You are here
Home > Featured > આ યુવાને જાતે બનાવ્યું જીવજંતુ મારતું મશીન, ખેડૂતો માટે ખુબ ઉપયોગી છે આ મશીન, ક્લિક કરી જાણો…

આ યુવાને જાતે બનાવ્યું જીવજંતુ મારતું મશીન, ખેડૂતો માટે ખુબ ઉપયોગી છે આ મશીન, ક્લિક કરી જાણો…

આપણો દેશ એક ખેડૂતોનો દેશ છે. ખેડૂતો આપણા માટે તડકો સહન કરીને અનાજ, કઠોળ અને શાકભાજી જેવી ઘણી વસ્તુનું ઉત્પદાન કરે છે. સરકારે પણ ખેડૂતો માટે ઘણી સુવિધાનું નિર્માણ કર્યું છે અને ઘણી સેવા પણ સરકાર ખેડૂતોને આપે છે. એવી જ રીતે એક યુવાન વ્યક્તિએ એવું મશીન તૈયાર કરેલું છે જેનાથી જીવ જંતુ મરી જાય છે અને તમારે ખેતરમાં જીવ જંતુ મારવાની દવા છાંટવાની જરૂર નહિ પડે. અને ખેડૂતોનો દવા પાછળ નો ખર્ચ પણ ઘટી જશે.

અને બીજી ખાસ વાત એવી છે કે જયારે તમે દવા છાંટો છો ત્યારે ખેડૂત ની હેલ્થને ગંભીર અસરો પહોચે છે.. અને દવાના છંટકાવ થી પાક પર પણ તેની અસરો જોવા મળે છે. પરતું આ મશીનના  ઉપયોગથી આવી સમસ્યાઓ કોઈ ઉભી થતી નથી.. આથી ખેડૂતને  કોઈ સાઈડ ઈફેક્ટ નથી થઇ અને  જયારે સામાન્ય વ્યક્તિ સુધી જયારે આ પાક પહોચે છે ત્યારે  પાક પર દવાની સાઈડ ઈફેક્ટ  થતી નહિહોવાથી સામાન્ય માણસને પણ આવી દવાની અસર વાળો પાક મળતો નથી.

આ મશીન એવું કામ કરશે કે દરેક જીવજંતુ ત્યાં જ મરી જશે. આ તમામ સમસ્યા થી છુટકારો મેળવવા પડધરી તાલુકાના દહીસરડા(ઉંડ) ગામના યુવક સાગર રામોલીયાએ ખેડૂતો માટે એક મશીન બનાવ્યું છે. એમણે ખાસ કરીને દવા છાંટવાથી મુક્તિ મળે એ માટે જીવ જંતુ મારવાનું મશીન બનાવ્યું છે. ચાલો આજે અમે તમને જણાવી દઈએ કે આ મશીન શું કામ કરે છે.

વાણિજિયક ગુણવત્તા

આ મશીનમાં ચાલુ બંધ સ્વીચ સાથે મજબૂત એલ્યુમિનિયમ બોડી મળે છે. તેમાં બ્લુ લાઈટ, ફ્લોરોસેંટ ટ્યુબ છે જે 100 વર્ગ મીટરના અંતર સુધી જંતુઓ ને પોતાની તરફ આકર્ષે છે. ફક્ત જરૂરિયાત અનુસાર એમાં રહેલી કચરો સંગ્રહ કરવા વાળી ટ્રે કાઢીને ખાલી કરીને પાછી અંદર મૂકી દેવી.

એમાં ક્રોમ કરેલી ચેન અને કાલા એબીએસ ફિક્સર વાળો ઢોળ ચડાવેલો છે. આ મશીન બ્લુ ફ્લોરોસેંટ પ્રકાશનો ઉપયોગ કરીને ઉડતા જંતુઓ અને બીજા બધા જીવજંતુઓ ની વિવિધ પ્રજાતિઓને આકર્ષિત કરીને એમનો નાશ કરે છે.

મશીનનો ઉપયોગ

આ યુનિટના ઉપરના ભાગ પર હૂક વાળી ચેન લગાવી અથવા કોઈ સખત સપાટી પર સ્ટેન્ડ જેવું કંઈક સેટઅપ કરી એની પર આ મશીન લટકાવી શકાય છે. કોઈ પણ મરેલા જીવજંતુઓને ભેગા કરવા માટે મશીન ના નીચેના ભાગ પર હટાવી શકાય એવી અને ધોઈ શકાય એવી પ્લાસ્ટિક ની ટ્રે મુકવી. પછી આ ડિવાઈઝ શરુ કરી દેવું

જયારે ટ્રે ગંદી થઇ જાય ત્યારે ડિવાઇઝને બંધ કરીને ટ્રે હટાવી દેવી, મરેલા જીવજંતુઓ એક કોઈ થેલીમાં ભરી દેવા. જરૂર લાગે તો ટ્રે ધોઈ નાખવી અને સૂકવીને પાછી મૂકી દેવી. બીજી બધી ગ્રીડ ઓટોમેટિક સાફ થઇ જશે, તમારે ફક્ત નીચેની ટ્રે જ સાફ કરવાની છે.

આ મશીનની વિશેષતા

ઓછી વીજળીનો ઉપયોગ, ઓછું વજન, કોમ્પેકટ અને મજબૂત ડિઝાઇન, આ મશીનમાં કોઈ ઝેરીલા પદાર્થ નથી, કોઈ ઝેર પણ નથી, માનવ ની સુરક્ષા માટે ઓન/ઓફ સ્વીચ રાખવામાં આવેલી છે, લાંબી ઓપરેશનલ અને વર્કિંગ લાઈફ, ઉત્તમ પ્રદર્શન, વધારે ટકાઉ અને ઉત્તમ શક્તિ, ઓછું મેન્ટેનન્સ અને જાળવણી પણ સરળ વગેરે સુવિધા અને વિશેષતા આ મશીનમાં રહેલી છે.

ક્યાં ક્યાં ઉપયોગી

ખેતર, હોટલ અને રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, દવાખાના, બેકરી, ડેરી, ભોજન માટેના જંકશન, રસોઈ, મચ્છી-મટનના સ્ટોલ, શોરૂમ અને ખાદ્ય ભંડાર, કાર્યાલયો, મોલ અને કેન્ટીન વગેરેમાં ઉપયોગી.

ખેડૂતોને થયું સાવ સહેલું ખેતરોમાં દવા #છંટકાવવાથી રાહત #આવી ગયું છે જીવાત #મારવાનું મશીન વધુને વધુ ખેડૂતોને share કરજો

જય કિશાન, જય જવાન

ખેડૂતોને પરવડે એવા ભાવમાં મશીન માટે સંપર્ક કરો : સાગર રામોલીયા: (+91) 9638547585

Top