You are here
Home > Gujarati News > લોક ડાઉન લવ : એક પ્રેમ કહાની આવી પણ. ચાલીને દિલ્લીથી બિહાર જઈ રહ્યો હતો યુવક, સફર માં થયો પ્રેમ અને રસ્તામાં જ કરી દીધું હતું આ કામ

લોક ડાઉન લવ : એક પ્રેમ કહાની આવી પણ. ચાલીને દિલ્લીથી બિહાર જઈ રહ્યો હતો યુવક, સફર માં થયો પ્રેમ અને રસ્તામાં જ કરી દીધું હતું આ કામ

લોકડાઉન ના કારણે લોકોના કામકાજ છીનવાઈ ચુક્યા છે, જેના કારણે પ્રવાસી મજુર ચાલીને એના ઘરે જવા માટે મજબુર થઇ ગયા છે, દરરોજ લોકો સેકંડો કિલોમીટર ચાલીને સફર કરીને એમના ઘરે પહોચવા ની કોશિશ કરી રહ્યા છે. લોકડાઉન ના કારણે લોકો નું જીવન બગડતું જઈ રહ્યું છે. એવા ઘણા કેસ જોવા મળી રહ્યા છે જે ખુબ જ ચિંતાજનક છે. એક એવી જ ઘટના સામે આવી છે જેમાં એક યુવક લોકડાઉન ના કારણે ચાલીને દિલ્લી થી બિહાર જઈ રહ્યો હતો, પરંતુ રસ્તા માં એની સાથે કંઈક એવું થયું કે તે યુવક ઘરે વહુ લઈને આવી ગયો.

એવું તો સાંભળ્યું જ હશે કે જોડીઓ ભગવાન બનાવે છે, કોઈને જીવનસાથી જલ્દી મળી જાય છે તો કોઈને સમય લાગે છે, પરંતુ જયારે સમય આવે છે, ત્યારે વ્યક્તિ ને એમનો જીવનસાથી મળી જાય છે. એક એવી કહાની સામે આવી છે.

લોકડાઉન ના કારણે ચાલીને ઘરે જવા માટે મજબુર

સલમાન દિલ્લી ના ઓખલા માં એમના માતા પિતા અને બે નાના ભાઈ બહેનો ની સાથે રહેતો હતો, તે એક દુકાન માં ઉર્દુ ટાઈપીંગ નું કાર્ય કરતો હતો. અત્યારે લોકડાઉન ના કારણે એને મજબુર થઈને એના ઘરે જવાનો નિર્ણય લીધો. સલમાન એમના પરિવારની સાથે ૧૮ મે ૨૦૨૦ ના રોજ દિલ્લી થી બિહાર માટે નિકળ્યા હતા. જયારે આ હરિયાણા ના પલવલ અને વલ્લભનગર ની વચ્ચે પહોચ્યો ત્યારે સફર ની થકાવટ ના કારણે એનો પરિવારે એ જ સ્થાન પર રોકાઈ ને આરામ કરવાનો નિર્ણય લીધો,

તે સમયે સલમાન ના પિતા ના એક મિત્રો થી મુલાકાત થઇ, તે પણ બિહાર જઈ રહ્યા હતા, જેમાં શહનાજ પણ હતી. બંને પરિવાર મળીને બિહાર માટે નીકળી ગયા, આ દરમિયાન બંને પરિવાર મળીને ખાવાનું ખાતા હતા અને જ્યાં આરામ કરવાનો થતો તો બંને પરિવાર મળીને ખાવાનું ખાતા હતા અને આરામ કરતા હતા. સલમાન અને શહનાજ ની આદતો મોટાભાગે મળતી હતી, એના ખાવાનો અંજ=દાજ પણ એક જેવો જ હતો.

આગરા પહોચી ને સલમાન અને શહનાજ વચ્ચે શરૂ થઇ વાતચીત

સલમાન અને શહનાજ નો પરિવાર જયારે આગરા પહોચ્યા ત્યારે આ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ ગઈ, સલમાન ને શહનાજે પૂછ્યું કે આ કયું શહેર છે? ત્યારે સલમાને શહનાજ ને કહ્યું આ તાજમહેલ નું શહેર છે. ત્યારે શહનાજે કહ્યું કે શું તે તાજમહેલ બતાવી શકે છે, ત્યારે સલમાનને એવો અહેસાસ થવા લાગ્યો કે અમારા બંને ના વિચાર ઘણા મળતા આવે છે.

કાનપુર પહોચી ને બંને પરિવાર વચ્ચે થવા લાગી નાના મોટા ઝગડા

જયારે મુસાફરી કરતા કરતા તેઓ કાનપુર પહોચ્યા ત્યારે આ બંને પરિવાર વચ્ચે દલીલ થવા લાગી. કાનપુર પછી આ બંને પરિવાર ની વચ્ચે ઝગડો વધવા લાગ્યો, જયારે આ બંને પરિવાર ગોરખપુર પહોચી ગયા ત્યારે સલમાન અને શહનાજ વચ્ચે થોડી વાતચીત થવા લાગી હતી, પરંતુ આ બંને ના પરિવાર ને ફરીથી શંકા થવા લાગી અને બંને એ નક્કી કર્યું કે તેઓ અલગ અલગ સમય પર એમના ઘરે જવા માટે નીકળશે, પરંતુ સલમાને આ વાતને નકારી દીધી, એમણે કહ્યું કે સાથે ચાલવામાં શું સમસ્યા છે.

વાત પહોચી ગઈ લગ્ન સુધી

જયારે બંને પરિવારે આ નિર્ણય લીધો કે તે અલગ અલગ સમય પર નીકળશે ત્યારે આ વાતને સલમાને નકારી સીદીધી, એના પિતાજી એ સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તે ન માન્યો અને એમણે કહ્યું કે હું શહનાજ ને લઈને જ જઈશ, બંને પરિવાર ની વચ્ચે ઘણી લાંબી વાતચીત થઇ, પરંતુ સલમાન અને શહનાજ ની જીદ ની આગળ આ બંને પરિવાર ને નમવું પડ્યું. છેલ્લે એના લગ્ન માટે તેઓ રાજી થઇ ગયા અને સાંજે એના લગ્ન થઇ ગયા.

Top