You are here
Home > Astrology > ૧૭ જુલાઈ થી સૂર્ય કરશે કર્ક રાશિ માં પ્રવેશ , ૧૨ રાશિઓ પર થશે એની અસર

૧૭ જુલાઈ થી સૂર્ય કરશે કર્ક રાશિ માં પ્રવેશ , ૧૨ રાશિઓ પર થશે એની અસર

સૂર્ય ગ્રહ મિથુન રાશિ માંથી નીકળી ને કર્ક રાશિ માં પ્રવેશ કરશે. એવું થવાથી ૧૭ જુલાઈ થી દરેક ગ્રહો ની સ્થિતિ બદલાઈ જશે અને એની અસર દરેક રાશિ પર પડશે. અમુક રાશિના લોકો ના જીવન માં એની સકારાત્મક અસર પાડવાની છે, જયારે કોઈ લોકો ના જીવન માં પરેશાનીઓ આવી શકે છે. તો કોઈક રાશીને આ સૂર્યનું કર્ક રાશિમાં થનારું પરીભ્રમણ ફાયદાકારક પણ નીવડી શકે છે..

સૂર્ય નો કર્ક રાશિ માં પ્રવેશ કરવાથી કઈ રાશિ પર શું પ્રભાવ થશે, એના વિશે અમે તમને જણાવીશું..

મેષ રાશિ : સૂર્ય નું કર્ક રાશિ માં પ્રવેશ થવાથી એની અસર મેષ રાશિ ના લોકો ના જીવન પર સારી પડશે અને આ રાશિના લોકો મેં ધન નો લાભ થશે. સાથે જ દરેક કાર્ય માં સફળતા પણ મળશે.

વૃષભ રાશિ :

આ રાશિના લોકો પર પણ એનો સારો પ્રભાવ પડશે અને આ રાશિ સાથે સબંધ રાખતા લોકોના જીવન માં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધી જશે. સાથે જ આ રાશિના લોકો કોઈ નવી વસ્તુ પણ ખરીદી શકે છે.

મિથુન રાશિ :

મિથુન રાશિના લોકો ના જીવન માં જે પરેશાની ઓ આવી રહી છે તે પરેશાની ઓ હવે દૂર થઇ જશે અને દરેક કાર્ય માં કામયાબી મળશે.

કર્ક રાશિ :

સૂર્ય કર્ક રાશિમાં જ પ્રવેશ કરવા જઈ રહ્યો છે અને આ રાશિ ના લોકો પર એનો સારો પ્રભાવ પડશે. કર્ક રાશિના લોકો ને ધન લાભ થશે અને વેપાર માં તરક્કી થશે.

સિંહ રાશિ :

સૂર્ય નો કર્ક રાશિ માં પ્રવેશ કરવાના કારણથી સિંહ રાશિ ના લોકો ને આર્થિક પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે અને પરિવાર ની સાથે વિવાદ પણ થઇ શકે છે.

કન્યા રાશિ :

આ રાશિના લોકો ના સમ્માન માં વધારો થશે અને એનો આત્મવિશ્વાસ પણ વધશે. સાથે જ પરિવાર ની ખુશી નું વાતાવરણ પણ વધશે.

તુલા રાશિ :

તુલા રાશિના લોકો ના જીવન માં પરેશાનીઓ આવી શકે છે અને આ રાશિના લોકો ને ધન માં નુકશાન થઇ શકે છે. એ સિવાય બનેલા કાર્ય પણ બગડી શકે છે.

વૃશ્ચિક રાશિ :

આ રાશિના લોકો નો વેપાર માં લાભ થશે અને જીવન ની પરેશાનીઓ દૂર થઇ જશે. સાથે જ પરિવાર ની સાથે સબંધ પણ સુધરી જશે.

ધનુ રાશિ :

સૂર્ય ના કર્ક રાશિ માં આવવાથી ધનુ રાશિ ના લોકો ના જીવન પર સારી અસર પડશે અને આ રાશિ ના લોકો ને એના કરિયર માં સફળતા મળશે.

મકર રાશિ :

17 જુલાઈ પછી મકર રાશિના લોકો નું ભાગ્ય બદલી જશે અને આ રાશિ ના લોકો ને એના દરેક કાર્ય માં કામયાબી મળવાની શરુ થઇ જશે.

કુંભ રાશિ :

કુંભ રાશિ ના લોકો ને થોડી ચિંતા નો સામનો કરવો પડી શકે છે. આ રાશિ ના લોકો ને ધન પ્રાપ્તિ માં નુકશાન પણ થઇ શકે છે.

મીન રાશિ :

દરેક કાર્ય માં સફળતા મળશે અને નવા લોકો સાથે મિત્રતા થશે. ઘર માં ખુશીઓ નું વાતાવરણ બની રહેશે અને જીવનમાં તરક્કી થશે. સૂર્ય નું કર્ક રાશિમાં પ્રવેશ કરવાથી ખરાબ પ્રભાવ જે લોકો ની રાશિ પર પડી રહ્યો છે, તે લોકોએ આદિત્યહ્દય સ્ત્રોત નો પાઠ કરવો. આ પાઠ કરવાથી તમારી કુંડળી પર આ પરિવર્તન ની કોઈ પણ અસર થશે નહીં.

 

Top