You are here
Home > Gujarati News > જો ઘરમા આ રીતે કરશો પોતા તો બની જશો કરોડપતિ, વાંચો પોતા સબંધિત તમામ હકીકતો

જો ઘરમા આ રીતે કરશો પોતા તો બની જશો કરોડપતિ, વાંચો પોતા સબંધિત તમામ હકીકતો

મિત્રો આજનો આપનો ટોપીક છે આપણા રોજીંદા જીવનની ખુબ જ સામાન્ય બાબતો ઉપરનો. આજે આપણે જેની વાત કરી રહ્યા છીએ તે છે તમારું પોતું. હા મિત્રો જાણીને નવાઈ લાગશે કે તમારું પોતું તમને ગરીબ પણ બનાવી શકે છે અને ધનવાન પણ. વાસ્તુ શાસ્ત્રમાં માં જે રીતે પોતું કરવાનું જણાવ્યુ છે તે પ્રમાણે જો પોતું કરશો તો ભાગ્ય ચમકી શકે છે. માતા લક્ષ્મીનો વાસ અને કૃપા હંમેશા તમારા ઘર પર રહે છે તેમજ ઘણી બીમારીઓ તેમજ નકારાત્મક ઊર્જાઓ પણ તમારા ઘરમાંથી રહે છે દૂર. તો ચાલો જાણીએ કે વાસ્તુ શાસ્ત્ર અનુસાર પોતું કંઈ રીતે કરવું.

દોસ્તો આપના ઘર માં કે ઓફિસ માં પોતું દરરોજ નિયમિત લગાવવું જોઈએ. પણ તમારે એક વાત નું દ્યાન રાખવાનું છે કે ગુરુવારે વધારે પોતું લગાવવું નહિ. કારણ કે તે દિવસે પોતું લગાવવાથી માતા લક્ષ્મી નારાઝ થઇ જાય છે. માટે તે દિવસે એક વાર જ પોતું લગાવવું.

એવા ઘણા બધા ઘર છે જેમાં ગૃહિણી જુના કપડામાંથી જ પોતું બનાવતા હોઈએ છીએ પરંતુ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું કે પેન્ટ, લેન્ગીસના ક્યારેય પોતા ન બનાવવા. તમે ટીશર્ટ, શર્ટ, કુર્તી વગેરેનું પોતું બનાવી શકો છો.

ઘણા લોકો ઘર ના મૈન રૂમ અને રસોડા માં લગાવવામાં આવતા પોતા એક સરખા રાખતા હોય છે પરંતુ રસોડાના પોતાને અલગ અલગ રાખવા. તેમજ રસોડાનું પોતું ચાદર કે ઓછાડમાંથી બનાવવું જોઈએ. રસોડામાં ટીશર્ટ, શર્ટ કે કુર્તીનું પોતું ન લગાવવું જોઈએ અને બંને પોતા અલગ જ હોવા જોઈએ.

ઘણા લોકો ઈચ્છા પ્રમાણે કોઈ પણ સમયે પોતા કરતાં હોય છે પણ પોતાનો સૌથી ઉત્તમ સમય સવારનો છે. પોતું હંમેશા બપોરના બાર વાગ્યા પહેલા કરી લેવું જોઈએ. કારણ કે ૧૨ થી ૧૨ વાગ્યાનો સમય ઉત્તમ નથી ગણાતો.

ગમે તેવા કલર નું પોતું વાપરવું પણ યોગી નથી તેથી પોતાના રંગ પર ખાસ ધ્યાન રાખવું જોઈએ. ક્યારેય લાલ, લીલા, પીળા કે કેસરી રંગનું પોતું ક્યારેય પસંદ ન કરવું. પોતા માટે ગુલાબી, ગ્રે, કાળા કે બ્રાઉન રંગના જ શુભ મનાય છે.

ઘર માં સદાઈ માટે સકારાત્મક ઉર્જા રહે તેના માટે પાંચ ચમચી સાદું મીઠું નાખી ત્યારબાદ તે પાણીના પોતા લગાવવા જોઈએ. મિત્રો જ્યારે તમે ઘરમાં ઉપયોગમાં લેતા પોતાનો ઉપયોગ ગાડી કે બૂટ સાફ કરવા માટે કરો તો સૌથી મોટો વાસ્તુદોષ ઉભો થાય છે કારણ કે આપણા બૂટ ચપ્પલ ઘણી જગ્યાએ ફર્યા હોય છે.

Top