You are here
Home > Gujarati News > જીંદગી આ ૯ નિર્ણય એવા હોય છે, જે તમારે જાતે જ લેવા જોઈએ, નહિ તો પાછળથી પસ્તવું પડે છે..

જીંદગી આ ૯ નિર્ણય એવા હોય છે, જે તમારે જાતે જ લેવા જોઈએ, નહિ તો પાછળથી પસ્તવું પડે છે..

ક્યારેક ક્યારેક જિંદગી માં એવું થાય છે, જયારે આપણે પોતાના માટે નિર્ણય લઇ શકતા નથી અને એ માટે બીજા પર નિર્ભર રહીએ છીએ. એવું કરવું યોગ્ય હોઈ શકે છે પરંતુ અમુક વાતો પર નિર્ણય જો આપણે જ લઈએ તો સારું રહે છે, કારણકે બીજા પર નિર્ભર રહેવાથી તે વાત અલગ ક્યાય ચાલી જાય છે, એ પછી એના પર લેવામાં આવેલો નિર્ણય જરૂરી નથી કે યોગ્ય જ હોય.

એટલા માટે જિંદગી સાથે જોડાયેલ અમુક નિર્ણય આપણે જાતે જ લેવો જોઈએ.

કરિયર : માની લઈએ કે એન્જીનીયરીંગ કરવું હોય અને એના પર તમે બધા ને પૂછો છો તો લોકો તમને એવું જ કહેશે કે જે એમણે અનુભવ કર્યો હોય. બની શકે કે એનો અનુભવ તમને પાછળ ખસવા પર મજબુર કરી દે. એટલા માટે તમારે શું કરવું છે એ જાતે જ વિચારવું.

દિલનું સાંભળવું : આપણને સૌથી મુશ્કિલ કામ લાગે છે પોતાના દિલનું સાંભળવું, કારણ કે વાત ફક્ત આપણને ખબર હોય છે, પછી આપણે એવા વિચાર માં ખોવાઈ જઈએ છીએ કે લોકો શું વિચારશે? એટલા માટે હંમેશા દિલ નું સાંભળવું અને ખુશ રહેવું.

એનર્જી નો યોગ્ય ઉપયોગ : જો તમે કોઈ એવું કામ કરી રહ્યા છો, જેને કરીને તમને ખુશી મળતી ન હોય. તમને લાગતું હોય કે તમારો સમય અને એનર્જી વેસ્ટ થઇ રહી છે તો એને તરત છોડી દેવું.

પોતાની જાતને ઓળખો :  કોઈ સાથે સબંધ બનાવતા પહેલા પોતાની સાથે સબંધ બનાવો. પોતાને સમજવાની કોશિશ કરવી. એવું ત્યારે થશે જયારે તમે થોડા સમય માટે બીજાથી અલગ રહીને તમારા દિલ અને મગજ નું સાંભળવાની કોશિશ કરશો.

દરેક ને ખુશ નથી કરી શકતા : દુનિયાનું સૌથી મોટું સચ છે કે તમે દરેક લોકો ને ખુશ નથી કરી શકતા. જો તમે દરેક ને ખુશ કરવાનું વિચારી રહ્યા છો તો તમે કોઈને ખોટા કામ માં સાથ આપી રહ્યા છો. એટલા માટે પોતાને ખુશ કરો અને બીજા વિશે વધારે ન વિચારો.

સેલ્ફ ડિપેન્ડ બનવું : જો આજાદી ને મહેસુસ કરવાની સાથે સાથે જીવવા માંગતા હોય તો સેલ્ફ ડિપેન્ડ હોવું જરૂરી છે. જયારે તમે કોઈ બીજા પર ડિપેન્ડ થશો તો તે તમારી જિંદગી માં ન ઈચ્છતા હોવા છતાં પણ આવી જશે. એટલા માટે કરિયર ને પસંદ કરો અને સેલ્ફ ડિપેન્ડ બાનો.

સમય બરબાદ ન કરવો : બીજા પાસેથી અપ્રુવલ લેવાથી સમય અને સપના બંને બરબાદ થાય છે. જયારે તમે કોઈ સાથે તમારી વાત શેયર કરો છો તો તે સાંભળશે અને પછી એના પર વિચાર કરશે. જો એને પસંદ નહિ આવે તો તે ન તો તમારી વાતને સમજશે અને ન તો સમય ને સમજી શકશે.

તમારી ખુશી તમારી છે : જે કામ ને કરવા માં તમને ખુશી મળે છે, એમાં બીજાને પણ ખુશી મળે એ જરૂરી નથી. એટલા માટે જાતે જ એક પ્લાન બનાવો અને એના પર પોતાનું સાંભળો. થોડી સમસ્યા થઇ શકે છે, પરંતુ તે મંજિલ તમારી હશે અને તેના પર પહોચવા ની મહેનત પણ તમારી હશે. એ ખુશી થી મોટી ખુશી કોઈ નહિ હોય.

લાઈફને જાતે કંટ્રોલ કરો : તમારી લાઈફ નું કંટ્રોલ બટન તમારા હાથ માં રાખો. જયારે આપણે બીજા પર વધારે નિર્ભર થવા લાગીએ છીએ તો તે આપણી લાઈફ માં શું થઇ રહ્યું છે તે દરેક વસ્તુ પર નજર રાખવા લાગે છે. આવું ન કરો, અહી ન જાવ, શું કરી રહ્યા છો, દુનિયાના સવાલ આપણને ઘેરી લે છે. એટલા માટે જેટલું બની શકે બીજા સાથે મતલબ પુરતો જ મતલબ રાખો.

Top