You are here
Home > Featured > હનીમુન મનાવવા માટે શ્રેષ્ઠ છે બોલીવુડ ફિલ્મોના આ ૧૦ ખુબસુરત લોકેશન

હનીમુન મનાવવા માટે શ્રેષ્ઠ છે બોલીવુડ ફિલ્મોના આ ૧૦ ખુબસુરત લોકેશન

નાના અને સુંદર ગામો ની વાત જ કઈક અલગ હોય છે. અને આવી પ્રાકૃતિક જગ્યાઓ ખુબજ રોમેન્ટિક હોય છે. અને તેથી ઘણી બધી બોલીવુડ ની ફિલ્મોમાં આ ગામ ના લોકેશનો લેવાયા છે. જો તમે પણ તમારી ભાગદોડ ભરેલી જીંદગીથી બ્રેક લેવા ઈચ્છો છો તો આ જગ્યા પર પોતાના લવ પાર્ટનર સાથે હનીમુન મનાવવા જઈ શકો છો. સુંદર અને મનને શાંતિ આપે એવી સુકુન વાળી જગ્યા ની મુલાકાત લેવી કોને ના પસંદ હોય.

જો તમને એમ કહેવામાં આવે કે આજે અમે એવી જગ્યાઓ વિશે જણાવીશું કે જ્યાં નું લોકેશન સ્વર્ગ કરતા પણ સુંદર છે અને ત્યાં જવાથી સ્વર્ગ માં આવ્યા જેટલો આનંદ મળે તો આ વાત સાંભળવા માત્ર થી મન પ્રફુલ્લિત થઇ જાય. તો આજે અમે એવી જ જગ્યા વિશે જણાવીશું કે જ્યાં પોતાના પાર્ટનર જોડે જવાથી એકદમ રીલેક્સ થઇ જવાય છે. તો ચાલો જાણીએ એવી કેટલીક ખાસ જગ્યાઓ વિશે.

૧. બેકાલ (Bekal) :  ‘તુહી રે, તુહી રે, તેરે બીના મેં કેસે જીયું’ આ ગીત સાંભળવામાં અને જોવામાં ખુબજ સુંદર છે. તેને કેરલ ના બેકાલ ફોર્ટ માં શૂટ કરવામાં આવ્યું હતું. આ જગ્યા હનીમુન માટે બેસ્ટ જગ્યા છે.

૨. રામનગર (Ramanagara) :

કર્ણાટક ના બેંગ્લોર થી ૫૦ કિલો મીટર દુર રામનગર માં ‘શોલે’ ફિલ્મ નું શુટિંગ થયું હતું. આ જગ્યા પર એડવેન્ચર વળી વસ્તુઓ જેમ કે ટ્રેકિંગ વગેરે માટે પરફેક્ટ છે. આ ખુબજ રોમેન્તીગ જગ્યા છે.

૩. મેનાવાલી (Menawali) :

પુણે થી ૯૦ કિલો મીટર દુર આવેલ મેનાવલી માં સ્વદેશ, ગંગાજલ, અને સિંઘમ જેવી ફિલ્મોના શુટિંગ થયા છે. અહી કૃષ્ણા નદી, ગણપતિ અલી ઘાટ, મેનાવાલી ઘાટ ગણપતિ મંદિર વગેરે જગ્યા જોવા લાયક છે.

૪. પોલ્લાચી (Pollachi) :

જો તમને પ્રકૃતિ સાથે પ્રેમ છે તો આ જગ્યા કોઈ જન્નત થી ઓછી નથી. અહી લગભગ ૧૫૦૦ થી વધારે ફિલ્મો ના શુટિંગ થયા છે. કોયમ્બટુર થી ૪૦ કિમી પર આ જગ્યા પર ચોમાસામાં પોતાના પાર્ટનર સાથે રોમેન્ટિક ટ્રીપ પર જઈ શકાય છે.

૫. કોર્તલ્લમ (Courtallam) :

અહી રોઝા ફિલ્મ નું શુટિંગ થયું હતું. અહી આરામ માટે ઘણા રિસોર્ટ પણ બનાવામાં આવેલ છે.

૬. આભાનેરી (Abhaneri) :

જો તમારા પાર્ટનર ને ઐતિહાસિક વસ્તુઓ જોવી પસંદ છે તો જયપુરથી ૪૫ કિમી દુર આભાનેરી પરફેક્ટ જગ્યા છે. આ જગ્યા પર ભૂલ ભુલૈયા અને પહેલી જેવી ફિલ્મોનું શુટિંગ થયું હતું.

૭. લૈતલૂમ ઘાટી (Laitlum Canyon) :

મેઘાલય ની આ ઘાટી શિલોંગ થી ૩૦ કિમી દુર બનેલી છે. અહી રોક ઓન ૨ ફિલ્મ નું શુટિંગ થયું હતું. અહીની હરિયાળી આપણું મન મોહિ લે એવી છે.

૮. હરસિલ (Harsil) :

રામ તેરી ગંગા મેલી હો ગઈ ફિલ્મ માં જે ઝરણા ની નીચે મંદાકિની સ્નાન કરી રહી હતી એ ફિલ્મ નું શુટિંગ અહી થયું હતું, અહી દિલમે સુકુન મળે તેવું વાતાવરણ જોવા મળે છે.

૯. મલશેજ (Malshej) :

મુંબઈ થી ૧૪૦ કિમી દુર સ્થિત મલશેજ ઝરણાઓ થી ભરેલું હિલ સ્ટેશન છે. વરસાદ ની મોસમ માં અહી ખાસ રોનક રહે છે. અહી રબ ને બના દી જોડી, રાવણ, તીસ માર ખા જેવી ઘણી ફિલ્મોનું શુટિંગ થયું છે.

૧૦. તેનાલી (Tenali) :

તાજી હવા, ચારે બાજુ લીલા મેદાન અને નારીયેલ ના વૃક્ષો સાથે જો તમને લગાવ હોય તો આ જગ્યા જોવા લાયક છે. આ જગ્યા આંધ્રપ્રદેશ માં આવે છે. અહી ઇકબાલ ફિલ્મ નું શુટિંગ થયું હતું.

Top