You are here
Home > Astrology > ઘરે જ કેમિકલ વિના ૩ થી ૪ દિવસમાં જ પાકી જશે કેરીઓ, જાણી લો આ સરળ રીત

ઘરે જ કેમિકલ વિના ૩ થી ૪ દિવસમાં જ પાકી જશે કેરીઓ, જાણી લો આ સરળ રીત

કેરી તો દરેક લોકોનું મનપસંદ ફળ હોય છે. દરેક લોકો કેરીની ખુબ જ રાહ જોતા હોય છે. ઉનાળાની ઋતુ ચાલુ થઇ ગઈ છે અને અડધો ઉનાળો પૂરો પણ આવ્યો. પરતું કેરી ખુબ જ ઓછી જોવા મળે છે. અત્યારે ઘણા લોકોના ઘરમાં કેરી આવી પણ ગઈ હશે. કેરી આપણા ઘરમાં આવે એટલે બધાને ઉતાવળ હોય છે કે ક્યારે પાકે અને ક્યારે આપણને ખાવા મળશે.

તો એના માટે બજારમાં કેમિકલ તો ઘણા મળે છે પરતું તે કેમિકલ આપણને ખુબ જ નુકશાન પણ કરી શકે છે. આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જે વસ્તુને કેરી સાથે મૂકી રાખવાથી કેરી ૨-૩ દિવસમાં જ પાકી જશે. તો ચાલો જાણી લઈએ કઈ છે એવી વસ્તુ કે જેનાથી ૨-૩ દિવસમાં જ કેરી પાકી જાય છે.

પહેલાના સમયમાં કેરી પકાવવા માટે કેલ્શિયમ કાર્બાઇડ વપરાતો હતો, જેને ટૂંકમાં કાર્બાઇડ કહે છે. સરકારે કાર્બાઇડથી કેરી કે બીજા ફ્રૂટ પકાવવા માટે પ્રતિબંધ કરેલ છે. સામાન્ય રીતે ફ્રૂટ પાકવાની પ્રક્રિયામાં ફ્રૂટ પોતે ઇથિલિન ગેસનું આંતરિક સર્જન કરે છે અને તેનાથી તે ફ્રૂટ પાકે છે.

જયારે કાચી કેરીનો દાબો નાખવામાં આવે ત્યારે એને ઢાંકી ને રાખવું એટલે આંતરિક ઇથિલિન ગેસ પેદા થાય અને કેરી પાકે. આ પ્રક્રિયામાં વાર લાગે એટલે ઘણા લોકો કેરી ખાવા માટે ગેરકાયદેસર અને લોકોના સ્વાસ્થ્ય બગડે એ રીતે કાર્બાઇડથી પકવતા હોય છે. પણ એવું કરવાની જરૂર જ નથી જાણો દેશી સરળ રીત.

૧. પાકેલું કેળું કેરીના દાબા સાથે મુકવામાં આવે તો જલ્દી કેરીઓ પાકવા લાગે છે અને કેરી પણ ખુબ જ ટેસ્ટી અને મીઠી બને છે.

૨. જો ઘરમાં પાકી કેરી હોય તો કાચી કેરીઓ સાથે બે ચાર પાકી કેરી રાખવી તેનાથી ઇથિલિન ગેસ કાચી કેરીને ઝડપી મળે અને કેરી પાકવામાં 7 દિવ ને બદલે 3 થી 4 દિવસમાં પાકી જશે.

3. કાચી કેરીમાં 10 થી 15 મે આસપાસ દાણો ચડતો હોય છે. કેરીના ડીટીયાની ફરતે નાના નાના ઉપસેલ ટપકા જેની પર આંગળી ફેરવો એટલે તે કરકરુ લાગે એટલે દાણો ચડી ગયો તેમ સમજવામાં આવે છે, ત્યાર બાદ કેરી નો દાબો નાખવો. જેથી તે કેરી ટેસ્ટમાં સારી થશે.

4. કેરીનો દાબો નાખતા પહેલા નીચે પેપર ગોઠવવુ, પછી તેના પર કાચી કેરીના ડીટીયા ઉપર રહે તેમ સીધી ગોઠવવી તેની ઉપર છુટી છુટી 10-12 ડુંગળી રાખવી ઉપર પેપરથી કેરી ઢાકવી તેના પર એક કોથળો ઢાકવો અને પાંચ દિવસે કેરી પાકી જશે અને એકદમ મીઠી કેરી થશે.

કુદરતી રીતે પાકેલી કેરીઓ અને કાર્બાઈડથી પકવેલી કેરીમાં મુખ્ય તફાવત એ છે કે કુદરતી રીતે પાકેલી કેરી ચારે બાજુ એક સરખી પાકેલી નથી હોતી. કાર્બાઈડથી પકવી હોય તો ચારે બાજુ એક સરખી હોય છે. જે દેખાવમાં ભલે સારી હોય પણ કાર્બાઈડથી પકવી હોય છે. જે સ્વાસ્થ્ય માટે હાનીકારક પણ ગણાય છે.

Top