You are here
Home > Featured > આ ગરમીમાં તમારુ વીજળીનું બીલ થઇ શકે છે ૨૫-૩૦% ઓછું, કરવું પફ્શે આટલું કામ

આ ગરમીમાં તમારુ વીજળીનું બીલ થઇ શકે છે ૨૫-૩૦% ઓછું, કરવું પફ્શે આટલું કામ

એપ્રિલનો મહિનો ચાલુ થઇ ચુક્યો છે અને દિવસનું તાપમાન હવે વધવા લાગ્યું છે. દેશના ઘણા વિસ્તારમાં તાપમાન ૩૫ થી ૩૯ ડીગ્રી વચ્ચે પહોચવા લાગ્યું છે. આવતા દિવસોમાં એલ નીનો ના કારણે ગરમી તેજીથી વધવાનું અનુમાન છે. ગરમી વધવાના કારણે પંખા, એસી અને ફ્રીજ જેવી વસ્તુ વધારે વીજળી ઉપાડતા ઉપકરણો નો ઉપયોગ વધી જશે.

સામાન્ય રીતે ઠંડી ની મોસમ માં વીજળી નું બીલ વધીને 2 થી ૩ ગણું સુધી વધી જાય છે. ગરમીમાં વીજળીના બીલને લઈને મોટાભાગના લોકો પરેશાન થઇ જાય છે. જો તમે આ વધતા વીજળીના બીલને ઓછું કરવા માંગતા હોય તો અત્યારથી અમુક ઉપાય વિચારી શકો છો, જેને અપનાવવાથી તમારી વીજળીનું બીલ ૨૦ થી ૩૦ ટકા સુધી ઓછું થઇ શકે છે.

AC પર ઇલેક્ટ્રોસીટી બીલ :  ગરમીમાં ઘર હોય કે પછી ઓફીસ એયર કંડીશનર ચલાવવામાં વીજળી નો ખર્ચ સૌથી વધારે હોય છે. જો તેને બરાબર રીતે મેનેજ કરી લેવામાં આવે તો સારી બચત થઇ શકે છે. AC ચલાવતા પહેલા એની સર્વિસ જરૂર કરાવી લેવી અને ફિલ્ટર ને સરખી રીતે સાફ કરાવી લેવું અથવા બદલાવવું જોઈએ.

  • જો ઘરમાં ૭ અથવા ૮ વર્ષ જુનું એસી હોય તો તેને બદલી નાખવું.
  • ઇનવર્ટર બેસ્ડ એસી વીજળીનું બીલ બચાવવા માટે કારગર ઉપાય છે.
  • BEE 5 સ્ટાર રેટિંગ વાળા એસીનો ઉપયોગ કરવો.

લાઈટ ચાલુ કરવાનો ખર્ચ થઇ જશે અડધો

ગરમીની શરૂઆત થતા પહેલા ઘરના જુના બલ્બ અને ટ્યુબલાઈટ ની જગ્યાએ સીએફએલ અથવા LED લગાવી દેવું. 5 વોટ નો LED ૨૦ વોટ ના સીએફએલ ના બરાબર રોશની આપે છે. આવી જ રીતે ૧૮ વોટના સીએફએલ ની રોશની ૪૦ વોટની ટ્યુબલાઈટ બરાબર થઇ શકે છે. એટલે કે આ ઉપાય થી તમારી લાઈટ બિલનો ખર્ચ અડધો થઇ શકે છે.

પંખા

લાઈટ તો ફક્ત રાત્રે કરીએ છીએ પરતું ગરમીમાં આખો દિવસ પંખો ચાલુ રાખવો પડે છે. એનાથી વીજળીના બીલ પર મોટી અસર થાય છે. એક નોર્મલ પંખો પ્રતિ કલાક ૭૫ વોટ ની વીજળી ઉપાડે છે. જો લગભગ ૮ કલાક રોજ પંખો ચલાવવામાં આવે તો એક પંખાનો ખર્ચ લગભગ ૧૦૦૦ રૂપિયા વર્ષના થઇ શકે છે. જો BEE-રેટેડ પંખો ઉપયોગ કરવામાં આવે તો આ ખર્ચ ૭૦૦ થી ૭૫૦ રૂપિયા ની વચ્ચે આવશે. સુપર એફિસીએંટ પંખો હોય તો આ ખર્ચ ૫૦૦ રૂપિયા ની આસપાસ થશે.

ડેસ્કટોપના બદલે લેપટોપ

ઘરમાં ડેસ્કટોપના બદલે લેપટોપ નો ઉપયોગ કરવો. સામાન્ય રીતે ડેસ્કટોપ નો વર્ષનો ખર્ચ ૪૦૦૦ રૂપિયા ની આસપાસ આવી શકે છે. જયારે લેપટોપ પર આ ખર્ચ ૧૨૦૦ થી ૧૫૦૦ રૂપિયા જેટલો થશે. આ રીતે ટ૨૫૦૦ રૂપિયા વર્ષના બચાવી શકો છો.

કુલર

ઇનવર્ટર ટેકનોલોજી પર આધારિત સારી કંપની નું કુલર ખરીદવું. આ બજારમાં સામાન્ય મળતા કુલરની તુલનામાં ૫૦ ટકા વીજળી નો વપરાશ કરશે. જ્યાં સામાન્ય ૨૦૦ વોટની મોટર વાળા કુલર રોજ ૧૨ કલાક ચલાવવામાં આવે તો મહિનામાં લગભગ ૧૦૦ યુનિટ વીજળી નો વપરાશ થાય છે. પરતું જો એની જગ્યાએ આધુનિક ટેકનીકનું કુલર નો ઉપયોગ કરવામાં આવે તો મંથલી લગભગ ૬૦ યુનિટ જ વપરાશ થશે.

Top