પાણી થી તરત ના ધોવી જોઈએ. તેના માટે તમે મહેંદી સુકાઈ જાય ત્યારે તેને સાફ કરવા માટે પોતાના હાથમાં થોડું સર્સોનું તેલ લેવું અને બંને હાથોમાં ખુબજ સારી રીતે ફેલાવવું. આવી રીતે તેલ વાળા હાથ કરીને હાથમાં લગાવેલી મહેંદી દુર કરવી. જયારે બધી મહેંદી હાથ પરથી નીકળી જાય એટલે ફરી બીજી વાર હાથોમાં સરસોનું તેલ લગાવવું. તેનાથી આપણા હાથની મહેંદી નો રંગ ખુબજ ઘાટો આવે છે.
લવિંગ :
તમારા રસોડામાં ઉપયોગમાં લેવાતા મસાલામાં લવિંગ પણ હોય છે. અને લવિંગ આપણી મહેંદીનો રંગ ઘાટો કરવામાં ખુબજ ઉપયોગી સાબિત થાય છે. મહેંદી નો રંગ ઘાટો કરવામાં લવિંગ ખુબજ ઉપયોગી સાબિત થાય છે. તેના સૌ પ્રથમ લવિંગને ગરમ તવીમાં નાખી ગરમ કરી ત્યાર બાદ તેમાં બંને હથેળીઓ માં રાખી મસળવું એ વાત નું ખાસ ધ્યાન રાખવું કે લવિંગ એટલું જ ગરમ કરવું જેટલું તમે સહન કરી શકો. આવું તમે લીંબુ અને ખાંડ લગાવ્યા પછી કરી શકો છો.
લીંબુ અને ખાંડનું મિશ્રણ :
મોટાભાગના લોકો આ ઉપાય ને અપનાવતા હોય છે. આ ઉપાય લોકો પોતાના હાથની મહેંદીનો રંગ ઘાટો કરવા માટે કરતા હોય છે. પરંતુ મોટા ભાગના લોકોને આ મિશ્રણ લગાવવાની સાચી રીત નથી ખબર હોતી. જો મહેંદી લગાવ્યા પછી તેનો રંગ ઘાટો લાવવા માટે તમે લીંબુ અને ખાંડ લગાવો છો તો, તો તેના માટે મહેંદી સાવ સુકાઈ જાય પછી લીંબુ અને ખાંડનું ચિકાસ વાળું મિશ્રણ હાથો પર રૂ ની મદદ થી લગાવવું. આવું કરવાથી મહેંદીનો કલર ખુબજ ઘાટો આવે છે અને લાંબા સમય સુધી એવો ને એવો જ રહે છે.
વિક્સ : માથાનો દુખાવો અથવા તાવ માં રાહત આપનાર વિક્સ તમારી મહેંદીને ઘાટી કરવામાં મદદ રૂપ સાબિત થાય છે. તેના માટે તમારી મહેંદી ને આખી રાત રાખ્યા પછી બીજા દિવસે સવારે આખા હાથમાં વિક્સ લગાવી દેવું. આવું કરવાથી તમારી મહેંદીનો રંગ ખુબજ ઘાટો આવશે.
કારણ કે વિક્સ તમારા હાથને ગરમાહટ આપે છે. અને ગરમાહટ થી મહેંદીનો રંઘ ઘાટો આવે છે. એક વાતનું ધ્યાન રાખવું ક્યારેય પણ મહેંદીને કાઢવા માટે પાણી નો ઉપયોગ નાં કરવો.