You are here
Home > Featured > જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શની રાજે ની લવ સ્ટોરી કોઈ ફિલ્મ થી ઓછી નથી, પહેલી નજરમાં થયો હતો પ્રેમ..

જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શની રાજે ની લવ સ્ટોરી કોઈ ફિલ્મ થી ઓછી નથી, પહેલી નજરમાં થયો હતો પ્રેમ..

મિત્રો, આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ ને પ્રેમ થતો હોય છે, દરેક ને સાચો પ્રેમ થાય એ જરૂરી નથી. આજકાલ લોકો ટાઈમ પાસ માટે પણ લોકો નો ઉપયોગ કરી રહ્યા છે. અમુક ટકા લોકો જ હોય છે જેને સાચો પ્રેમ થાય છે અને એની લવ સ્ટોરી આગળ વધે છે. આજે અમે તમને એક એવી કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે બંને ને પહેલી નજર માં જ પ્રેમ થઇ ગયો હતો. એની લવ સ્ટોરી કોઈ ફિલ્મ કરતા ઓછી નથી, તો ચાલો જાણી લઇ એ જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શની રાજે ની લવ સ્ટોરી વિશે વિસ્તારમાં..

કોંગ્રેસ છોડી ને પછી જ્યોતિરાદિત્ય સિંધિયા આ સમયે ખુબ જ ચર્ચા માં રહે છે. ગ્વાલિયર પરિવાર ના રાજ્ક્કુમાર જ્યોતિરાદિત્ય સિંધિયા ના લગ્ન ગુજરાત ના વડોદરા રિયાસત ની રાજકુમારી પ્રિયદર્શની રાજે ની સાથે થયા છે.

૧૨ ડીસેમ્બર ૧૯૯૪ માં જ્યોતિરાદિત્ય સિંધિયા એ પ્રિયદર્શની સાથે લગ્ન કર્યા હતા. પ્રિયદર્શની વડોદરા ના ગાયકવાડ પરિવાર ની રાજકુમારી હતી. ૧૯૭૫ માં પ્રિયદર્શની શિંદે નો જન્મ વડોદરા ના ગાયકવાડ ના મરાઠા રાજવંશ માં થયો હતો. અસરાજે ગાયકવાડ અને કુંવર સંગ્રામ સિંહ એના માતા પિતા હતા. એમનો પ્રાથમિક અભ્યાસ મુંબઈ માં થયો હતો. એ પછી એમણે સોફિયા કોલેજ માં એમની કોલેજ ની શિક્ષા પૂરી કરી હતી.

પ્રિયદર્શની સિંધિયા ના પિતા રાજા પ્રતાપ સિંહ ના અંતિમ પુત્ર હતા. એના પિતા કુંવર સંગ્રામ સિંહ રાજા પ્રતાપ સિંહ ના ત્રીજા પુત્ર હતા. એની માં નેપાળ ના રાજવંશ ની રાજકુમારી હતી. ૧૯૯૧ માં જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શની સિંધિયા પહેલી વાર એક મિત્ર ની પાર્ટી માં મળ્યા હતા.

પહેલી નજર માં જ્યોતિરાદિત્ય ને આ રાજકુમારી સાથે પ્રેમ થઇ ગયો. તે બંને લગભગ ત્રણ વર્ષ થી મળી રહ્યા હતા. પછી ૧૨ ડીસેમ્બર ૧૯૯૪ ના રોજ ગ્વાલિયર રાજવંશ માં રાજકુમારી પ્રિયદર્શની ના લગ્ન થયા. જ્યોતિરાદિત્ય સિંધિયા ની માં માધવીરાજન સિંધિયા એ પણ પ્રિયદર્શની ને વહુ ના રૂપ માં સ્વીકાર કર્યો. જયારે તે ૧૩ વર્ષ ની હતી, ત્યારે પ્રિયદર્શની માધવીરાજન ને મળી હતી.

(ફેશન પત્રિકા ના સર્વેક્ષણ અનુસાર) દુનિયા ની ૨૦ ખુબસુરત મહિલાઓ માં પ્રિયદર્શની રાજે નો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૦૮ માં પ્રિયદર્શની ને બેસ્ટ ડ્રેસ્ડ હોલ ઓફ ફેમ સૂચી માં સમાવેશ કરવામાં આવી.

પ્રિયદર્શની હંમેશા એમની શાહી (રોયલ) ડ્રેસ ના કારણે ચર્ચા માં રહે છે. પ્રિયદર્શની ને દેશ ની સૌથી ખુબસુરત રાજકુમારીઓ માં ગણતરી કરવામાં આવતી હતી. ૨૦૧૨ માં પ્રિયદર્શની ને ફેમિના એ દુનિયા ની ૫૦ ખુબસુરત મહિલાઓ ની લિસ્ટ માં પણ જગ્યા આપી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયા અને પ્રિયદર્શની સિંધિયા ના બે બાળકો છે, જેના નામ છે- મહાઆર્યમન સિંધિયા અને અનન્યા રાજે સિંધિયા.

Top